સંદેશ દૈનિક સામે બદનક્ષી પુરવાર...ડી જી વણજારાના 51 કરોડ ના દાવા સામે 15 કરોડ ચૂકવવા સંદેશ ને કોર્ટ નો આદેશ
સંદેશ દૈનિક સામે બદનક્ષી પુરવાર...
ગુજરાત ના અગ્રણી દૈનિક પેપર સંદેશ ના માલિકો દ્વારા દ્વેષભાવ પૂર્ણ અને બદનક્ષી કરતા સમાચારો છાપવા બદલ અમદાવાદ સીટી સિવિલ જજ દ્વારા કસૂરવાર ઠેરવી રાજ્ય ના પૂર્વ ડીજી ડી જી વણજારા ને 15 કરોડ ચૂકવવા આદેશ કરતા અખબારી આલમ મા સન્નાટો છવાયો છે.
ગુજરાત રાજ્ય મા સરકારો અને બ્યુરોક્રસી સામે સતત જનતા ના સવાલો ઉઠાવી સત્ય લખવાના પ્રયાસો ને બદલે પૂર્વગ્રહ અને દ્વેષપૂર્ણ સમાચારો થકી રાજ્ય ના તત્કાલીન ડીજી શ્રી વણજારા વિરૂધ્ધ તોફાની અહેવાલો લખી સંદેશ દૈનિક અખબાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલો ની સત્યતા ને જૂનાગઢ અને હિંમતનગર કોર્ટ મા ચેલેન્જ કરવામાં આવી હતી. જેમાં ડીજી વણજારા દ્વારા ભારતીય દંડ સંહિતા ની વિવિધ કલમો થકી દાદ માંગવામાં આવી હતી અને અમદાવાદ સીટી મા સિવિલ સ્યુટ દાખલ કરી વર્ષ 2000 મા સંદેશ વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી આરંભી હતી.અને બદનક્ષી બદલ 51 કરોડ નો દાવો માંડ્યો હતો
23 વર્ષ લાંબી લડત બાદ અમદાવાદ સીટી સિવિલ જજ અધ્યારું દ્વારા 51 કરોડ ની બદનક્ષી ના દાવા સામે 15 કરોડ ચૂકવવા આદેશ કર્યો છે પ્રકાશ સોની હિંમતનગર અને તુષાર પંડયા અમદાવાદ ના કાયદા ના નિષ્ણાંત એડવોકેટ દ્વારા ડીજી વણજારા ની પેરવી કરી હતી.કોર્ટે સંદેશ લિમિટેડ અને ફાલ્ગુનભાઈ પટેલ ને એક મહિનામાં નાણાં ચૂકવવા આદેશ કર્યો છે અને વાદી વિરૂધ્ધ સમાચારો પ્રસિદ્ધ ન કરવા મનાઈ ફરમાવા માં આવી છે. બ્યુરો રિપોર્ટ PHN NEWS ગુજરાત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com