ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમીક્ષા બેઠક યોજાઇ*

*ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમીક્ષા બેઠક યોજાઇ* 
---------
*અરવલ્લી જિલ્લાના ૬૦ કેન્દ્રો પરથી ૨૧,૨૭૦ ઉમેદવારો આ પરીક્ષા આપશે*
-------
*૬૦ બિલ્ડિંગ અને ૭૦૯ બ્લોકમાં આ પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ*
-------
*સંપૂર્ણ સી.સી.ટી.વી. ના નિરીક્ષણ હેઠળ પરીક્ષા યોજાવાં તંત્ર સજ્જ*
--------
આગામી તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજનાર છે. અરવલ્લી જિલ્લાના ૬૦ કેન્દ્રો પર યોજાનાર પરીક્ષાની તૈયારી અંગે ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી નાગરાજન અધ્યક્ષતા અને જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. 
આ બેઠકમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સુચારૂ વ્યવવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા કરી હતી.
બેઠકમાં પરીક્ષા માટેની એસ.ઓ.પી નું પાલન થાય તથા સંવેદનશીલ કેન્દ્રો પર વધુ ધ્યાન આપીને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લાના અધિકારીઓની સૂચના આપી હતી. વધુમાં તેમણે પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસ પણ સઘન નિગરાની રાખીને અસામાજિક તત્વો પરીક્ષામાં વિક્ષેપ ન પાડે તે માટે આવાં તત્વો પર અગાઉથી સઘન સર્વેલન્સ રાખવા પર ભાર મૂક્યો હતો.
પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ સાથે તેમણે પરીક્ષાના સરળ સંચાલન માટે ગૌણ સેવા મંડળની પરવાનગી સિવાયનો પરીક્ષા સાથે સંકળાયેલ સ્ટાફને પણ પરીક્ષા કેન્દ્ર અને તેનાં પરિસરમાં મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પ્રવેશે નહીં તે અંગેની કડક તપાસ કરવા અંગે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું. 
આ સિવાય જિલ્લાના પ્રાંત અધિકારીઓ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે વિવિધ પરીક્ષા કેન્દ્રોની નિગરાની રાખે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લામાં કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાના સ્ટાફને તેમની શાળાને બદલે અન્ય કેન્દ્ર પર પરીક્ષાની કામગીરી સોંપીને પરીક્ષાની ગોપનીયતા જળવાય અને શાંતિપૂર્વક પરીક્ષા યોજાય તે માટે જિલ્લા તંત્ર સજ્જ છે તેની માહિતી આપી હતી.
આ બેઠકમાં દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી., એસ.ટી. બસની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વિજળીની વ્યવસ્થા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા કરવામાં આવી હતી.
   બેઠકમાં અરવલ્લી જિલ્લામાં ૬૦ બિલ્ડિંગ અને ૭૦૯ બ્લોકમાં ૨૧,૨૭૦ ઉમેદવારોની પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ ઉભી કરાઇ છે  સુચારૂ પરીક્ષા વ્યવસ્થા માટે ૧૮ રૂટ નિયત કરાયા છે. ઉલ્લેખનીય છે કે કુલ ૬૦ પરીક્ષા કેન્દ્રો નિયત કરાયા છે તેમાં ૧૭ જિલ્લાના મુખ્ય મથક, ૧૭ તાલુકાના મુખ્ય મથકે અને ૨૬ પરીક્ષા કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારમાં છે. 
પરીક્ષા માટે ૬૦ પ્રતિનિધિ ગૌણ સેવા પરીક્ષા મંડળના, ૬૦ તકેદારી સુપરવાઇઝર, ૧૮ રૂટ સુપરવાઇઝર, ૧૮ રૂટ કલાર્ક અને ૬૦ કેન્દ્ર સંચાલકોનો સમાવેશ થાય છે. 
જિલ્લામાં પરીક્ષાને અનુલક્ષી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યા છે. બે ડીવાયએસી, ૬ પી.આઇ,૨૭૦ પોલીસ કોન્સટેબલ, ૧૮૫ હોમગાર્ડ, ૧૨૫ જીઆરડી મળી કુલ ૫૯૮ કર્મીઓ ફરજ પર તૈનાત રહેશે. 
આ ઉપરાંત કલેક્ટરશ્રીએ પરીક્ષા કેન્દ્ર પર પરવાનગી સિવાયની કોઇપણ વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ કરે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ કે કોપીયર કેન્દ્રો ચાલું ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં.
આ બેઠકમાં આવનાર પરીક્ષા અંગેની કોઇ મુશ્કેલી કે ફરીયાદ હોય તો જિલ્લા પરીક્ષા કંન્ટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવેલ છે. જે કંટ્રોલ રૂમ તા,૨૩ અને ૨૪ દરમ્યાન સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી કાર્યરત રાખવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું. 
જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાટ નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.ડી. પરમાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જે.એસ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.ડી.પટેલ સહિતના પરીક્ષા સાથે સંકળાયેલાં  અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો