પોસ્ટ્સ

બનાસકાંઠામાં પાણી ચોરો સામે કડક કાર્યવાહી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ*

છબી
બનાસકાંઠામાં પાણી ચોરો સામે કડક કાર્યવાહી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરા     બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલની સૂચનાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ   અમીરગઢ 04, ભાભર 20, દાંતા 07, દાંતીવાડા 34, ડીસા 37, દિયોદર 23, ધાનેરા 27, પાલનપુર 17, સુઇગામ 69, થરાદ 52 અને વાવ 76 મળી કુલ  366 ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા      બનાસકાંઠા જિલ્લામાં પ્રજાજનોને પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી પાઇપલાઇન નાંખવામાં આવી છે. જોકે, કેટલાક શખ્સો આ પાઇપલાઇનમાં તોડફોડ કરી કાણા પાડી પાણીની ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા અને પાણી ચોરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલે સુચના આપતા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પગલે પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ પ્રસરી જવા

સંદેશ દૈનિક સામે બદનક્ષી પુરવાર...ડી જી વણજારાના 51 કરોડ ના દાવા સામે 15 કરોડ ચૂકવવા સંદેશ ને કોર્ટ નો આદેશ

છબી
સંદેશ દૈનિક સામે બદનક્ષી પુરવાર... ડી જી વણજારાના 51 કરોડ ના દાવા સામે  15 કરોડ ચૂકવવા સંદેશ ને કોર્ટ નો આદેશ નડિયાદ.30/04/22 ગુજરાત ના અગ્રણી દૈનિક પેપર સંદેશ ના માલિકો દ્વારા દ્વેષભાવ પૂર્ણ અને બદનક્ષી કરતા સમાચારો છાપવા બદલ અમદાવાદ સીટી સિવિલ જજ દ્વારા કસૂરવાર ઠેરવી રાજ્ય ના પૂર્વ ડીજી ડી જી વણજારા ને 15 કરોડ ચૂકવવા આદેશ કરતા અખબારી આલમ મા સન્નાટો છવાયો છે. ગુજરાત રાજ્ય મા સરકારો અને બ્યુરોક્રસી સામે સતત જનતા ના સવાલો ઉઠાવી સત્ય લખવાના પ્રયાસો ને બદલે પૂર્વગ્રહ અને દ્વેષપૂર્ણ સમાચારો થકી રાજ્ય ના તત્કાલીન ડીજી શ્રી વણજારા વિરૂધ્ધ તોફાની અહેવાલો લખી  સંદેશ દૈનિક અખબાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલો ની સત્યતા ને જૂનાગઢ અને હિંમતનગર કોર્ટ મા ચેલેન્જ કરવામાં આવી હતી. જેમાં ડીજી વણજારા દ્વારા ભારતીય દંડ સંહિતા ની વિવિધ કલમો થકી દાદ માંગવામાં આવી હતી અને અમદાવાદ સીટી મા સિવિલ સ્યુટ દાખલ કરી વર્ષ 2000 મા સંદેશ વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી આરંભી હતી.અને બદનક્ષી બદલ 51 કરોડ નો દાવો માંડ્યો હતો  23 વર્ષ લાંબી લડત બાદ અમદાવાદ સીટી સિવિલ જજ અધ્યારું દ્વારા 51 કરોડ ની બદનક્ષી

મહિલા સશક્તિકરણના કારણે વધુંમાં વધું મહિલાઓ નોકરી અને વ્યવસાયના જુદા જુદા ક્ષેત્રોમાં નોધનીય સંખ્યામાં જોડાઇ છે. પરંતુ મહિલાઓના નોકરી અને વ્યવસાયના કામકાજના સ્થળે તેઓ નિર્ભયતાથી, કોઇ પણ જાતના ડર કે જાતિય સતામણી વગર પોતનુ કાર્ય કરી શકે તે માટે

છબી
મહિલા સશક્તિકરણના કારણે વધુંમાં વધું મહિલાઓ નોકરી અને વ્યવસાયના જુદા જુદા ક્ષેત્રોમાં નોધનીય સંખ્યામાં જોડાઇ છે. પરંતુ મહિલાઓના નોકરી અને વ્યવસાયના કામકાજના સ્થળે તેઓ નિર્ભયતાથી, કોઇ પણ જાતના ડર કે જાતિય સતામણી વગર પોતનુ કાર્ય કરી શકે તે માટે કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અધિનીયમ – ૨૦૧૩ અસ્તિત્વમાં છે. જે કાયદા અંતર્ગત કામકાજનું સ્થળ એટલે  (૧) કોઇપણ વિભાગ/ખાતું, સંગઠન, ઉપક્રમ, ઉધોગસાહસ, સંસ્થા, કચેરી વગેરે જેવી શાખા અથવા એકમ, જેની સ્થાપના, માલિક, નિયંત્રણ સંપુર્ણપણે કે આંશિક, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેની નાણા વ્યવસ્થા યોગ્ય સરકાર અથવા સ્થાનિક, સતાતંત્ર, સરકારી કંપની અથવા નિગમ અથવા સહકારી મંડળી દ્વ્રારા કરવામાં આવી હોય. (૨) કોઇપણ ખાનગી ક્ષેત્ર, સંગઠન અથવા ખાનગી સાહસ, ઉપક્ર્મ ઉધોગસાહસ, સંસ્થા, ટ્રસ્ટ, બિનસરકારી સંગઠન, એકમ અથવા વાણિજ્યિક રીતે, વ્યવસાયિક રીતે, ધંધાદારી રીતે, શૈક્ષણિક રીતે, મનોરંજન, આરોગ્ય સેવાઓ, ઉત્પાદન, પુરવઠો, વેચાણ, વિતરણ વગેરે સહિત નાણાંકીય પ્રાવૃતિઓ દ્વ્રારા સેવાઓ પૂરી પાડનાર સર્વિસ પ્રોવાઇડર. (૩) હોસ્પિટલો અથવા નર્સિંગહોમ (૪) નિવાસી કે તાલીમ, ખ

મેઘરજ તાલુકાના મોટીમોરી ગામે નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવા માટે તા. ૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે

છબી
મેઘરજ તાલુકાના મોટીમોરી ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવા માટે  તા. ૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે મોડાસા, શનિવાર- સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના ઠરાવ ક્રમાંક વભદ/ ૧૦/૨૦૧૫/ ૨૬૨૪/ક, તા. ૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇ પ્રમાણે અરવલ્લી જિલ્લાનામેઘરજ તાલુકાના મોટીમોરી ગામે (અ ) વધુ અંતરના કારણે (બ )  જન સંખ્યાના  ધોરણે ( ક) રાજીનામાના કારણે (ડ ) પરવાનો રદ થવાના કારણે બંધ થયેલ દુકાન માટે ધનસુરા તાલુકાના નાણાં ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવાની થાય છે.        અ દુકાન ખોલવા માટે જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવુ કે પંચાયત , મહિલાઓનુ સ્વસહાય જૂથ, સ્વસહાય જૂથ ( અન્ય ) સહકારી મંડળી અરજી કરી શકશે દુકાનનુ સંચાલન મહિલાને અથવા મહિલાઓને સાંપવાનુ રહેશે આમ સંસ્થા/મંડળી/ જુથ ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા રોજગાર અથવા શિક્ષિત પુરૂષ  બેરોજગાર પણ અરજી કરી શકશે આ અંગેના નિયત નમુનામાં કોરા અરજી  પત્રકો કે જે તાલુકા મામલતદાર કચેરી મેઘરજ થી રૂબરૂમાં વિના મૂલ્યે મળી શકશે. અરજી પત્રકો કચેરી કામકાજ

ધનસુરા તાલુકાના નાણાં ગામે નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ) ખોલવા માટે તા.૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે

છબી
ધનસુરા તાલુકાના નાણાં ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ) ખોલવા માટે  તા.૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે મોડાસા, શનિવાર- સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના ઠરાવ ક્રમાંક વભદ/ ૧૦/૨૦૧૫/ ૨૬૨૪/ક, તા. ૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇ પ્રમાણે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાણાં ગામે (અ ) વધુ અંતરના કારણે (બ )  જન સંખ્યાના  ધોરણે ( ક) રાજીનામાના કારણે (ડ ) પરવાનો રદ થવાના કારણે બંધ થયેલ દુકાન માટે ધનસુરા તાલુકાના નાણાં ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ) ખોલવાની થાય છે.        અ દુકાન ખોલવા માટે જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવુ કે પંચાયત , મહિલાઓનુ સ્વસહાય જૂથ, સ્વસહાય જૂથ ( અન્ય ) સહકારી મંડળી અરજી કરી શકશે દુકાનનુ સંચાલન મહિલાને અથવા મહિલાઓને સાંપવાનુ રહેશે આમ સંસ્થા/મંડળી/ જુથ ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા રોજગાર અથવા શિક્ષિત પુરૂષ  બેરોજગાર પણ અરજી કરી શકશે આ અંગેના નિયત નમુનામાં કોરા અરજી  પત્રકો કે જે તાલુકા મામલતદાર કચેરી ધનસુરાથી રૂબરૂમાં વિના મૂલ્યે મળી શકશે. અરજી પત્રકો કચેરી કામકાજના ક

અરવલ્લી જિલ્લાના ઓળખપત્ર મેળવવા ઈચ્છુક કલાકારોએ સાધનિક પુરાવા રજૂ કરવાના રહેશે

છબી
અરવલ્લી જિલ્લાના ઓળખપત્ર મેળવવા ઈચ્છુક કલાકારોએ સાધનિક પુરાવા રજૂ કરવાના રહેશે મોડાસા, શનિવાર- કલાકાર કલ્યાણનિધિની વહીવટી સમિતિએ નક્કી કર્યા અનુસાર કલાકારની વ્યાખ્યામાં આવતા કલાકારો કે જે સંગીત, નૃત્ય, નાટ્ય, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, ગ્રાફિક્સ, તેમજ લોકશૈલીની પારંપારિક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકરોએ કે જેઓનું કોઈ ક્ષેત્રે કે એકથી વધારે ક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષ નોંધપાત્ર પ્રદાન કર્યુ હોય તેવા કલાકારોને તથા માન્ય કલા સંસ્થા જે પાંચ વર્ષ કે વધુથી કાર્યરત હોય તેવી સંસ્થાના વધુમાં વધુ ત્રણ હોદ્દેદારોને ઓળખપત્ર મળી શકશે. તેમજ માન્ય સંસ્થાએ નોંધણીના દાખલાની પ્રમાણિત નકલ તથા પ્રમુખ-ઉપપ્રમુખ મંત્રી વિ.હોદ્દેદારો (વધારેમાં વધારે ત્રણ)ની વિગતો મોકલવાની રહેશે. જે કલાકાર દૂરદર્શન,આકાશવાણીની પેનલ પર પાંચ વર્ષથી સક્રિય હોય અથવા માહિતી ખાતાની પેનલ પર હોય અને માહિતી ખાતા અથવા રાજ્ય સરકારના કાર્યક્રમમાં પાંચ વર્ષથીસક્રિય હોય અથવા સરકારના કાર્યક્રમો સાથેપાંચ વર્ષથી સંકળાયેલા હોય અને તે અંગેના પુરાવા રજૂ કરશે તેવા કલાકારો ઓળખપત્ર મેળવી શકશે, અરવલ્લ

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામના વતની એવા પ્રજાપતિ કમલેશભાઈ પ્રભુજી તરફથી અમાવસ ના પાવન દિવસે લુવાણા ગામ ની સોટા ની રળાવુ ગાયો ને એક ટોલી લીલા રજકાનુ દાન કરવામાં આવ્યું

છબી
થરાદ તાલુકાના લુવાણા કળશ   ગામના વતની એવા પ્રજાપતિ કમલેશભાઈ પ્રભુજી તરફથી અમાવસ ના પાવન દિવસે લુવાણા ગામ ની સોટા ની રળાવુ ગાયો ને એક ટોલી લીલા રજકાનુ દાન કરવામાં આવ્યું  અને પાછલા કેટલા વર્ષોથી લુવાણા કળશ ગામમાં સોટા ની રળાવુ ગાયો ની સેવા કરવામાં આવે છે અને પ્રજાપતિ કમલેશભાઈ પ્રભુજી ગઈ સાલ પણ એક ટોલી રજકા બાજરી નું દાન કર્યો હતો અને આ સાલ પણ અમાવસ ના પાવન દિવસે ફરીથી એક ટોલી રજકા બાજરી નું દાન કરવામાં આવ્યુ અને મનોજભાઈ બાદરમલ શાહ લુવાણા કળશ હાલ પુના મહારાષ્ટ્ર તરફથી નીરજ શાહ નો જન્મદિવસ નિમિત્તે એક ગાડી તડબૂચ ભેટ લુવાણા કળશ ગામ ના ગ્રામજનો પોતાનો અમૂલ્ય સમય કાઢી  ગાયોની સેવા કરી રહ્યા છે ગ્રામજનોને ગાયો પ્રત્યે લાગણી અને પ્રેમ હોઈ કોઈપણ સમયે ગાયોની સેવા કરવા માટે ગામના દરેક સમાજના યુવાનો ગાયોની સેવા કરતા હોય છે અને આ ભાગીરથ કાર્યમાં ગ્રામજનો સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છે અને ખાસ કરીને લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજી ઉપાસક અને ગૌભક્ત એવા શ્રી નરસી એચ દવે અને તેમના સાથી મિત્રો વિષ્ણુભાઈ દવે અને વાલજીભાઈ  નાઈ અને નેનમલ ભાઈ શાહ અને અન્ય મિત્ર દ્વારા ગાયો માટે સતત દરરોજ સે

બનાસકાંઠા દાંતા મા ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા બાપ દીકરા સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ*દાંતા પોલીસ મથકે ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે

છબી
બનાસકાંઠા દાંતા મા ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા બાપ દીકરા સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ* દાંતા પોલીસ મથકે ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે     બનાસકાંઠાનો દાંતા તાલુકો એક અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે જ્યા બધીજ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે દાંતા ગામ એક મોટું ગામ છે જયાં બજાર મા લોકો તેમની  જીવન જરૂરિયાત બધીજ ચીજ વસ્તુઓ ખરીદવા આવતા હોય છે તેવામાં દાંતા પિકપ સ્ટેન્ડ ની બાજુમાં આવેલ ચામુંડા કલોથ નામની દુકાન માંથી એક ઠાકોર સમાજ ના ગ્રાહકે  કાપડ ખરીદેલ અને ઘરે જઈ ખરીદેલા કાપડમાં ખામી આવતા તે દુકાનદાર પાસે કાપડ બદલી આપવા કહેતા દુકાનદાર ગ્રાહક પર ઉશ્કેરાઈને કહેલ કે તારું કાપડ નહીં બદલાય તારાથી જે થાય તે કરી લેવું તેનાથી નારાજ થયેલ ગ્રાહકે દાંતા ગ્રાહક સુરક્ષા અધિકારીને આ વેપારી વિરૂધ ફરિયાદ આપેલ ગ્રાહકના ફરિયાદ ના આધારે ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા આ દુકાનદાર ને નોટિસ આપવામાં આવેલ જેની જાણ આ વેપારીને થતા આ વેપારિએ ઠાકોર સમાજ ના આ ગ્રાહક જોડે જઇ સમાજ વિસે ભૂંડી ગાળા ગાળી કરતા ગ્રાહકે દાંતા પોલીસ સ્ટેશન મા આ વેપારી વિરૂદ્ધ લેખિત મા ફરિયાદ આપેલ છે છતાં હજુ

કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ પછી, શિક્ષણ નીતિમાં ફેરફાર થયો છે. નવી શિક્ષણ નીતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.બ્યુરો રિપોર્ટ PHN NEWS ગુજરાત

છબી
*તાજા સમાચાર*   કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે.  34 વર્ષ પછી, શિક્ષણ નીતિમાં ફેરફાર થયો છે.  નવી શિક્ષણ નીતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.   *5 વર્ષ મૂળભૂત*   1. નર્સરી @4 વર્ષ   2. જુનિયર કેજી @5 વર્ષ   3. Sr KG @6 વર્ષ   4. ધોરણ 1 @7 વર્ષ   5. ધોરણ 2 @8 વર્ષ   *3 વર્ષની તૈયારી*   6. ધોરણ 3 @9 વર્ષ   7. ધોરણ 4 @10 વર્ષ   8. ધોરણ 5 @11 વર્ષ   *3 વર્ષ મધ્ય*   9. ધોરણ 6 @12 વર્ષ   10.Std 7 @13 વર્ષ   11.Std 8 @14 વર્ષ   *4 વર્ષ માધ્યમિક*   12.Std 9 @15 વર્ષ   13.Std SSC @16 વર્ષ   14.Std FYJC @17 વર્ષ   15. STD SYJC @18 વર્ષ   *ખાસ અને મહત્વની બાબતો*:   *બોર્ડ માત્ર 12 માં વર્ગમાં હશે, કોલેજની ડિગ્રી 4 વર્ષની*   *10 મો બોર્ડ સમાપ્ત*   *હવે 5 મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે.  બાકીનો વિષય, ભલે તે અંગ્રેજી હોય, પણ એક વિષય તરીકે ભણાવવામાં આવશે.*    *હવે માત્ર 12 મી બોર્ડની પરીક્ષા આપવી પડશે.  જ્યારે અગાઉ 10 મી બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય.*   *પરીક્ષા સેમેસ્ટરમાં 9 થી 12 વર્ગ

ભિલોડાના માંકરોડા ફાયરીંગ બટ વિસ્તારમાં ૩૧ મેં સુધી પ્રતિબંધ*****

છબી
ભિલોડાના માંકરોડા ફાયરીંગ બટ વિસ્તારમાં  ૩૧ મેં  સુધી પ્રતિબંધ       અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ગામમાં ફાયરીંગ બટ આવેલો છે. આ બટ માં ઓ.એન. જી.સી. જિ.મહેસાણા ખાતેના રા.અ.પો, દળ, જુથ–૧૫ ના અધિકારી / જવાનોનું સને-૨૦૨૨ના વર્ષના પ્રથમ તબક્કાનું ફાયરીંગ પ્રેક્ટીસ કરવાનું હોઈ પોલીસ અધિક્ષકશ્રી,અરવલ્લી મોડાસા દ્વારા તા.૩૧ માર્ચ  ૨૦૨૨ થી  મંજુરી પત્ર આપેલ છે.       જે અંતર્ગત  સેનાપતિશ્રી, રા.અ.પો , દળ , જુથ – ૧૫ ઓ.એન. જી.સી. જિ.મહેસાણા તા.૬ એપ્રિલ  ૨૦૨૨ પત્રથી મંજૂરી આપેલ છે. જેથી આ બટ વિસ્તારની હદમાં રહેતા આજુબાજુનાં પ્રજાજનોની સલામતી જાળવવા ગુજરાત પોલીસ અધિનિયમન ૧૯૫૧ અન્વયે તા.૦૧  મેં થી  તા. ૩૧ મેં  ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.        જે અંતર્ગત શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીના, જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી-મોડાસા સને ૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૭ (૪) થી  મળેલ સત્તાની રૂએ  અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ખાતેના  બટમાં વર્ષના પ્રથમ તબક્કાનું ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોઈ ઉક્ત બટ વિસ્તારની આજુબાજુની વ્યકિતઓએ ઉપરોકત જમીનની આજુબાજુ ૧.૬ કી.

સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા દસ્તાવેજોની નોધણી તથા તેને આનુષાંગિક તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ કરેલ ‘’ gARVI 2.0 ‘’ વેબ એપ્લિકેશનમાં કરવાની રહેશે*

છબી
*સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા  દસ્તાવેજોની નોધણી  તથા તેને આનુષાંગિક  તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ  કરેલ ‘’ gARVI 2.0 ‘’   વેબ એપ્લિકેશનમાં  કરવાની રહેશે    મોડાસા, ગુરૂવાર-  હાલમાં રાજયની સબ રજીસ્ટાર  કચેરીઓમાં રજુ થતા દસ્તાવેજોની નોંધણી તથા તેને આનુંષાંગિક કામગીરી નેશનલ  ઇન્ફોમેટીક સેન્ટર (NIC ) દ્રારા  સંચાાલિત  ,ગરવી, સોફટવેર મારફત થાય છે હાલના ટેકનોલોજીના યુગમાં ગરવી સોફટવેરમાં જરૂરી સુધારા- વધારા કરી તેને અપ્રગેડ/રીવેમ્પ  કરવુ જરૂરી  જણાાતાં અને દસ્તાવેજ નોંધણીની પ્રકિયામાં વધુ પારદર્શકતા લાવવા તથા પક્ષકારોનો કિમતી  સમય હેતુથી gARVI  વેબ એપ્લિકેશન ને  અપગ્રેડ /રીવેમ્પ કરેલ છે.            આથી સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા  દસ્તાવેજોની નોધણી  તથા તેને આનુષાંગિક  તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ  કરેલ ‘’ gARVI 2.0 ‘’   વેબ એપ્લિકેશનમાં થાય તે અંગે શરૂઆતના તબકકે સબ રજીસ્ટ્રાર કચેરી ઉપલેટા જી. રાજકોટ,  ધનસુરા, જી. અરવલ્લી,  ઠાસરા જી. ખેડા .વિસાવદર,જી. જુનાગઢ, વિજાપુર  જી.

मानव स्वास्थ्य की परिभाषा से कोसों दूर करता नशा ...ज्योति बाबा

છબી
मानव स्वास्थ्य की परिभाषा से कोसों दूर करता नशा ...ज्योति बाबा  नशा रोग के चलते देश पर बढ़ रहा आर्थिक बोझ..ज्योति बाबा  खूबसूरत जिंदगी को बदरंग बना रही रहा नशा...ज्योति बाबा  हुक्काबारों में नशे के धुए के रूप में उड़ता बचपन..ज्योति बाबा  कानपुर l नशा रोग के चलते बच्चों का बचपन बीमार व वीराना हो रहा है क्योंकि खेलने कूदने के पलों में बीमारियों के लग जाने से पूरे जीवन के लिए मायूसी और अवसाद का शिकार बन रहा है विश्व स्वास्थ संगठन के मुताबिक शारीरिक मानसिक और सामाजिक रूप से पूर्ण स्वस्थ होना ही मानव स्वास्थ्य की परिभाषा है जबकि नशा रोग के चलते मानव स्वास्थ्य की परिभाषा से कोसों दूर हो गया है उपरोक्त बात सोसायटी योग ज्योति इंडिया के तत्वाधान में राजाराम इंटर कॉलेज फतेहपुर के सहयोग से नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के अंतर्गत नशा का सांकेतिक पुतला दहन के बाद हुई स्वास्थ्य सभा में अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही,ज्योति बाबा ने कहा कि हम छोटी-छोटी बातों में घर परिवा

ભારતીય બૌદ્ધ સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી

છબી
ભારતીય બૌદ્ધ સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી ભારતીય બૌદ્ધ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભંતે સંઘપ્રિય રાહુલજીના નેતૃત્વમાં તાજેતરમાં તાલ કટોરા ઈન્ડોર સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે સામાજીક સમરસતા, સમાનતા અને કર્તવ્ય નિષ્ઠાની પ્રતિમૂર્તિ, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા, ભારત રત્ન, બૌધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૩૧ મી જન્મ જયંતિના ઉપક્રમે સામાજીક સમરસતા તથા મહિલા કલ્યાણ સશક્તિકરણ મહા સંમેલન -૨૦૨૨ નું ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સંઘમાં ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે હર્ષદકુમાર ખેમચંદભાઈ સોલંકી યુવા અેડવોકેટ અને નોટરી (ડીસા) ની નિમણૂંક કરી જવાબદારી સોંપવામાં આવી. તથા ભારત સરકારના કેન્દ્રીય  રાજ્ય મંત્રી અર્જુન મેઘવાલના વરદ હસ્તે તેમનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું. ઉપરોક્ત સંમેલનમા તેમની સાથે ભારતીય બૌદ્ધ સંઘના વરિષ્ઠ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ચૌહાણ તથા ભારતીય બૌદ્ધ સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકે નવા વરાયેલા મોહનભાઈ અેમ. મકવાણા (પાલનપુર) પણ ઉપસ

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે માટેકડક કાર્યવાહીના ભાગરૂપે નાગરીકોને ભાગીદારી માટે અપીલ કરવામાં આવી*

છબી
*જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે માટે કડક કાર્યવાહીના ભાગરૂપે નાગરીકોને ભાગીદારી માટે અપીલ કરવામાં આવી         બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે. જેથી સમુહલગ્નોના આયોજકોએ લગ્નગ્રંથીથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઈ કરી લેવા જણાવવામાં આવે છે. હાલમાં ચાલતી લગ્ન સીઝન તેમજ અખાત્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે મોટાભાગે લગ્નો થતા હોઈ અરવલ્લી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સા

વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

છબી
વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી  તેના વિરોધમાં આજે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન બનાસકાંઠા પ્રમુખ નવિન પરમાર તથા માજી ધારાસભ્યશ્રી ગોવાભાઇ દેસાઇ કોંગ્રેસ તાલુકા સમિતિ પ્રમુખ રમેશ સિંહ તથા શહેર કોંગ્રેસ સમિતિ શૈલેષ વ્યાસ તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સુરેશભાઇ સતવારીયા તથા ગૌતમભાઈ છત્રાલિયા તથા શંકરભાઈ ડાભી તથા પોપટજી દેલવાડીયા તથા પ્રકાશભાઈ ભરતિયા તથા હર્ષદભાઈ પરમાર તથા પ્રવીણભાઈ વકીલ તથા ગણપતભાઇ પરમાર જિલ્લા તાલુકાના ડેલીગેટ શ્રી ઓ તથા કોંગ્રેસના કાર્યકરો તથા એસ.સી એસ.ટી સમાજના આગેવાનો દ્વારા નાયબ કલેકટર સાહેબ શ્રી ડીસા ને સંબોધીને ગુજરાતના મહામહીંમ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ PHN NEWS 

લ્યો બોલો દાંતા તાલુકાના ગંગવા ગામમાં ગ્રામ સભાના દિવસે જ ખંભાતી તાળાં ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સતત ગેરહાજર રહેવાની ફરિયાદો ઉઠવા છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી મૌન

છબી
લ્યો બોલો દાંતા તાલુકાના ગંગવા ગામમાં ગ્રામ સભાના દિવસે જ ખંભાતી તાળાં  ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સતત ગેરહાજર રહેવાની ફરિયાદો ઉઠવા છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી મૌન દાંતા તાલુકાના ગંગવા ગામમાં અનેક ફરિયાદો ઉઠ તી હોય છે ત્યારે ગામમાં લોકોને પડતી મુશ્કેલીઓ નો નિકાલ કરવા માટે ગ્રામ સભા યોજવામાં આવતી હોય છે અને જે પણ પ્રશ્ર્ન હોય તે ગ્રામ સભામાં રજુઆતો કરવાની છે અને ગંગવા ગામમાં તલાટી અને સરપંચ ની ઘોર બેદરકારીના કારણે ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સરપંચ સતત ગેરહાજર રહેતાં લોકોનાં કામ નથી થતાં ત્યારે દાંતા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગંગવા ગ્રામ પંચાયત નાં તલાટી કમ મંત્રીની ઘોર બેદરકારીના કારણે પંચાયતમાં સતત ગેરહાજર રહેવાની લોકોમા ઉઠી રહી છે માંગ અને તલાટી દાંતા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ના કાયદા નું પાલન ન કરતાં હવે જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં લેશે કે નહીં લે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે  તલાટી ગ્રામ પંચાયતને પોતનો અડ્ડો સમજી બેઠેલા તલાટી કોઈ રાજકારણ સાથે સંકળાયેલા હોય અને નોકરી ન

तंबाकू सेवन से बनी बीमार फौज भारतीय अर्थव्यवस्था के लिए घातक...ज्योति बाबा

છબી
तंबाकू सेवन से बनी बीमार फौज भारतीय अर्थव्यवस्था के लिए घातक...ज्योति बाबा  तंबाकू नशा के चलते सीमा की सुरक्षा के लिए जाबाज सैनिक मिलना बना बड़ी चुनौती..ज्योति बाबा  60 करोड़ पेड़ों की मौत से 60 खरब सिगरेट का होता निर्माण..ज्योति बाबा  80 लाख लोगों की मौत का कारण बनी तंबाकू..ज्योति बाबा  कानपुर l तंबाकू डायन हर साल 80 लाख लोगों की प्रत्यक्ष मौत का कारण बन चुकी है और इसमें हर वर्ष 20% तक की बढ़ोतरी हो रही है यह न सिर्फ व्यक्तिगत स्वास्थ्य को मिटाती है बल्कि वायु प्रदूषण बढ़ाने के कारण संपूर्ण मानव जाति को बीमार बनाने का काम कर रही है क्योंकि 60 खरब सिगरेटो के निर्माण के लिए 60 करोड़ पेड़ों को काटा जाता है जबकि एक जंगल तैयार होने में लगभग 25 वर्ष लग जाते हैं इसीलिए तंबाकू को जीवन से निकालकर प्रभु राम जी को अपने दिलों में उतार लें तो हर पल आनंद के सकारात्मक नशे में मदहोश रहेंगे उपरोक्त बात सोसायटी योग ज्योति इंडिया व बंदना वेलफेयर सोसायटी के संयुक्त तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के अंतर्गत विश्व स्वास्थ्य दिवस की थीम हमारा ग्रह हमारा स्वास्थ्य पर किदवई नगर

आजादी गौरव यात्रा 16 दिन में 390 किलोमीटर पदयात्रा करते हुए आज सुबह उदयपुर पहुंची उ

છબી
आजादी गौरव यात्रा 16 दिन में 390 किलोमीटर पदयात्रा करते हुए आज सुबह उदयपुर पहुंची उदयपुर पूरे शहर में कांग्रेस के कार्यकर्ता एवं आम जनता ने जगह-जगह बड़े उत्साह के साथ यात्रा का स्वागत किया गांधी मैदान में यात्रा का विश्राम एवं आम सभा भी हुई इस सभा में कांग्रेस के राष्ट्रीय प्रवक्ता पवन खेरा जी कांग्रेस के सीडब्ल्यूसी मेंबर रघु मीणा जी और सेवा दल के राष्ट्रीय अध्यक्ष लालजी देसाई एवं सेवादल प्रदेशाध्यक्ष हेम सिंह शेखावत ने यात्रा को संबोधित किया विचारधारा और आजादी के इतिहास को लेकर विस्तार से चर्चा हुई वर्तमान परिस्थिति में जिस प्रकार के से नफरत फैलाकर और  बुलडोजर चलाकर देश को तबाह करने का प्रयास हो रहा है उस की घोर निंदा की गई। आजादी के जंग में लड़ने वाले महान वीर वीरांगनाओं को याद करते हुए दूसरी आजादी के जंग की देश को बहुत ही आवश्यकता है उस पर भी गहराई से चर्चा हुई। मेवाड़ की क्रांतिकारी  धरती से मिट्टी और पानी स्थानीय नेताओं ने सेवादल के यात्रियों को भेंट किया। ब्यूरो रिपोर्ट PHN NEWS 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમીક્ષા બેઠક યોજાઇ*

છબી
*ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમીક્ષા બેઠક યોજાઇ*  --------- *અરવલ્લી જિલ્લાના ૬૦ કેન્દ્રો પરથી ૨૧,૨૭૦ ઉમેદવારો આ પરીક્ષા આપશે* ------- *૬૦ બિલ્ડિંગ અને ૭૦૯ બ્લોકમાં આ પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ* ------- *સંપૂર્ણ સી.સી.ટી.વી. ના નિરીક્ષણ હેઠળ પરીક્ષા યોજાવાં તંત્ર સજ્જ* -------- આગામી તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજનાર છે. અરવલ્લી જિલ્લાના ૬૦ કેન્દ્રો પર યોજાનાર પરીક્ષાની તૈયારી અંગે ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી નાગરાજન અધ્યક્ષતા અને જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સુચારૂ વ્યવવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં પરીક્ષા માટેની એસ.ઓ.પી નું પાલન થાય તથા સંવેદનશીલ કેન્દ્રો પર વધુ ધ્યાન આપીન

સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળો યોજાયો

છબી
સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળો યોજાયો   મોડાસા, ગુરૂવાર - સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન આરોગ્ય શાખા જીલ્લા પંચાયત, અરવલ્લી અને જીલ્લા વહીવટી તંત્ર , અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી, ધનસુરા મારફતે કરવામાં આવેલ. આ બ્લોક હેલ્થ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કીરણબા તખતસિંહ પરમાર, સરપંચશ્રી હેમલત્તાબેન પટેલ, સામાજિક કાર્યકર અને અરવલ્લી જીલ્લા ભાજપ પ્રેસ પ્રતિનિધિ શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ આર જે શ્રીમાળી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ જે કે પ્રણામી ,મામલતદારશ્રી ચેતનસિંહ ઝાલા, તેમજ અન્ય મહાનુભવો અને આગેવાનો હાજર રહેલા. આ બ્લોક હેલ્થ મેળામાં આરોગ્ય વિભાગ , મહિલા અને બાળ વિકાસ વિભાગ, આયુર્વેદિક વિભાગ, પંચાયત વિભાગ, રમત-ગમત વિભાગ વગેરે દ્વારા સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સ્ટોલ દ્વારા આઈ.ઈ.સી કરવામાં આવેલ તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત , સર્જન ડોક્ટર , જનરલ ફિઝિશિયન ,દાં

સુવિધાઓ અપાવવામાં મહત્ત્વનુ યોગદાન આપીને પાયાની સુવિધા મેળવવા માટે પુરાવા તરીકે ચુંટણીકાર્ડ રાશનકાર્ડ આધારકાર્ડ જાતિના પ્રમાણપત્ર અપાવ્યા છે સાથે સાથે દેવિપુજકમાં જાગૃતિ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે

છબી
ગઈ કાલે તા-19/04/2022ને મંગળવારે ગામ મોડાસરમાં વિચરતી વિમુકત જાતિ સમુદાય મંચ મિત્તલબેન પટેલ ગૃપ અને તેમના ફિલ્ડ વર્કરો મધુબેન તેમજ હિરેનભાઈ દેવિપુજક સમાજના અગ્રણી રુપાલિયા પ્રહલાદભાઈની આગેવાની હેઠળ લોભ કે લાલચ વિના એક પણ રુપિયો લીધા વગર વર્ષોથી વિચરતી જાતિના દેવિપુજકો જાતિના પ્રમાણ પત્રો આપ્યા હતા. જેવાકે ચુંટણીકાર્ડ આધારકાર્ડ રાશનકાર્ડ સખીમંડળ લોન સહાય શિક્ષણ સહાય અપંગો નિરાધાર સહાય જેવી આવી અનેક સુવિધાઓ અપાવવામાં મહત્ત્વનુ યોગદાન આપીને પાયાની સુવિધા મેળવવા માટે પુરાવા તરીકે ચુંટણીકાર્ડ રાશનકાર્ડ આધારકાર્ડ જાતિના પ્રમાણપત્ર અપાવ્યા છે સાથે સાથે દેવિપુજકમાં જાગૃતિ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે

[19/04, 12:39 pm] 24PLive News: Ditails of the newly built Sanadar dairy plant,Increasing farmers' income with Bio- CNG Plant in Banas dairy [19/04, 1:06 pm] 24PLive News: बनास डेयरी में बायो सीएनजी प्लांट से किसानों की आयत बढ़ेगी,नवनिर्मित सनादर डेयरी प्लांट

છબી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી

છબી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની લીધી મુલાકાત :વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી:-  ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા દેશને મોટી તાકાત આપી શકે તેનું પ્રત્યક્ષ પ્રમાણ બનાસ ડેરી છે*  નાના ખેડૂતોની મોટી ચિંતા કરવાનું, તેમની જવાબદારી માથે લેવાનું કામ આ સરકારે કર્યું બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ ૭૫ તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કરતા પ્રધાનમંત્રીશ્રી .મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:- *• ઉત્તર ગુજરાતના પશુપાલકો- દૂધ ઉત્પાદકના જીવનમાં નવી રોશની લાવવામાં આ પ્

ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા અરજદાર મેહુલભાઈ ખત્રી ને સાથે રાખી પત્રકાર એક્તા સંગથન ડીસા દ્વારા દક્ષિણ પોલીસ સહિત પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ.

છબી
ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા અરજદાર મેહુલભાઈ ખત્રી ને સાથે રાખી પત્રકાર એક્તા સંગથન ડીસા દ્વારા દક્ષિણ પોલીસ સહિત પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ. ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. સરકાર દ્વારા પ્લાસ્ટિકને લઈ કડક કાયદા બનાવવામાં આવ્યા છે અને અગાઉ જ્યારે ૧૯ માઈક્રોન સુધીનું પ્લાસ્ટિક પ્રતિબંધિત હતું તે હવે ૫૧ માઈક્રોનનો માપદંડ કરી દેવામાં આવ્યો છે.. પરંતુ ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેકવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની હિમાયત કરી ચૂક્યા છે.. પરંતુ તેમ છતાં ડીસામાં જે રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે.. હવે જાણો પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે.. પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે કે જેનો નાશ કરવો લગભગ અશક્ય છે.. પૃથ્વી પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થઈ રહ્યો છે.. જે પર્યાવરન મ

ઝીરો માઇક્રોનની પ્લાસ્ટિકની થેળીઓના વેચાણ પર છે પ્રતિબંધ..

છબી
ઝીરો માઇક્રોનની પ્લાસ્ટિકની થેળીઓના વેચાણ પર છે પ્રતિબંધ..  ડીસામાં એક જાગૃત પત્રકાર દ્વારા આ થેલીઓના વેચાણના કૌભાંડનો લાઈવ પર્દાફાશ કરતા નગરપાલિકા આવી એક્શનમાં..   અધિકારીઓના દરોડા દરમ્યાન ઝડપાયો થેલીઓનો જથ્થો.. વ્યાપારીએ કેમેરાની સામે જ કરી ઉઠાંતરી..  પત્રકારને જોઈ લેવાની અને મારવાની આપી ધમકી...    અને પાલિકાના અધિકારીઓ પર લગાવ્યા આક્ષેપ..    દેશમાં કોઈ પણ ખોટું કાર્ય થતું અટકાવવું એ ભારતના નાગરિક તરીકે પ્રત્યેક નાગરિકની પ્રથમ ફરજ..    ખોટું કરી અને વ્યાપારીઓની આવી ખુલ્લેઆમ દાદાગીરી અને ધમકી પર કોનો હાથ જનતામાં ચર્ચાનો વિષય...PHN NEWS 

આજરોજ તારીખ:-14/04/2022 ના રોજ સરસ્વતી પોલીસના ચાર અધિકારીઓ દ્વારા ખલીપુરના હરેશજી ભરતજી ઠાકોરને ગેર કાયદેસર રીતે અમાનવીય માર મારવામા આવ્યો.

છબી
આજરોજ તારીખ:-14/04/2022 ના રોજ સરસ્વતી પોલીસના ચાર અધિકારીઓ દ્વારા ખલીપુરના હરેશજી ભરતજી ઠાકોરને ગેર કાયદેસર રીતે અમાનવીય માર મારવામા આવ્યો. હકીકત એવી છે કે સરસ્વતી પોલીસ સ્ટેશનના ચાર અધિકારીઓ દ્વારા ઠાકોર હરેશજી ભરતજીને પોલીસની પ્રાઇવેટ સ્વીફ્ટ કાર દ્વારા કાઠી તા:- હારીજ મુકામેથી ઉપાડીને સરસ્વતી પોલીસ સ્ટેશનમાં લાવતા રસ્તામાં રોડાથી વેજાવાડા ગામના વચ્ચે ગંભીર માર મારવામાં આવ્યો છે. જો ગરીબ લોકોને પોલીસ દ્વારા આમ માર મારવામાં આવશે તો લોકો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે?? વધુમાં વધુ આ મેસેજને ફોરવર્ડ કરો

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા.

છબી
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે ગૃહ રાજ્ય  મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા.  મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સ્ટોન આર્ટીઝન પાર્ક,૫૧ શક્તિપીઠ પરિસર,અને લાઇટ એન્ડ સાઉન્ડ શોની મુલાકાત લીધી.શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગુરૂવારે ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપતિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી.               આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે.પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતું. મંત્રીશ્રીએ અંબાજી ખાતેની મુલાકાત દરમિયાન સ્ટોન આર્ટીઝન પાર્ક ની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પાર્ક દ્વારા શિલ્પકળા અને પત્થરકળા ક્ષેત્રે રાજ્યમાં આ ઉધોગમાં રહેલી વિપુલ સંભાવનાઓ નો ઉપયોગ કરી આ મુલ્યવાન વારસાને આગળ ધપાવવા આરસ પત્થરોને કંડારવાની તાલીમ આપવામાં આવે છે . આ ઉ