અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક.*કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.
અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક.
*કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.
*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરીક્ષકશ્રીઓને માહિતગાર કર્યા.
અરવલ્લી જિલ્લામા વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીશ્રીઓની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મિના, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મિનાએ ઉક્ત બેઠકના પ્રારંભે જનરલ નિરીક્ષકશ્રી, ખર્ચ નિરીક્ષકશ્રી અને પોલીસ નિરીક્ષકશ્રીનું સ્વાગત કરી તેઓશ્રીને આવકાર્યા હતા..તેમણે અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ ત્રણેય વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પૂર્વેની ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની વિગતવાર જાણકારી નિરીક્ષકશ્રીઓને આપી હતી.
જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઈ.વી.એમ. સ્ટોરેજથી લઈને મત ગણતરી સુધીની વ્યવસ્થા, જિલ્લામાં ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ અને આગામી સમયમાં થનારી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતાનો ચુસ્ત અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનીટરીંગ અને સર્ટિફિકેશન કમિટીની કામગીરી, સોશિયલ મીડિયા પર નિરીક્ષણ, મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત ચાલતા પ્રયાસો વગેરે અંગે વિસ્તૃત જાણકારી વિગતવાર નિરીક્ષકશ્રીઓને આપવામાં આવી હતી.
જનરલ નિરીક્ષકશ્રીઓએ જિલ્લાના ત્રણેય વિધાનસભા વિસ્તારની વિગતવાર માહિતી મેળવી ઉપયોગી સૂચનો કર્યાં હતાં. ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રાએ ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જ્યારે પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, એક્ષ્પેન્ડીચર મોનીટરીંગના ચીફ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર , નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સાગર મોવલિયા સહિત તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com