અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

અરવલ્લી જિલ્લામાં તમામ બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. 
                   આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા મેઘરજ તાલુકાના લીંબોદરા (રામગઢી) ગામ ખાતે 
મહિલાઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના અંતર્ગત માહિલાઓને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી.
તાલીમમાં કુલ- ૭૬ મહિલાઓને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે તેમાંથી બનતા વિવિધ અથાણા, ચટણી, મુરબ્બા, કેન્ડી, જામ, જેલી, સ્ક્વોશ, શરબતો, ડ્રાય પ્રોડકટો જેવી બનાવટોની પ્રેક્ટિકલ સાથે તાલીમ આપવામાં આવી..
તાલીમ દરમ્યાન તાલીમાર્થી મહિલાઓને ગૃહ ઉદ્યોગ  સ્થાપી શકે તે માટે ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ધનસુરા ખાતે એક દિવસીય સફળ એકમની મુલાકાત તથા નિદર્શન યોજવામાં આવ્યું હતું..
તાલીમ પૂર્ણ થતાં નાયબ બાગાયત નિયામકશ્રી, ભાવિકભાઈ કરપટિયા તથા જે.આર.દેસાઈ, બાગાયત અધિકારી મેઘરજના હસ્તે મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણની માર્ગદર્શિકા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.  
 તાલીમનું આયોજન અને સંકલન બાગાયત નિરીક્ષક જે.પી. સોલંકી, માસ્ટર ટ્રેનર સ્મિતાબેન પરમાર તથા પૂજાબેન સુથાર, અનુસૂયાબેન, કૈલાશબેન દ્વારા કરવામાં આવ્યું હતું .
બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો