અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અઘ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ ૨૦ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, ટ્રાફિક સમસ્યા, વીજ કનેકશન જેવા પ્રશ્નો,લાભાર્થીઓને યોજનાકીય લાભ મળવા બાબત, વિવિધ નિમણુક આપવા બાબત, પારિવારિક પ્રશ્નો વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. તેઓએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને નડતા પ્રશ્નો અંગે પૂછપરછ કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.