અરવલ્લી જિલ્લામાં મોડાસા જિલ્લા સેવા સદન ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લઇ મિડીયાલક્ષી કામગીરી નિહાળતા ચુંટણી જનરલ ઓબઝર્વરશ્રી અજયસિંઘ તોમર.
અરવલ્લી જિલ્લામાં મોડાસા જિલ્લા સેવા સદન ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લઇ મિડીયાલક્ષી કામગીરી નિહાળતા ચુંટણી જનરલ ઓબઝર્વરશ્રી અજયસિંઘ તોમર.
મિડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી ઉપયોગી વિવિધ આંકડાકીય વિગતોનું શ્રી અજયસિંઘ તોમરએ નિરીક્ષણ કયુઁ હતું.
અરવલ્લી જિલ્લા ચૂંટણી અંતર્ગત ભિલોડા બેઠકના જનરલ ઓબઝર્વર શ્રી અજયસિંઘ તોમરે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC- (મિડીયા કો-ઓર્ડીનેટર એન્ડ મિડીયા એક્ષ્પેન્ડીચર) મીડીયા સેન્ટરની મુલાકાત લઇ આ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મીડીયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો રસપૂર્વક નિહાળી હતી અને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય અને જુદા-જુદા રાજકીય પક્ષો / ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા કરાતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનીટરીંગ થઇ શકે તે માટે અને પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ન્યુઝ ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવતી જાહેરાતો સંદર્ભે ઓડીયો વિઝયુઅલ દ્વારા ન્યુઝ ચેનલોની સતત મોનીટરીંગની કામગીરી ઉપરાંત પેઇડ ન્યુઝ સંદર્ભે પણ મોનીટરીંગની કામગીરી ઉક્ત સેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે.
રાજકીય પક્ષોએ, ઉમેદવારોએ રેડીયો / ટેલીવિઝન/પ્રિન્ટ મિડિયામાં આવતી જાહેર ખબરો સંદર્ભે રાજ્ય અને જિલ્લાકક્ષાએ કાર્યરત ઉક્ત સમિતિઓ પૈકી સંબંધિત સમિતિઓ પાસેથી નિયત સમયમર્યાદામાં મંજૂરી મેળવવાની હોય છે. અરવલ્લી જિલ્લાના મિડિયા સેન્ટરના નોડલ અધિકારીશ્રી, મિડિયા મોનીટરીંગ એન્ડ મિડિયા સર્ટીફિકેશન-MCMC નાં સભ્ય સચિવશ્રી અને સહાયક માહિતી નિયામકશ્રી નિધિ જયસ્વાલએ જનરલ ઓબઝર્વરશ્રીને EMMC-MCMC ની કામગીરી અને તેની કાર્યપધ્ધતિ અંગે જાણકારી આપી હતી. તદ્ઉપરાંત મિડિયા સેન્ટર ખાતે પ્રદર્શિત કરાયેલી ચૂંટણીલક્ષી વિવિધ આંકડાકીય વિગતોથી શ્રી અજયસિંઘ તોમરને વાકેફ કર્યા હતા. બ્યૂરો રિપોટઁ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com