અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે મોદીનાઊંઘા પોસ્ટરને લઈને ટોણો માર્યો*
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને દરેક સીટ પર ઉમેદવારો જોરશોર થી હાઈટેક પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં 9 વિધાનસભા સીટ આવેલી છે, હાલમાં નવ સીટ પૈકી સાત સીટ કોંગ્રેસ પાસે છે અને બે સીટ ભાજપ પાસે છે ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે મતદારો ભાજપ,કોંગ્રેસ અને આપને કેટલી સીટ આપે છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા વિધાનસભા સીટ કોંગ્રેસનો ગઢ ગણાય છે આ વિસ્તારની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો પહાડી અંતરિયાળ અને આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. ભાજપ કોંગ્રેસ અને આપ અને અપક્ષ આમ કુલ ચાર ઉમેદવારો દાંતા વિધાનસભા સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે ત્યારે જોવાનું એ રહેશે કે મતદારો કઈ પાર્ટીના નેતા ને વિધાનસભા મોકલે છે. 25 નવેમ્બર ના રોજ અંબાજી ખાતે પુષ્પાવતી ધર્મશાળા માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી અને જિલ્લા પંચાયત પાલનપુરના પ્રમુખ વારકીબેન પારગીના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ,નેતાઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોશી એ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અંબાજી મંદિર પાછળનો ગેટ ભાજપ સરકાર ખોલતી નથી અને 300 જેટલા વેપારીઓ બેરોજગાર બની ગયા છે
,ત્યારે અમારા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ને સરકાર પાસે માંગણીઓ કરવા માટે વિવિઘ અરજી અને આવેદનપત્ર આપવા પડે છે. તુલસીરામ જોષી એ મોરબી કાંડ પર ગુજરાતની ભાજપ સરકાર ને ઘેરી હતી. આ વક્તવ્ય દરમિયાન તેમણે સામે લાગેલા પીએમ મોદીના ઉંધા બોર્ડ પર ટોણો મારીને ટિપ્પણી કરી હતી.અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે માર્યો ટોણો કે મોદી સાહેબનું બોર્ડ ઊંધું થઈ ગયું આ જુઓ બોર્ડ સામે અને સભામાં બેસેલા લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા.કાંતી ખરાડીએ જણાવ્યું કે દાંતા વિસ્તારમાં મેં અગાઉ ઘણી વખત રજૂઆત કરીછે.ચૂંટાયા બાદ પણ તમારા કામો માટે લડતો રહીશ.કોંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી , જિલ્લા પંચાયત પ્રમુખ સાથે અનેકો કોંગ્રેસ ના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. દાંતા તાલુકામાં હજુ સુધી ચૂંટણીનો માહોલ જામ્યો નથી ત્યારે કાંતિ ખરાડીને સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અંબાજી ખાતે હજુ સુધી ભાજપ કાર્યાલય નું ઉદઘાટન થયું નથી.
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com