દાંતા બેઠક ના ઉમેદવાર નો વિજય થતાં કાંતિભાઈ ખરાડી માતાજી ના ચરનો માં શીશ નમાવ્યું,*
અંબાજી માં ઠોલ નાગાડો સાથે કરીકર્તાઓ સ્વાગત કર્યું
ગુજરાત મા વિધાનસભા ચૂંટણીઓ નો આજે પરિણામ ઘોષિત થયો છે. ત્યારે ગુજરાત મા 182 બેઠકો પર ઉમેદવારો નુ પરિણામ આવ્યું છે. તો બનાસકાંઠા જિલ્લા ના 9 બેઠકો પર કોંગ્રેસ ને 4 બેઠકો મળી છે. અને ભાજપ ને 4 બેઠકો મળી છે. તો એક બેઠક અપક્ષ ને મળી છે.
દાતા 10 વિધાનસભા માટે કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી નો વિજેત થયો છે. તો દાતા બેઠક ના મતવિસ્તાર મા ખુશી નો માહોલ છવાયો હતો. આજે દાંતા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ નો વિજય થતા કાંતિભાઈ ખરાડી માં જગતજનની અંબા ના ધામે અંબાજી પહોંચ્યા હતા. અંબાજી માં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દાંતા બેઠકો ના વિજેતા ઉમેદવાર કાંતિભાઈ ખરાડી નુ ભવ્ય સ્વાગત કરવા મા આવ્યું હતું. તો સાથે સાથે ઢોલ નગાડાઓ સાથે તેમને આવકાર્યા હતા.
દાંતા બેઠક ના વિજેતા ઉમેદવાર કાંતિભાઈ ખરાડી મા જગતજનની અંબા ના નીજ મંદિર પહોંચી માતાજી ના દર્શન કર્યા હતા .તો માં જગતજનની અંબા ના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. દાંતા બેઠક પર કાંતિભાઈ ખરાડી જીત મેળવ્યા બાદ જીત ને આમ જનતા અને કાર્યકર્તાઓ ની મેહનત નો પરિણામ ગણાવ્યો હતો.
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com