વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવીદારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે

વિદેશી દારૂ બંધ કરવા ફરી દાંતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી
દારૂ બંધ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ગ્રુહ મંત્રીને રજુઆત કરવામાં આવશે
દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી આવી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને દેખાતા નથી પોલીસ આંખો આડા કાન કરી રહ્યું છે. દાંતા વિસ્તારમાં દારૂના દુષણને ડામવા પ્રબળ માંગ ઉઠવા પામી છે. આવી પ્રવૃતી આચરનારાને કાયદોનો લોશમાત્ર ડર ન હોય તેમ બધુ ચાલી રહ્યુ  હોવાથી તેમજ આવા ગોરખ ધંધા પાછળ મોટા માથાનો દોરી સંચાર હોવાનુ કે સેટીંગ પધ્ધતિને લઈ આવા ધંધા ફાલ્યા ફુલ્યા હોવાનુ ચર્ચામાં આવ્યુ છે.

અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે ગેરકાયદે ધંધા ફાલ્યા ફુલ્યા બનતા સરકારના ગૃહ ખાતામાંથી કાર્યવાહી થવી જોઈએ. કમસેકમ દાંતાને પણ દારૂ જેવા દુષણથી બચાવવા સ્થાનિક નેતાઓએ પ્રયાસ કરવા જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠવા પામી રહી છે

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો