લાખણીના કોટડા ગામની શાળા શ્રી કૃષ્ણપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જીતુભાઈ એસ ઠાકોર છેલ્લા 16 વર્ષથી શ્રી કૃષ્ણપરા પ્રાથમિક શાળામાં અત્યારે આચાર્ય તરીકે કામગીરી નિભાવે છે.

*લાખણીના ડેકા પ્રાથમિક શાળામાં યોજાયેલ ખેલ મહાકુંભ રમત - ગમતમાં શ્રી કૃષ્ણપરા પ્રાથમિક શાળાના રમતવીરો નો ખૂબ સારો દેખાવ જોવા મળ્યો*
લાખણીના કોટડા ગામની શાળા  શ્રી કૃષ્ણપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જીતુભાઈ એસ ઠાકોર છેલ્લા 16 વર્ષથી શ્રી કૃષ્ણપરા પ્રાથમિક શાળામાં અત્યારે આચાર્ય તરીકે કામગીરી નિભાવે છે. અને બાળકોના શિક્ષણ માટે ખૂબજ તત્પર રહી અને બાળકોને લેવાનારી NMMS ,PES  પરીક્ષા નવોદય ધોરણ 9 અને ધોરણ 6 નો પ્રવેશ મેળવનારી અને ડ્રોઈંગ ની પરીક્ષાનો અંગત રસ આપીને ફોર્મ ભરીને દર વર્ષે પરીક્ષા અપાવે છે.જેમાંથી બધા વિદ્યાર્થીઓ પાસ પણ થાય છે આજે લાખણી ના ડેકા પ્રાથમિક શાળામાં શ્રી કૃષ્ણપરા શાળાના બાળકો  કબડ્ડીમાં ખેલ મહાકુંભમાં ખૂબ જ સારો દેખાવ કર્યો અને પ્રથમ .શ્રી કૃષ્ણ પ્રાથમિક શાળા આચાર્યશ્રી ઠાકોર જીતુ ભાઈ એસ. રમત-ગમતમાં બાળકો ને ટ્રેનિંગ આપીને બાળકો ને રમત ગમત અને નવોદયની પરીક્ષા માં સફળ બનાવે છે. અને તાજેતર માં શાળા માટે પાક્કો ડામર રોડ  બનાવવામાં આચાર્યશ્રીએ ખૂબ જ સહયોગી બન્યા હતા.
જયારે 14  પ્રથમ રાઉન્ડમાં વિજેતા પ્રાપ્ત થઈ. અને શ્રી કૃષ્ણ પરા પ્રા.શાળા ના બાળકો પ્રથમ નંબરે કબડ્ડી ની રમત માં સારો દેખાવ કરતાં બાળકો અને શાળા ના આચાર્ય શ્રી ઠાકોર જીતુભાઈ એસ. અને શાળાના સ્ટાફ - ભરતભાઈ પ્રજાપતિ,ગોવિંદભાઈ છૂંછા, મહેશભાઈતથા દશરથભાઈ સ્ટાફ ગણ  માં ખુશી નો માહોલ જોવા મળ્યો. 
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.