મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપસિંહએ અંબાજી મંદિરના દર્શન કર્યા
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર માં ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોઈ નેતાઓ પણ માતાજીના આશીર્વાદ લેવા આવી રહ્યા છે ત્યારે બુધવારે સાંજે આરતીમાં મધ્યપ્રદેશના ખનીજ અને શ્રમમંત્રી માતાજીના દર્શન કર્યા હતા અને અંબાજી મંદિર ની સુંદરતા જોઈને ખુશ થયા હતા. અંબાજી મંદિરની ગાદી પર જઈને તેમને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઇટેક પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિહોરી ખાતે કાંકરેજ સીટ માટે મધ્યપ્રદેશના મંત્રી પ્રચાર કરવા આવ્યા હતા અને ભાજપ જંગી બહુમતીથી જીતે તેવી તેમને મતદારોને અપીલ કરી હતી. આજે અંબાજી મંદિર ખાતે આવેલા મંત્રીએ જણાવ્યું હતું કે મેં અંબાજીનું નામ ઘણું સાંભળ્યું હતું પણ પ્રથમ વખત હું માતાજીના દર્શન કરવા આવ્યો છું અને ગુજરાતના મતદારોને અપીલ કરું છું કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપને વોટ આપો અને ફરીથી ગુજરાતમાં ભાજપની સરકાર બનાવો તેવું તેમને જણાવ્યું હતું. તેમની સાથે મહેન્દ્રભાઈ જોશી, સુરેશભાઈ જોશી,હંસપુરી ગોસ્વામી,અરવિંદજી ઠાકોર અને બાદલ જોશી સહિત જયેશભાઈ જોષી મહારાજ હાજર રહ્યા હતા.
રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com