બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.૩૧ માર્ચ-૨૦૨૨ થી મધ્યાહન ભોજન શરૂ*
બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ તા.૧૬/૦૩/૨૦૨૦ થી કોરોના મહામારીના કારણે બંધ થતાં શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન આપવાની પ્રથા બંધ કરવામાં આવેલ હતી. તા.૨૧/૦૨/૨૨ થી સમગ્ર રાજયની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધેલ. પ્રાથમિક શાળાઓમાં રાજય સરકાર ધ્વારા બપોરનું ભોજન તા.૩૧/૦૩/૨૨ ના રોજ શરૂ કરવાનો નિર્ણય રાજય સરકારે તા.૨૮ માર્ચ-૨૦૨૨ ના રોજ કરેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને મ.ભો.કેન્દ્રો પર બપોરનું ભોજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તે માટે પુરતી વિગતે આયોજન કરેલ છે. તેમ નાયબ કલેકટરશ્રી મધ્યાહન ભોજન યોજના ની અખબારી યાદીમાં જણાવાયુ છે.
*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com