સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળો યોજાયો

સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળો યોજાયો
  મોડાસા, ગુરૂવાર - સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન આરોગ્ય શાખા જીલ્લા પંચાયત, અરવલ્લી અને જીલ્લા વહીવટી તંત્ર , અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી, ધનસુરા મારફતે કરવામાં આવેલ. આ બ્લોક હેલ્થ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કીરણબા તખતસિંહ પરમાર, સરપંચશ્રી હેમલત્તાબેન પટેલ, સામાજિક કાર્યકર અને અરવલ્લી જીલ્લા ભાજપ પ્રેસ પ્રતિનિધિ શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ આર જે શ્રીમાળી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ જે કે પ્રણામી ,મામલતદારશ્રી ચેતનસિંહ ઝાલા, તેમજ અન્ય મહાનુભવો અને આગેવાનો હાજર રહેલા. આ બ્લોક હેલ્થ મેળામાં આરોગ્ય વિભાગ , મહિલા અને બાળ વિકાસ વિભાગ, આયુર્વેદિક વિભાગ, પંચાયત વિભાગ, રમત-ગમત વિભાગ વગેરે દ્વારા સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સ્ટોલ દ્વારા આઈ.ઈ.સી કરવામાં આવેલ તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત , સર્જન ડોક્ટર , જનરલ ફિઝિશિયન ,દાંત રોગના નિષ્ણાત, આંખ રોગના ડોક્ટર વિગેરે નિષ્ણાત ડોક્ટર મારફતે સેવા આપવામાં આવેલ. અને આ બ્લોક હેલ્થ મેળામાં PMJAY કાર્ડ, યુનિક હેલ્થ આઈ.ડી , ટેલી કન્સલટેશન, યોગા ,ચેપી તથા બિન ચેપી રોગની અટકાયતી પગલા અને નિદાન, માતા તથા બાળકના સ્વાસ્થ્યની સંભાળ, આંખ અને કાનની તપાસ, વિનામુલ્યે લેબોરેટરી તપાસ, વિનામુલ્યે દવાઓ, વિગેરે માટેની વ્યવસ્થા બ્લોક હેલ્થ મેળા દરમિયાન કરવામાં આવેલ અને ધનસુરા તાલુકાના બ્લોક હેલ્થ મેળામાં કુલ ૩૦૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.