અરવલ્લી જિલ્લાના ૧૦૬૨ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના.

અરવલ્લી જિલ્લાના ૧૦૬૨ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના.
અરવલ્લી જીલ્લાની ભિલોડા મોડાસા અને બાયડ વિધાનસભાની ચૂંટણી ને લઈ વહીવટી તંત્ર સજ્જ.
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ બીજા અને આખરી તબક્કાનું મતદાન આવતીકાલે તા. ૦૫ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.  મોડાસા -૩૧ના ઓબઝર્વર  દ્વારા ટુકડીઓને મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપુર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું. 
અરવલ્લી જિલ્લામાં ૧૦૬૨ મતદાન મથક ઉપર ચૂંટણી યોજાશે.અરવલ્લી જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે આજે ત્રણે બેઠકો ના કુલ 830,547 મતદારો માટે કુલ 1062 મતદાન મથકો છે જ્યારે 1360 ઇવીએમ અને વિવિપેટ ની ફાળવણી કરાઈ છે આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પરિસાયડીંગ અને નોડલ સહિત 4673 નો સ્ટાફ ફરજ બજાવશે જિલ્લા માં 278 બુથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે.ત્રણે વિધાનસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી થાય તે માટે 3800 પોલીસ સ્ટાફ સુરક્ષા કવચ પૂરું પાડશે સંપૂર્ણ કામગીરી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જ્યારે આજે વહેલી સવાર થી મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે તમામ પોલિંગ સ્ટાફ ને ઇવીએમ વિવિપેટ અને અન્ય ચૂંટણી લક્ષી મટીરીયલ સાથે જિલ્લા ના તમામ મતદાન બુથો પર રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ છે.ચૂંટણીના અવસર પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા હર્ષ ઉલ્લાસભેર રવાના થયા હતા.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો