દાંતા તાલુકામાં પ્રથમ વખત ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો*

*દાંતા તાલુકામાં પ્રથમ વખત ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો*
 ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે વિવિધ પક્ષો દ્વારા પોતાની તાકાત લગાવીને ચૂંટણી જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ઉમેદવારો દ્વારા અને વિવિધ પક્ષો દ્વારા દરેક જગ્યા પર ચૂંટણી ના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને મતદારોને આકર્ષવા માટે જાતજાતની જાહેરાતો કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અત્યારે ત્રણ ગામના સ્થાનિક લોકો દ્વારા અમારા ગામમાં વોટ લેવા આવવું નહીં તેવી માંગ સાથે ગામની અંદર મતદાનનો બહિષ્કાર અને રાજકીય પાર્ટીઓ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવતા રાજકીય પક્ષોની ઊંઘ હરામ થઈ ગઈ છે.દાંતા વિધાનસભા એટલે કોંગ્રેસનો ગઢ ગણાય છે.
    દાંતા તાલુકામાં નાના મોટા 200 જેટલા ગામો આવેલા છે આ ગામોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ થઈ નથી જેને લઈને કેટલાક ગામોમાં લોકો નારાજ જોવા મળી રહ્યા છે. દાંતા વિધાનસભામાં ગંગવા, અભાપુરા અને જગતાપુરા ગામના લોકો પોતાના ગામમાં રસ્તો ન મળવાના લીધે મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામની અંદર જગ્યા જગ્યા પર બોર્ડ લગાડ્યા છે આ મતદારોનું કહ્યું છે કે અમારી માંગણીઓ પૂર્ણ થઈ નથી એટલે અમે આ વખતે વોટીંગ કરવાના નથી. ભુમાફિયાઓ દ્વારા અભાપુરા ગામમાં ગામના લોકોને ફરીને જવું પડે છે અને જે કારણે તેમને વાહન ખર્ચ મોંઘુ પડે છે અને મોટી ગાડીનો ખર્ચ પણ વધી જાય છે. ગામના લોકોએ જણાવ્યું હતું કે દાંતા સ્ટેટ વખતની માંગણી હજુ સુધી અમારી સંતોષાઈ નથી. બીજી તરફ ગંગવા ગામના લોકોએ પણ જણાવ્યું હતું કે હાઈવે માર્ગ થી અમારા ગામને જોડવામાં આવે તો અમારા ગ્રામજનોને તકલીફો ઓછી થઈ જાય અને અમારો વાહન વ્યવહાર પણ સરળ થઈ જાય જેને લઈને આ વખતે દાંતા તાલુકાના ત્રણ ગામના લોકો ચૂંટણી બહિષ્કાર ના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેતરો માં જવા માટે ફરીને જવું પડે છે.સીઝન પાક અને પશુપાલન માટે ફરીને જતાં ગાડીનું ભાડું વધી જાય છે.સ્કૂલ નાં બાળકોને ફરીને જવું પડે છે.દાંતા સ્ટેટ વખત નો મંજૂર થયેલો રસ્તો હજુ સુધી બનાવવામાં આવેલ નથી.3 ગામના અંદાજે 2500 લોકો રાજકીય પક્ષોથી ભારે નારાજ થયા છે.ગામના સ્થાનિક લોકોને પોતાના વાહનો દ્વારા વધુ કિલોમીટર ફરીને જવું પડે છે,વધુ કિલોમીટર ફરવાથી વાહનનું ભાડું વધી જાય છે.પુંજપુર ગામની સીમમાં સર્વે નંબર 56 માં ભુમાફિયા  દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. ગામના સ્થાનિક આગેવાનો સંગ્રામસિંહ પરમાર,અભાપુરા, દરજણસિંહ બારડ, અભાપુરા અને રામજીભાઈ ઠાકોર ગંગવા સહિત વિવિધ કામના આગેવાનોએ ચૂંટણી બહિષ્કારની માંગ ઉઠાવી છે.જમીન માપણી નો ઉલ્લેખ રી સર્વે મા હટાવી નાંખ્યો છે.

*રિપોર્ટર જયોતિ ઠપકો અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો