ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!

ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!

    ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે,જેમાં સૌથી મોટો સરહદી જિલ્લો કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લો આવે છે આ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં સૌથી પછાત અને અંતરીયાળ તાલુકો દાંતા તાલુકો રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર પહાડો માં આવેલો છે. દાતા તાલુકામાં સરકારી કામો માત્ર કાગળ પર ચાલી રહ્યા છે અને આ કારણે આ તાલુકામાં ભૂતકાળમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે. ગુજરાત રાજ્યના આ તાલુકામાં શિક્ષણ વિભાગ, વન વિભાગ અને વહીવટી કામોમાં મોટા પાયે ગેરરિતી થયેલી છે.દાંતા તાલુકામાં વન વિભાગમા પણ ભ્રષ્ટાચાર આચરવામાં ઘણું જ આગળ નીકળી ગયું છે. દાંતા તાલુકામાં વન વિભાગ ની જગ્યા ઉપર ઘણા બધા દબાણો થયેલા છે,પરંતુ વન વિભાગ ઘોર નિંદ્રામાં ઉંઘી ગયુ હોઈ કોઈ દબાણ હટાવતું નથી અને આ જગ્યા ખુલ્લી કરાવતુ નથી અને આ કારણે દાંતા તાલુકામાં જંગલની જગ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે જેના કારણે જંગલમાં રહેતા જંગલી જાનવરોને પણ પારાવાર મુશ્કેલી નડી રહી છે.
     દાંતા તાલુકામાં અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર ચીખલા ગામ આવેલું છે આ ગામમાં તિરુપતિ માર્બલ અને ચીખલા ગામની વચ્ચે માર્બલના એક ફેક્ટરી વાળાએ મોટા પ્રમાણમાં જંગલની જગ્યામાં દબાણ કરેલું આસપાસના લોકો દ્વારા આ બાબતે વન વિભાગને જાણ કરવા છતાં પણ વન વિભાગ વન વિભાગની જગ્યામાં બનતું બાંધકામ અને ફેક્ટરીના સંચાલકને કોઈ જ નોટિસ આપી નથી કે કોઈ જ કાર્યવાહી કરી નથી. ચીખલા ગામમાં વન વિભાગની જગ્યા ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણમાં માર્બલનો ખુલ્લો પાવડર મોટા પ્રમાણમાં નાખવામાં આવે છે અને આ પાવડરના કારણે પ્રદૂષણ વાતાવરણમાં વધતું હોઈ પાસે આવેલી સરકારી ચીખલા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો જોવા મળી રહ્યો છે આદિવાસી ગામમાં કોઈ વિરોધ કરવા વાળું ન હોવાથી આ ફેક્ટરીના સંચાલક દાદાગીરી કરીને અને વન વિભાગના કેટલાક કર્મચારીઓને નાણા આપી ને આટલી લાખો રૂપિયાની જમીન પર કબજો કરેલ છે, તેવી ચર્ચાઓ હાલ તો સાંભળવા મળી રહી છે..

*જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો