દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો

દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો 
   હાલ સમગ્ર દેશમાં શિક્ષણ ની મોટી મોટી વાતો કરવામા આવે છે. દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ શિક્ષણ નુ સ્તર કેટલું નબળું છે અને કેવી શાળાઓ હજુ પણ દયનીય હાલત માં છે તેનો ચિતાર આજે દાંતા તાલુકાના વગદા ક્યારી ગામમાં જોવા મળ્યો. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળાથી ગ્રામજનો એટલા નારાજ થઈ ગયા કે શાળા આગળ કાંટા લગાવી ગેટ બંદ કરી દિધો.દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર આર પટેલ તાત્કાલિક શાળામાં દોડી આવી શાળાનો ચિતાર મેળવ્યો હતો અને ગ્રામજનોની સમજાવટથી કાંટા દુર કર્યા હતા. શાળામાં વાલીઓ રૂબરૂ આવી અધિકારી સમક્ષ રજુઆત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો અને શાળાના આચાર્ય અને શિક્ષકો વાલીઓના પ્રશ્નો પર જવાબ આપી શક્યા ન હતા અને ત્યારબાદ ગ્રામજનો નાં આરોપો પર અધિકારી દ્રારા જવાબ લેવામાં આવ્યાં હતા અને શાળા પર અને જવાબદાર શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની વાત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી શાળામા છેલ્લાં કેટલાક વર્ષોથી ચાલતી લાલિયાવાડીથી ગ્રામજનો હેરાન પરેશાન હતા અને આજે સવારે શાળા આગળ કાંટા નાંખી રસ્તો બંદ કર્યો હતો અને આ શાળામાં 160 જેટલાં બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં પીવા માટે પરબની વ્યવસ્થા નથી. પરબ બંદ હાલતમાં જોવા મળી રહી છે. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે આ શાળામા કોઇ કાર્યક્ર્મ ભાગ્યેજ યોજાય છે. શાળાના શિક્ષકો અંદરોદર ઝગડા કરે છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી આચાર્ય ની બદલી થઈ નથી. શાળામા જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઇએ તેની ઉણપ જોવા મળી હતી. આ શાળામા વાલીઓની જે કમિટી હોયતે એસએમસી ની રચના હજુ સુધી કરાઈ નથી. વાલીઓના આરોપો પર શાળાના સંચાલકો જવાબ આપી શક્યા ન હતા અને શાળાએ દોડી આવેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રિપોર્ટ તૈયાર કર્યો હતો. શાળામાં 1 ડીસેમ્બર ના રોજ ડેપ્યુટી ડીડીઓ વિઝીટ કરવા આવ્યા ત્યારે શાળાના આચાર્ય હાજર હતા નહી અને 4 ટીચર હાજર હતા નહી જે બાબતે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારી ને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે 2 ડિસેમ્બરના રોજ ટીપીઓ વિઝિટ કરવા આવ્યાં ત્યારે પણ શાળામાં બેદરકારી જોવા મળી હતી અને મઘ્યાન ભોજન યોજનાનો સંચાલક ગેરહાજર રહ્યો હતો. આમ ગંભીર બેદરકારી ને પગલે જિલ્લા શિક્ષણ વિભાગે આ શાળાને 15 તારીખે નોટીશ મોકલી હતી જે નોટીશ આજે ટીપીઓ દ્વારા શાળાના આચાર્યને રૂબરૂ અપાઈ હતી. શાળામા પીવાના પાણીની સમસ્યા ને પગલે ટાંકીની દયનીય હાલત જોઈ શકાય છે જેમા નળ પણ જોવા મળતા નથી. બાળકો હેડપંપ દ્રારા પાણી પી રહ્યાં છે. સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ શાળાની હાલત ડિજિટલ ઇન્ડિયા અને સરકાર માટે પ્રશ્નો ઊભા કરે છે.આર.આર.પટેલ, ટીપીઓ, દાંતા હાજર રહ્યા હતા સાથે દલપુરા શાળાના આચાર્ય પણ હાજર રહી કાર્યવાહી હાથ ધરી હતી.
જેમા જીતેન્દ્ર ડાભી,વાલી સહીત વિવિઘ વાલીઓએ રજુઆત કરી હતી.

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો