દાંતા 10 વિધાનસભામાં પ્રથમ નંબર પર લાતુભાઈ અને બીજા નંબર પર કાંતિ ખરાડી* !

દાંતા 10 વિધાનસભામાં પ્રથમ નંબર પર લાતુભાઈ અને બીજા નંબર પર કાંતિ ખરાડી
બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા પૈકી દાંતા વિધાનસભા સૌથી અલગ વિધાનસભા છે. 5 ડિસેમ્બરના રોજ બીજા ચરણમાં આ વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે દાંતા 10 વિધાનસભા મા ભાજપ કોંગ્રેસ વચ્ચે વચ્ચે રસાકસીનો મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા લાતુભાઈ પારઘીને ટિકિટ આપવામાં આવીછે.લાતુભાઈ પારઘી દાંતા વિસ્તારમાં જાણીતો આદિવાસી ચહેરો છે. લાતુભાઈ પારઘી ને જગ્યા જગ્યા પર સારું સમર્થન મળી રહ્યું છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં ભાજપ હાલમાં આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે કાંતિ ખરાડી જે જગ્યા પર પ્રચાર કરવા જાય છે ત્યાં આગળ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પાંચ વર્ષ બાદ ચૂંટણી આવે એટલે હવે દેખાયા છો.
    લાતુભાઈ પારઘી સરળ અને સૌમ્ય સંભાવના હોઈ દાંતા વિસ્તારમાં આ વખતે કમળ ખીલે તો નવાઈ નહીં. દાંતા તાલુકાના અને અમીરગઢ તાલુકાના ગામે ગામે લોકો અબકી બાર લાતુભાઈ, લાતુભાઈ ના નારા લગાવી રહ્યા છે. હાલના તબક્કાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં પ્રથમ નંબર પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાતુભાઈ પારગી ચાલી રહ્યા છે, લાતુભાઇ પારગી દાંતા અને અમીરગઢ તાલુકામાં પ્રચાર કરવા જાય છે ત્યારે લોકો તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં જોડાય છે અને  લોકો તેમને બાંહેધરી આપે છે કે અમે કાંતિ ખરાડી થી કંટાળી ગયા છીએ અને આ વખતે અમે તમને અજમાવીશું.
:-  દાંતા તાલુકામાં સમીકરણો બદલાયા, કમળ પ્રથમ નંબર પર, હાથનો પંજો નીચે ખસ્યો :- 
દાંતા તાલુકામાં હાલના સમીકરણની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં રાતોરાત સમીકરણ બદલાઈ ગયા છે અને હાલના તબક્કે લાતુભાઈ પારઘી ભાજપના ઉમેદવાર પ્રથમ નંબર પર ચાલી રહ્યા છે દરેક ગામોમાં તેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે જ્યારે સામેના પક્ષે 10 વર્ષ જૂના કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટણી આવે ત્યારે જ ગામમાં દેખાય છે ત્યારે લોકો તેમને આ વખતે પડતા મૂકી અને લાતુભાઈ પારઘી ને ચાન્સ આપે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.8 સપ્ટેમ્બર ના રોજ જનતાનો ચુકાદો જાહેર થશે. તાજેતરમાં 
વિધાનસભા પ્રચાર દરમિયાન ગવરા ગામે કાંતી ખરાડી સામે વોટર બગડ્યા હતા અને લોકોએ જણાવ્યું હતું કે કાંતિ ખરાડી ચૂંટણી આવે ત્યારે જ પાંચ વર્ષે મોઢું બતાવવામાં આવે છે.
:- દસ વર્ષમાં જાકીરનો વિકાસ થયો જનતા વિકાસથી વંચિત :- કાંતિ ખરાડી ધારાસભ્યનો સમગ્ર વહીવટ દાંતાનો માથાભારે જાકીર સંભાળી રહ્યો છે, લોકોને રૂપિયા આપવા,લાલચો આપવી  આવા તમામ કામ જાકીર કરી રહ્યો છે. દસ વર્ષ અગાઉ જાકીર પાસે કંઈજ ન હતું અને આજે જાકીર દાંતા તાલુકાના તમામ કામો ખોટેખોટા બિલો બનાવીને કરોડપતિ બની ગયો છે આમ કાંદે ખરાડી ધારાસભ્ય બન્યા બાદ જાકીર નો વિકાસ થયો છે,પણ જનતા નો વિકાસ થયો નથી તેવા આરોપો કાંતી ખરાડી જ્યા જ્યા પ્રચાર કરવા જાય છે ત્યાં લાગી રહ્યા છે.

 *રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.