ભારતીય બૌદ્ધ સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી

ભારતીય બૌદ્ધ સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી
ભારતીય બૌદ્ધ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભંતે સંઘપ્રિય રાહુલજીના નેતૃત્વમાં તાજેતરમાં તાલ કટોરા ઈન્ડોર સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે સામાજીક સમરસતા, સમાનતા અને કર્તવ્ય નિષ્ઠાની પ્રતિમૂર્તિ, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા, ભારત રત્ન, બૌધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૩૧ મી જન્મ જયંતિના ઉપક્રમે સામાજીક સમરસતા તથા મહિલા કલ્યાણ સશક્તિકરણ મહા સંમેલન -૨૦૨૨ નું ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સંઘમાં ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે હર્ષદકુમાર ખેમચંદભાઈ સોલંકી યુવા અેડવોકેટ અને નોટરી (ડીસા) ની નિમણૂંક કરી જવાબદારી સોંપવામાં આવી. તથા ભારત સરકારના કેન્દ્રીય  રાજ્ય મંત્રી અર્જુન મેઘવાલના વરદ હસ્તે તેમનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું. ઉપરોક્ત સંમેલનમા તેમની સાથે ભારતીય બૌદ્ધ સંઘના વરિષ્ઠ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ચૌહાણ તથા ભારતીય બૌદ્ધ સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકે નવા વરાયેલા મોહનભાઈ અેમ. મકવાણા (પાલનપુર) પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીર : અહેવાલ :PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો