પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ
*_પત્રકાર એકતા સંગઠન_*
પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ
ગુજરાતના 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓની કારોબારીની રચના કરવા અંગેની ની મિટિંગ હોટેલ રાજવીના હોલ ખાતે યોજાઇ હતી.
આ મિટિંગ માં પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયાની રાહબરી હેઠળ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા , પ્રદેશ અગ્રણી શ્રી અંબારામ રાવલ, ઝોન-6ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન-6ના સહપ્રભારી દિનેશભાઈ કલાલ, ઝોન-8ના પ્રભારી હેમૂભા વાઘેલા, ઝોન-8ના સહપ્રભારી કમલેશભાઈ પટેલ તથા પાટણ જિલ્લા સંગઠનના મહામંત્રી નિલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. બેઠકનું સંચાલન પીઢ પત્રકાર અને જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ જયંતિભાઈ માંડલિક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભવોનું હાજર તમામ મહેસાણા જિલ્લાના તેમજ તમામ તાલુકાના પત્રકાર મિત્રોએ પુષ્પ અર્પણ કરી સન્માન કર્યું હતું.
પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ પ્રભારી શ્રી એવા ગૌરાંગ પંડ્યાએ પત્રકાર તા સંગઠનની કાર્યપદ્ધતિ વિશે હાજર પત્રકાર મિત્રો માહિતગાર કરતા જણાવ્યું કે આ એકમાત્ર સંગઠન એવું છે કે જેમાં હોદ્દાઓની નિમણુક સર્વાનુમતે આપવામાં આવે છે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતું ગુજરાતનું એક માત્ર પત્રકારોનું સંગઠન છે. સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજ્ય અને પત્રકાર એકતા સંગઠન ઉદાહરણરૂપ બની રહેશે જે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પોતાની કારોબારી ધરાવતું હોય...
પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.
વિસનગર તાલુકા કારોબારીની રચનામાં તોફિકભાઈ મનસુરીની પ્રમુખપદે નિમણૂંક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબેન પટેલ, મહામંત્રી તરીકે અજીતભાઈ બારોટ, મંત્રી તરીકે કલ્પેશભાઈ ત્રિવેદી, સહમંત્રી અલ્પેશભાઈ બારોટ, ખજાનચી તરીકે વિજય ઠાકોર, આઈટીસેલ અર્જુન ઠાકોરની વરણી કરવામાં આવી હતી.
વડનગર તાલુકા કારોબારીની રચનામાં બળવંતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આગામી એક સપ્તાહમાં તાલુકાની કારોબારી પૂર્ણ કરવાની તાલુકા પ્રમુખશ્રીએ બાંહેધરી આપી હતી.
ખેરાલુ તાલુકાના પ્રમુખ તરીકે મનોજસિંહ ઠાકોર, ઉપ્પમરુખ તરીકે જયેશભાઈ રાવલ, મહામંત્રી મનુભાઈ શ્રીમાળી, મંત્રી સંજયભાઈ ઠાકોર, સહમંત્રી સુરેશભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી હતી.
વિજાપુર તાલુકાના પ્રમુખ તરીકે ગમનભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે નરેશજી ઠાકોર, મહામંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, મંત્રી વિશાલભાઈ પંચાલની વરણી કરવામાં આવી હતી.
સતલાસણા તાલુકાના પ્રમુખ સંજયભાઈ સોની, ઉપપ્રમુખ તરીકે નરસિંહભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. આગામી એક સપ્તાહમાં તાલુકાની કારોબારી પૂર્ણ કરવાની તાલુકા પ્રમુખશ્રીએ બાંહેધરી આપી હતી. અંતે આભારવિધિ મહેસાણા જિલ્લા સંગઠન પ્રમુખ રાજેશભાઈ યોગી કરી હતી. કાર્યક્રમના અંતે તિથિ ભોજન લઈ સૌ કોઈ છુટ્ટા પડ્યા હતા.બ્યુરો રિપોર્ટ PHN NEWS ગુજરાત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com