દાંતા તાલુકામાં સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવતા અધિકારીઓ અને કર્મચારીઓને પીળા પત્રકારો કેમ બદનામ કરી રહ્યાં છે?

દાંતા તાલુકામાં સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવતા અધિકારીઓ અને કર્મચારીઓને  પીળા પત્રકારો કેમ બદનામ કરી રહ્યાં છે?
બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે,બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચની કાયદેસર દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણીના સમયમાં નેતાઓનું રિપોર્ટિંગ કરવાને બદલે સરકાર દ્વારા કાયદેસર બદલી થઈને આવેલા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નેજ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. દાંતા તાલુકામાં સાચા પત્રકારો આવા સમાચારમાં કોઈ જ રસ ધરાવતા નથી પરંતુ પીળું પત્રકારત્વ કરતા કેટલાક પત્રકારો સારા અને વ્યવસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.
   પીળું પત્રકારત્વ કરતા પત્રકારો પર ચૂંટણી પંચ અને માહિતી ખાતાએ તાત્કાલિક ધોરણે તેમના કાર્ડ જપ્ત કરીને તેમને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, પત્રકારની ગાઇડલાઇન જાણ્યા વિના દાંતા તાલુકામાં ઉઘરાણા કરતાં પત્રકારોનો મોટો ફાટ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને માહિતી ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે આવા પત્રકારોને રૂબરૂ બોલાવીને તેમની પાસેથી જવાબ લેવો જોઈએ. કેટલાક પત્રકારો પોતાનું નામ અંગ્રેજીમાં લખી શકતા નથી અને પત્રકાર વિશે પાંચ લાઈન લખી શકતા નથી તેવા લોકો હાલમાં પત્રકારના કાર્ડ લઈ લઈ અને સાચા અધિકારીઓ અને સાચા કર્મચારીઓને બદનામ કરી રહ્યા છે. દાંતા તાલુકાના સાચા અને એક્ટિવ પત્રકારો આવા પીળા પત્રકારત્વ કરતા પત્રકારોનું બિલકુલ સમર્થન કરતા નથી. કોઈપણ સમાચાર લખીએ ત્યારે આપણી પાસે આધાર પુરાવા હોવા જોઈએ અને જેને જેની પર આક્ષેપ કર્યા છે તેનું ઇન્ટરવ્યૂ કાયદેસર લેવું જોઈએ અને જે વસ્તુ સત્ય છે તેના પણ તમામ આધાર પુરાવા એકઠા કરીને ત્યારબાદ સમાચાર લખવામાં આવતા હોય છે.પરંતુ હાલમાં કેટલાક પત્રકારો દાંતા તાલુકામાં 1-2 હજારમાં પત્રકારના કાર્ડ લાવી સાચા અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ કરીને તેમને બદનામ કરી રહ્યા છે.
    હાલમાં આચાર સંહિતા લાગેલી છે જો આવા પત્રકારો સાચા હોય તો તેમને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચ ની વેબસાઈટ ઉપર કાયદેસર લેખિત ફરિયાદ કરવી જોઈએ પરંતુ તે કરવાને બદલે youtube ચેનલમાં આધાર પુરાવા વિનાના સમાચાર ચલાવીને ખૂબ મોટા પ્રમાણમાં પીળુ પત્રકારત્વ કરી રહ્યા છે. માહિતી ખાતુ પણ પીળુ પત્રકારત્વ ધરાવતા પત્રકારોને કોઈપણ કાર્યક્રમમાં આમંત્રણ આપતું નથી અને કોઈપણ સરકારી કાર્યક્રમમાં પણ youtube પત્રકારને પાસ મળતા નથી.

:- દાંતા તાલુકામાં ફિલ્ડ મા આવતા પત્રકારો પીળું પત્રકારત્વ કરતા નથી :-
છેલ્લા ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે કે દાંતા તાલુકામાં 150 પત્રકાર 200 પત્રકાર પણ હકીકતમાં દાંતા તાલુકામાં કાયદેસર અને એક્ટિવ પત્રકારો ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા દાતા તાલુકામાં 2022 વિધાનસભા ચૂંટણી માટે અંદાજે 10 જેટલા પત્રકારોને જ પાસ ઇસ્યુ કરાયા છે. આમ કોઈપણ અધિકારીઓ અને કર્મચારીને બદનામ કરતા youtube ચેનલના પત્રકારોને આજીવન માહિતી ખાતા તરફથી પાસ આપવામાં આવતા નથી. જે પણ લોકો આવા youtube અને પીળું પત્રકારત્વ ધરાવતા પત્રકારથી કંટાળ્યા હોય તેમને સમાચાર ની લીંક અને પેપર સાથે રજીસ્ટર ન્યૂઝ પેપર ઓફ ઇન્ડિયા ને લેખિત ફરિયાદ કરવી.

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.