લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ધોરણ:-10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો..

લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ધોરણ:-10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો..
લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ ગઈકાલે યોજાયો હતો.  જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22 સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિમાં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ  વિદ્યાર્થીઓનું  "વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ 2022" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક  પરીક્ષા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય તે હેતુસર GK-IQ  2022માં પ્રથમ દસ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પણ  "વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ 2022" થી સન્માનિત  કરવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના આ વિદાય કાર્યક્રમમાં શ્રીફળ અને મોં મીઠું કરાવી  ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી..
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર  PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.