અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી. ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લા ખાતે સુસાશન સપ્તાહની ઉજવણી. 
ગુજરાત સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી  ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા કાર્યક્રમની શરૂયાત કરાવતા તમામનું સ્વાગત કર્યું હતું.અને સુસાશન સપ્તાહનું મહત્વ સમજાવ્યું. સરકાર અને જનતા વચ્ચે કામગીરીનો સુંદર સમન્વય સર્જાય તેવી વડાપ્રધાનશ્રીની મુહિમ થકી આ સુસાશન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં મારાં અનુભવ મુજબ ખુબજ સારો સપોર્ટ જિલ્લાની જનતાનો મળી રહ્યો છે. દરેક અધિકારીઓ ફિલ્ડમાં જઈને લોકોમાં પ્રશ્નો સાંભળે છે. અને સારામાં સારી કામગીરી કરી રહ્યા છે. રાજ્યસરકાર ના માર્ગદર્શન પ્રમાણે કામગીરી સરળ બને તે માટે અરવલ્લી ટિમ કટીબદ્ધ છે.સરકારમાં આવ્યા પછી નવા નવા અનુભવો થકી બદલાવ આવે છે.હવે ટેકનોલોજીથી કામગીરી કરવાની રીત બદલાઈ છે અને સરળ પણ બની છે. ઓનલાઇન સિસ્ટમ થવાથી પારદર્શિતા જળવાઈ છે.આપણા જિલ્લામાં ખુબજ કામગીરી થાય છે. પરંતુ હજી સરળ અને ઝડપી કામગીરી થાય.ખુબ ખુબ શુભેચ્છાઓ.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂર્વ કાલેલકટરશ્રી અરવલ્લી,બી.જે. ભટ્ટ, Retd.IAS દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે,આજે અરવલ્લીમાં આવ્યો ત્યારે 2013ની એ રાત યાદ આવે છે. કે જયારે સમાચાર મળ્યા કે આવતીકાલે નવા જિલ્લાની ઘોષણા કરવાની છે.
મુશલળધાર વરસાદ હતો અને ત્યારે મારી ત્યારની તમારા જેવા અધિકારીઓ અને કર્મચારીઓના અથાગ પ્રયત્નો થી સંભવ બન્યું હતું અને બીજા દિવસની જનમેદનીના ઉત્સાહથી મારી ચિંતા દૂર થઈ હતી, આજે અહીંયા અરવલ્લીમાં આવીને જિલ્લાની સ્થાપના સમયની યાદો તાજી થઈ ગઈ છે.આજે હું જોવું છું કે બી.જે. ભટ્ટના સમયમાં અને મીના સાહેબના અરવલ્લીમાં ખુબજ મોટો બદલાવ છે. આજે નવો જિલ્લો આજે ખુબજ આગળ વધ્યો છે જે તમારા જેવા અધિકારીઓ અને કર્મચારીઓની અથાગ મેહનતથી સફળ થયું છે.વાત કરીએ સુસાશન સપ્તાહની તો નાના કર્મચારીઓથી લઈને દરેક અધિકારી સુધીની મેહનતથી બદલાવ આવી શકે છે.આપણે આજે સરકારમાં કામ કરવાનો જે મોકો મળ્યો છે તે મોકો દરેકને નથી મળતો. આજે સરકારમાં કામ કરવાની રીત બદલાઈ છે. આજે જનતા આપણી પાસે આવે છે તો કેમ આવે છે તે પ્રશ્નોના સાચા જવાબ આપણને મળે છે તો આપણે સફળ છીએ. આજે જનતાનો વિશ્વાસ આપણા ઉપર અપાર છે. અને એટલે આપણે આ જગ્યા ઉપર છીએ.આજે સરકાર કોઈ યોજનાઓ વિચારે છે ત્યારે તેના પાછળ ખુબજ ઝીણવટપૂર્વક સંશોધન કરીને હિતકારી વિચાર સાથે મુકવામાં આવે છે. અને જેનાથી આપણે સુશાશન કરી શકીએ.અરવલ્લી જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શુભકામનાઓ આપી.
આ વર્કશોપમાં અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિભાગ દ્વારા પોતાના વિભાગની કામગીરી અને સુસાશનમાં વિભાગના ફાળાનું મહત્વ સમજાવ્યું હતું.
જેમાં આ કાર્યક્રમમાં મામલતદારશ્રી ધનસુરા દ્વારા  વિભાગની કામગીરી જાણવવામાં આવી,જેમાં મેહસૂલી વિભાગમાં જનતાને કેવી રીતે મદદ મળે છે. તે હેતુથી સરકારના અલગ અલગ કાર્યક્રમ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આજે મેહસૂલ વિભાગમાં છેલ્લા દસ વર્ષમાં મોટા બદલાવ આવ્યા છે. અને કામગીરી સરળ બની છે.એટીવીટી દ્વારા વન ડે ગવરનન્સ અંતર્ગત આવક જાતિના દાખલા વગેરે, રેશનકાર્ડ લગત સુવિધાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે.ઓનલાઇન સિસ્ટમ થવાથી ઝડપી કામગીરી થઈ છે.દરેક કામગીરીમાં પારદર્શિતા જળવાઈ છે. દરેક કામગીરીમાં હવે ટેક્નોલોજીની સાથે વિશ્વસનિયતા મજબૂત બની છે.
કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા વિભાગની જાણકારી આપવામાં આવી,તેમને જણાવ્યું કે જેમાં અરવલ્લી જિલ્લામાં શિક્ષણમાં આગવું સ્થાન ધરાવે છે જેમાં ડ્રોપ આઉટ રેસીઓ ઓછો થયો છે અને જિલ્લામાં સારા વાતવરણ સાથે ટ્રાન્સપોર્ટેશન ની વ્યવસ્થા કરવામાં આવી છે.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સુવિધા લઈ રહ્યા છે.સ્કોલરશીપ માટે પરીક્ષા લેવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓ આર્થિક તકલીફ નિવારી શકાય. નવી શિક્ષણ નીતિથી શિક્ષણમાં નવા ટ્રેન્ડ જોવા મળ્યા છે.શિક્ષણ માટે સરકાર હંમેશા ખુબજ સંવેદન રહી છે.
આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા પણ પોતાના વિભાગ વિશે માહિતી આપતા જેઓએ જણાવ્યું કે,માર્ગ અને મકાન વિભાગ જિલ્લા સ્તરે રસ્તા, પુલ, સરકારી મકાન અવાસો જેવી રાજ્ય અને રાષ્ટ્રીય સંપત્તિનું બાંધકામ તથા નિભાવ રખ -રખાવનું કામ મુખ્યત્વે જવાબદારી પૂર્વક હાથ ધરે છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં રાત્રે અંધારામા રસ્તાઓ ઉપર પડેલા વૃક્ષો હટાવવાથી માંડીને ૧૫મી ઑગસ્ટ જેવા રાષ્ટ્રીયપર્વની રાજ્યકક્ષાના ઉજવણી પ્રસંગે ઇમેરજન્સી કામ હાથ ધરીને ભારે વરસાદની સ્થિતિમાં પર્વને સફળ બનાવવા જિલ્લા માર્ગ અને મકાનની ટિમ સતત વહીવટી તંત્ર સાથે સુંદર સમન્વય સાધીને અડીખમ રહે છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામનો,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ અને આરોગ્યવિભાગની ટિમ પણ હાજર રહી હતી. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો