પોસ્ટ્સ

ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!

છબી
ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!     ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે,જેમાં સૌથી મોટો સરહદી જિલ્લો કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લો આવે છે આ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં સૌથી પછાત અને અંતરીયાળ તાલુકો દાંતા તાલુકો રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર પહાડો માં આવેલો છે. દાતા તાલુકામાં સરકારી કામો માત્ર કાગળ પર ચાલી રહ્યા છે અને આ કારણે આ તાલુકામાં ભૂતકાળમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે. ગુજરાત રાજ્યના આ તાલુકામાં શિક્ષણ વિભાગ, વન વિભાગ અને વહીવટી કામોમાં મોટા પાયે ગેરરિતી થયેલી છે.દાંતા તાલુકામાં વન વિભાગમા પણ ભ્રષ્ટાચાર આચરવામાં ઘણું જ આગળ નીકળી ગયું છે. દાંતા તાલુકામાં વન વિભાગ ની જગ્યા ઉપર ઘણા બધા દબાણો થયેલા છે,પરંતુ વન વિભાગ ઘોર નિંદ્રામાં ઉંઘી ગયુ હોઈ કોઈ દબાણ હટાવતું નથી અને આ જગ્યા ખુલ્લી કરાવતુ નથી અને આ કારણે દાંતા તાલુકામાં જંગલની જગ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે જેના કારણે જંગલમાં રહેતા જંગલી જાનવરોને પણ પારાવાર મુશ્કેલી નડી રહી છે.      દાંતા તાલુકામાં અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર ચીખલા ગામ આવેલું છે આ ગામમાં તિરુપતિ માર્બલ

અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.                     આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા મેઘરજ તાલુકાના લીંબોદરા (રામગઢી) ગામ ખાતે  મહિલાઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના અંતર્ગત માહિલાઓને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી. તાલીમમાં કુલ- ૭૬ મહિલાઓને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે તેમાંથી બનતા વિવિધ અથાણા, ચટણી, મુરબ્બા, કેન્ડી, જામ, જેલી, સ્ક્વોશ, શરબતો, ડ્રાય પ્રોડકટો જેવી બનાવટોની પ્રેક્ટિકલ સાથે તાલીમ આપવામાં આવી.. તાલીમ દરમ્યાન તાલીમાર્થી મહિલાઓને ગૃહ ઉદ્યોગ  સ્થાપી શકે તે માટે ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ધનસુરા ખાતે એક દિવસીય સફળ એકમની મુલાકાત તથા નિદર્શન યોજવામાં આવ્યું હતું.. તાલીમ પૂર્ણ થતાં નાયબ બાગાયત નિયામકશ્રી, ભાવિકભાઈ કરપટિયા તથા જે.આર.દેસાઈ, બાગાયત અધિકારી મેઘરજના હસ્તે મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણની માર્ગદર્શિકા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.    તાલીમનું આયોજન અને સંકલન બાગાયત નિરીક્ષક જે.પી. સોલંકી, માસ્

વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવીદારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે

છબી
વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી દારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી આવી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને

અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી. ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી.  ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી  ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા કાર્યક્રમની શરૂયાત કરાવતા તમામનું સ્વાગત કર્યું હતું.અને સુસાશન સપ્તાહનું મહત્વ સમજાવ્યું. સરકાર અને જનતા વચ્ચે કામગીરીનો સુંદર સમન્વય સર્જાય તેવી વડાપ્રધાનશ્રીની મુહિમ થકી આ સુસાશન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં મારાં અનુભવ મુજબ ખુબજ સારો સપોર્ટ જિલ્લાની જનતાનો મળી રહ્યો છે. દરેક અધિકારીઓ ફિલ્ડમાં જઈને લોકોમાં પ્રશ્નો સાંભળે છે. અને સારામાં સારી કામગીરી કરી રહ્યા છે. રાજ્યસરકાર ના માર્ગદર્શન પ્રમાણે કામગીરી સરળ બને તે માટે અરવલ્લી ટિમ કટીબદ્ધ છે.સરકારમાં આવ્યા પછી નવા નવા અનુભવો થકી બદલાવ આવે છે.હવે ટેકનોલોજીથી કામગીરી કરવાની રીત બદલાઈ છે અને સરળ પણ બની છે. ઓનલાઇન સિસ્ટમ થવાથી પારદર્શિતા જળવાઈ છે.આપણા જિલ્લામાં ખુબજ કામગીરી થાય છે. પરંતુ

દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે.

છબી
દાંતામા વિદેશી દારૂની બોટલો નજરે ચડી રહી છે દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી ચુક્યુ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને દેખાતા નથી પોલીસ આંખો આડા કાન કરી રહ્યું છે. દાંતા વિસ્તારમાં દારૂના દુષણને ડામવા પ

અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી

છબી
અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી  અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનના મુલાકાત  ગુજરાત સરકારના રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા ,સામાજિક  ન્યાય અધિકારીતા મંત્રીશ્રી  ભીખુસિંહ પરમારે ગોડાઉનની મુલાકાત લઇ ગોડાઉનમાં ઉપલબ્ધ  અનાજ જથ્થા ની તેમજ ગુણવત્તાની ચકાસણી કરી હતી. અને મંત્રીશ્રીએ અધિકારીશ્રીએ સાથે સર્ચા વિચારણા કરી  જરૂરી માર્ગદર્શન   આપ્યુ  હતુ.  મંત્રીશ્રીના સાથે જિલ્લા  પુરવઠા  અધિકારીશ્રી , પુરવઠા મામલદારશ્રી ગોડાઉન  મેનેજર વગેરે ઉપસ્થિત રહયા હતા.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અઘ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ ૨૦ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, ટ્રાફિક સમસ્યા, વીજ કનેકશન જેવા પ્રશ્નો,લાભાર્થીઓને યોજનાકીય લાભ મળવા બાબત, વિવિધ નિમણુક આપવા બાબત, પારિવારિક પ્રશ્નો વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. તેઓએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને નડતા પ્રશ્નો અંગે પૂછપરછ કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો

છબી
દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો     હાલ સમગ્ર દેશમાં શિક્ષણ ની મોટી મોટી વાતો કરવામા આવે છે. દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ શિક્ષણ નુ સ્તર કેટલું નબળું છે અને કેવી શાળાઓ હજુ પણ દયનીય હાલત માં છે તેનો ચિતાર આજે દાંતા તાલુકાના વગદા ક્યારી ગામમાં જોવા મળ્યો. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળાથી ગ્રામજનો એટલા નારાજ થઈ ગયા કે શાળા આગળ કાંટા લગાવી ગેટ બંદ કરી દિધો.દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર આર પટેલ તાત્કાલિક શાળામાં દોડી આવી શાળાનો ચિતાર મેળવ્યો હતો અને ગ્રામજનોની સમજાવટથી કાંટા દુર કર્યા હતા. શાળામાં વાલીઓ રૂબરૂ આવી અધિકારી સમક્ષ રજુઆત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો અને શાળાના આચાર્ય અને શિક્ષકો વાલીઓના પ્રશ્નો પર જવાબ આપી શક્યા ન હતા અને ત્યારબાદ ગ્રામજનો નાં આરોપો પર અધિકારી દ્રારા જવાબ લેવામાં આવ્યાં હતા અને શાળા પર અને જવાબદાર શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની વાત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ.  દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી શાળામા છેલ્

અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતીં.

છબી
અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતીં.  અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા તા.૧૬ ડિસેમ્બરના રોજ મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતી.જેમાં ૧૭૦ થી વધુ રોજગાર વાછુંક ઉમેદવારો આવ્યા હતા.શિબિરનું સુચારુ પણે સંચાલન જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.સ્વરોજગાર લક્ષી વિવિધ યોજનાઓ હેઠળ લોન સહાય મેળવી પોતાનો સ્વતંત્ર રોજગાર/વ્યવસાય કરી પગભર બની શકાય  તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આઈ.ટી.આઈ.મોડાસા,જીલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી મોડાસા વિવિધ કચેરીના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહી વિવિધ યોજનાકીય/લોન સહાય/સ્વરોજગારલક્ષી  માહિતી આપી જાતે પગભર બની શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું.  બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

દાંતા બેઠક ના ઉમેદવાર નો વિજય થતાં કાંતિભાઈ ખરાડી માતાજી ના ચરનો માં શીશ નમાવ્યું,*

છબી
*દાંતા બેઠક ના ઉમેદવાર નો વિજય થતાં કાંતિભાઈ ખરાડી માતાજી ના ચરનો માં શીશ નમાવ્યું, અંબાજી માં ઠોલ નાગાડો સાથે કરીકર્તાઓ સ્વાગત કર્યું ગુજરાત મા વિધાનસભા ચૂંટણીઓ નો આજે પરિણામ ઘોષિત થયો છે. ત્યારે ગુજરાત મા 182 બેઠકો પર ઉમેદવારો નુ પરિણામ આવ્યું છે. તો બનાસકાંઠા જિલ્લા ના 9 બેઠકો પર કોંગ્રેસ ને 4 બેઠકો મળી છે. અને ભાજપ ને 4 બેઠકો મળી છે. તો એક બેઠક અપક્ષ ને મળી છે.  દાતા 10 વિધાનસભા માટે કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી નો વિજેત થયો છે. તો દાતા બેઠક ના મતવિસ્તાર મા ખુશી નો માહોલ છવાયો હતો. આજે દાંતા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ નો  વિજય થતા કાંતિભાઈ ખરાડી માં જગતજનની અંબા ના ધામે અંબાજી પહોંચ્યા હતા.  અંબાજી માં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દાંતા બેઠકો ના વિજેતા ઉમેદવાર કાંતિભાઈ ખરાડી નુ ભવ્ય સ્વાગત કરવા મા આવ્યું હતું. તો સાથે સાથે ઢોલ નગાડાઓ સાથે તેમને આવકાર્યા  હતા.  દાંતા  બેઠક ના વિજેતા  ઉમેદવાર કાંતિભાઈ ખરાડી મા જગતજનની અંબા ના નીજ મંદિર પહોંચી માતાજી ના દર્શન કર્યા હતા .તો માં જગતજનની અંબા ના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્

અરવલ્લી જિલ્લાના ૧૦૬૨ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના.

છબી
અરવલ્લી જિલ્લાના ૧૦૬૨ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના. અરવલ્લી જીલ્લાની ભિલોડા મોડાસા અને બાયડ વિધાનસભાની ચૂંટણી ને લઈ વહીવટી તંત્ર સજ્જ. વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ બીજા અને આખરી તબક્કાનું મતદાન આવતીકાલે તા. ૦૫ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.  મોડાસા -૩૧ના ઓબઝર્વર  દ્વારા ટુકડીઓને મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપુર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું.  અરવલ્લી જિલ્લામાં ૧૦૬૨ મતદાન મથક ઉપર ચૂંટણી યોજાશે.અરવલ્લી જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે આજે ત્રણે બેઠકો ના કુલ 830,547 મતદારો માટે કુલ 1062 મતદાન મથકો છે જ્યારે 1360 ઇવીએમ અને વિવિપેટ ની ફાળવણી કરાઈ છે આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પરિસાયડીંગ અને નોડલ સહિત 4673 નો સ્ટાફ ફરજ બજાવશે જિલ્લા માં 278 બુથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે.

દાંતા તાલુકામાં સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવતા અધિકારીઓ અને કર્મચારીઓને પીળા પત્રકારો કેમ બદનામ કરી રહ્યાં છે?

છબી
દાંતા તાલુકામાં સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવતા અધિકારીઓ અને કર્મચારીઓને  પીળા પત્રકારો કેમ બદનામ કરી રહ્યાં છે? બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે,બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચની કાયદેસર દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણીના સમયમાં નેતાઓનું રિપોર્ટિંગ કરવાને બદલે સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવેલા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નેજ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. દાંતા તાલુકામાં સાચા પત્રકારો આવા સમાચારમાં કોઈ જ રસ ધરાવતા નથી પરંતુ પીળું પત્રકારત્વ કરતા કેટલાક પત્રકારો સારા અને વ્યવસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.    પીળું પત્રકારત્વ કરતા પત્રકારો પર ચૂંટણી પંચ અને માહિતી ખાતાએ તાત્કાલિક ધોરણે તેમના કાર્ડ જપ્ત કરીને તેમને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, પત્રકારની ગાઇડલાઇન જાણ્યા વિના દાંતા તાલુકામાં ઉઘરાણા કરતાં પત્રકારોનો મોટો ફાટ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને માહિતી ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે આવા પત્રકારોને રૂબરૂ બોલાવીને તેમની પાસેથી જવાબ લેવો જોઈએ. કેટલાક પત્રકારો પોતાનું નામ અંગ્રેજીમાં

ગુલાબ સલાટને 19 નવેમ્બર 2022 ના રોજ મુંબઈ સીએસટી મહારાષ્ટ્રમાં કલા એક્શન એક્ટર તરીકે જંગૌરવ કાર્ય દર્પણ આઇકોન એવોર્ડ મળ્યો સિને મીડિયા એવોર્ડ 20 માર્ચ 2021 વાઇબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ 2017 ગુલાબનો જીવન પરિચય ગુલાબ એક્શન એક્ટર આનંદનો જન્મ ગુજરાતમાં થયો હતો અને ગુલાબના માતાપિતા ખૂબ જ ગરીબ હતા. તેમનું આખું જીવન ખાટલા તંબુમાં વિતાવ્યું,

છબી
ગુલાબ સલાટને 19 નવેમ્બર 2022 ના રોજ મુંબઈ સીએસટી મહારાષ્ટ્રમાં કલા એક્શન એક્ટર તરીકે જંગૌરવ કાર્ય દર્પણ આઇકોન એવોર્ડ મળ્યો સિને મીડિયા એવોર્ડ 20 માર્ચ 2021 વાઇબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ 2017 ગુલાબનો જીવન પરિચય ગુલાબ એક્શન એક્ટર આનંદનો જન્મ ગુજરાતમાં થયો હતો અને ગુલાબના માતાપિતા ખૂબ જ ગરીબ હતા. તેમનું આખું જીવન ખાટલા તંબુમાં વિતાવ્યું, પરંતુ ગુલાબના પિતા તમ્માભાઈ સલાટ તેમના પુત્રને મજૂરી કરીને સારી સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમનામાં એક નામ હતું, ગુલાબ સલાટ. 8 વર્ષની ઉંમરથી, જેઓ હતા. બોલિવૂડ ફિલ્મો પ્રત્યેના લગાવને કારણે તેણે તેના પિતાને કહ્યું હતું કે તે એક દિવસ ફિલ્મોમાં કામ કરશે.દિયા માર્શલ આર્ટ કરાટે ઓલ ઈન્ડિયા વાડો કાઈ કરાટે દો એકેડેમી ઈન્ડિયા ઈન્ટરનેશનલ મેમાં જોડાઈ કરવા દિયા થા મેં મારા લક્ષ્યને હાંસલ કરવા માટે લગભગ 5 વર્ષ સુધી સખત મહેનત કરી. કરાટે માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની ડિગ્રી હાંસલ કરી અને મારા ડાન્સ ક્લાસમાં સખત પ્રેક્ટિસ કરવા ગયો તેઓ માસ્ટર વગરના હતા, હવે મારે ડાન્સ એકેડમીમાં જોડાવું છે, ડાન્સ માટે, તે આણંદ જિલ્લો છોડીને જિમ્નેસ્ટિક્સ અને નૃ

દાંતા 10 વિધાનસભામાં પ્રથમ નંબર પર લાતુભાઈ અને બીજા નંબર પર કાંતિ ખરાડી* !

છબી
દાંતા 10 વિધાનસભામાં પ્રથમ નંબર પર લાતુભાઈ અને બીજા નંબર પર કાંતિ ખરાડી બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા પૈકી દાંતા વિધાનસભા સૌથી અલગ વિધાનસભા છે. 5 ડિસેમ્બરના રોજ બીજા ચરણમાં આ વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે દાંતા 10 વિધાનસભા મા ભાજપ કોંગ્રેસ વચ્ચે વચ્ચે રસાકસીનો મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા લાતુભાઈ પારઘીને ટિકિટ આપવામાં આવીછે.લાતુભાઈ પારઘી દાંતા વિસ્તારમાં જાણીતો આદિવાસી ચહેરો છે. લાતુભાઈ પારઘી ને જગ્યા જગ્યા પર સારું સમર્થન મળી રહ્યું છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં ભાજપ હાલમાં આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે કાંતિ ખરાડી જે જગ્યા પર પ્રચાર કરવા જાય છે ત્યાં આગળ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પાંચ વર્ષ બાદ ચૂંટણી આવે એટલે હવે દેખાયા છો.     લાતુભાઈ પારઘી સરળ અને સૌમ્ય સંભાવના હોઈ દાંતા વિસ્તારમાં આ વખતે કમળ ખીલે તો નવાઈ નહીં. દાંતા તાલુકાના અને અમીરગઢ તાલુકાના ગામે ગામે લોકો અબકી બાર લાતુભાઈ, લાતુભાઈ ના નારા લગાવી રહ્યા છે. હાલના તબક્કાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં પ્રથમ નંબર પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાતુભાઈ પારગી ચાલી રહ્યા

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં Live Talk Show યોજાયો.

છબી
મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં Live Talk Show યોજાયો.    અરવલ્લી જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત નવીન પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મતદાન જાગૃતિની થીમ પર Live Talk Show નું આયોજન કરવામાં આવ્યું. જેમાં maiden voters અને Young Voters ને અનુલક્ષીને વિવિધ પ્રવૃતિઓ જેમ કે Walk For Vote, Whistle For Vote, Skip For Vote, Sing For Walk and Debate For Vote- જેવા રસપ્રદ રાઉન્ડ રાખવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં વિજેતા થનાર ટીમને ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું માન. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના  face book domain મા live કરવામાં આવેલ. જિલ્લાના ૨૫૦૦ જેટલા યુવા મતદાર દ્વારા સમગ્ર કાર્યક્રમ નિહાળવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે મોદીનાઊંઘા પોસ્ટરને લઈને ટોણો માર્યો*

છબી
*અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે મોદીનાઊંઘા પોસ્ટરને લઈને ટોણો માર્યો* ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને દરેક સીટ પર ઉમેદવારો જોરશોર થી હાઈટેક પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં 9 વિધાનસભા સીટ આવેલી છે, હાલમાં નવ સીટ પૈકી સાત સીટ કોંગ્રેસ પાસે છે અને બે સીટ ભાજપ પાસે છે ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે મતદારો ભાજપ,કોંગ્રેસ અને આપને કેટલી સીટ આપે છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા વિધાનસભા સીટ કોંગ્રેસનો ગઢ ગણાય છે આ વિસ્તારની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો પહાડી અંતરિયાળ અને આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. ભાજપ કોંગ્રેસ અને આપ અને અપક્ષ આમ કુલ ચાર ઉમેદવારો દાંતા વિધાનસભા સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે ત્યારે જોવાનું એ રહેશે કે મતદારો કઈ પાર્ટીના નેતા ને વિધાનસભા મોકલે છે. 25 નવેમ્બર ના રોજ અંબાજી ખાતે પુષ્પાવતી ધર્મશાળા માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી અન

મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપસિંહએ અંબાજી મંદિરના દર્શન કર્યા

છબી
 મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપસિંહએ અંબાજી મંદિરના દર્શન કર્યા શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર માં ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોઈ નેતાઓ પણ માતાજીના આશીર્વાદ લેવા આવી રહ્યા છે ત્યારે બુધવારે સાંજે આરતીમાં મધ્યપ્રદેશના ખનીજ અને શ્રમમંત્રી માતાજીના દર્શન કર્યા હતા અને અંબાજી મંદિર ની સુંદરતા જોઈને ખુશ થયા હતા. અંબાજી મંદિરની ગાદી પર જઈને તેમને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.       ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઇટેક પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિહોરી ખાતે કાંકરેજ સીટ માટે મધ્યપ્રદેશના મંત્રી પ્રચાર કરવા આવ્યા હતા અને ભાજપ જંગી બહુમતીથી જીતે તેવી તેમને મતદારોને અપીલ કરી હતી. આજે અંબાજી મંદિર ખાતે આવેલા મંત્રીએ જણાવ્યું હતું કે મેં અંબાજીનું નામ ઘણું સાંભળ્યું હતું પણ પ્રથમ વખત હું માતાજીના દર્શન કરવા આવ્યો છું અને ગુજરાતના મતદારોને અપ

દાંતા તાલુકામાં પ્રથમ વખત ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો*

છબી
*દાંતા તાલુકામાં પ્રથમ વખત ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો*  ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે વિવિધ પક્ષો દ્વારા પોતાની તાકાત લગાવીને ચૂંટણી જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ઉમેદવારો દ્વારા અને વિવિધ પક્ષો દ્વારા દરેક જગ્યા પર ચૂંટણી ના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને મતદારોને આકર્ષવા માટે જાતજાતની જાહેરાતો કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અત્યારે ત્રણ ગામના સ્થાનિક લોકો દ્વારા અમારા ગામમાં વોટ લેવા આવવું નહીં તેવી માંગ સાથે ગામની અંદર મતદાનનો બહિષ્કાર અને રાજકીય પાર્ટીઓ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવતા રાજકીય પક્ષોની ઊંઘ હરામ થઈ ગઈ છે.દાંતા વિધાનસભા એટલે કોંગ્રેસનો ગઢ ગણાય છે.     દાંતા તાલુકામાં નાના મોટા 200 જેટલા ગામો આવેલા છે આ ગામોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ થઈ નથી જેને લઈને કેટલાક ગામોમાં લોકો નારાજ જોવા મળી રહ્યા છે. દાંતા વિધાનસભામાં ગંગવા, અભાપુરા અને જગતાપુરા ગામના લોકો પોતાના ગામમાં રસ્તો ન મળવાના લીધે મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામની અંદર જગ્યા જગ્યા પર બોર્ડ

અરવલ્લી જિલ્લામાં મોડાસા જિલ્લા સેવા સદન ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લઇ મિડીયાલક્ષી કામગીરી નિહાળતા ચુંટણી જનરલ ઓબઝર્વરશ્રી અજયસિંઘ તોમર.

છબી
અરવલ્લી જિલ્લામાં મોડાસા જિલ્લા સેવા સદન ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લઇ મિડીયાલક્ષી કામગીરી નિહાળતા ચુંટણી જનરલ ઓબઝર્વરશ્રી અજયસિંઘ તોમર.         મિડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી ઉપયોગી વિવિધ આંકડાકીય વિગતોનું શ્રી અજયસિંઘ તોમરએ નિરીક્ષણ કયુઁ હતું.  અરવલ્લી જિલ્લા ચૂંટણી અંતર્ગત ભિલોડા બેઠકના જનરલ ઓબઝર્વર શ્રી અજયસિંઘ તોમરે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC- (મિડીયા કો-ઓર્ડીનેટર એન્ડ મિડીયા એક્ષ્પેન્ડીચર) મીડીયા સેન્ટરની મુલાકાત લઇ આ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મીડીયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો રસપૂર્વક નિહાળી હતી અને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય અને જુદા-જુદા રાજકીય પક્ષો / ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ થઇ શકે તે માટે અને પ્રચાર-પ્રસાર

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક.*કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.

છબી
અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક. *કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે  જરૂરી માર્ગદર્શન  આપ્યું. *જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને  કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ  જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરીક્ષકશ્રીઓને માહિતગાર કર્યા. અરવલ્લી જિલ્લામા વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીશ્રીઓની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને  કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મિના, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકા