ભિલોડા : સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચના દિવસને વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.ક્ષય રોગ બીડી, સિગારેટ, તમાકુના વધુ પડતાં સેવનના કારણે થાય છે,
*લુસડીયા આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ક્ષય દિનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો
ભિલોડા : સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચના દિવસને વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.ક્ષય રોગ બીડી, સિગારેટ, તમાકુના વધુ પડતાં સેવનના કારણે થાય છે, ઉલ્લેખનીય છેકે, ૨૦૧૮ ના વર્ષમાં વિશ્વમાં લગભગ એક કરોડ લોકોને ક્ષય રોગના ચેપનો ભોગ બન્યા હતા, જેમાંથી પંદર લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાસશીલ દેશોના હતા. વિશ્વ ક્ષય દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ક્ષયની બીમારીથી પીડાતા દર્દીઓને શોધી સમયાંતરે તેમની યોગ્ય તપાસ કરી મફત સારવાર કરવામાં આવે જેથી અન્ય લોકોમાં બીમારી ફેલાતાં અટકે છે . વર્ષ ૨૦૨૨ માં " ટીબીને ખતમ કરવા રોકાણ કરો, જીવન બચાવો " ની થીમ પર કામ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભિલોડા તાલુકાના લુસડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળાના બાળકોમાં જાગૃતિ આવે તે માટે " રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ " નું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં " ટી.બી હારેગા, દેશ જીતેગા " જેવા સૂત્રો લખેલા બેનરો સાથે બાળકોના સપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિશ્વ ક્ષય દિન નિમિત્તે યોજાયેલ " રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ "માં લુસડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી તેજસ ખરાડી તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી બાળકોને ક્ષય રોગ વિશે ઉંડાણ પૂર્વક માહિતી પૂરી પાડી,ક્ષય રોગ વધુ ન ફેલાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com