બનાસકાંઠા દાંતા મા ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા બાપ દીકરા સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ*દાંતા પોલીસ મથકે ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે

બનાસકાંઠા દાંતા મા ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા બાપ દીકરા સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ*
દાંતા પોલીસ મથકે ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે
    બનાસકાંઠાનો દાંતા તાલુકો એક અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે જ્યા બધીજ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે દાંતા ગામ એક મોટું ગામ છે જયાં બજાર મા લોકો તેમની  જીવન જરૂરિયાત બધીજ ચીજ વસ્તુઓ ખરીદવા આવતા હોય છે તેવામાં દાંતા પિકપ સ્ટેન્ડ ની બાજુમાં આવેલ ચામુંડા કલોથ નામની દુકાન માંથી એક ઠાકોર સમાજ ના ગ્રાહકે  કાપડ ખરીદેલ અને ઘરે જઈ ખરીદેલા કાપડમાં ખામી આવતા તે દુકાનદાર પાસે કાપડ બદલી આપવા કહેતા દુકાનદાર ગ્રાહક પર ઉશ્કેરાઈને કહેલ કે તારું કાપડ નહીં બદલાય તારાથી જે થાય તે કરી લેવું તેનાથી નારાજ થયેલ ગ્રાહકે દાંતા ગ્રાહક સુરક્ષા અધિકારીને આ વેપારી વિરૂધ ફરિયાદ આપેલ ગ્રાહકના ફરિયાદ ના આધારે ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા આ દુકાનદાર ને નોટિસ આપવામાં આવેલ જેની જાણ આ વેપારીને થતા આ વેપારિએ ઠાકોર સમાજ ના આ ગ્રાહક જોડે જઇ સમાજ વિસે ભૂંડી ગાળા ગાળી કરતા ગ્રાહકે દાંતા પોલીસ સ્ટેશન મા આ વેપારી વિરૂદ્ધ લેખિત મા ફરિયાદ આપેલ છે છતાં હજુ સુધી દાંતા પોલીસ દ્વારા આ માથા ભારે વેપારી પર કોઈ જ જાતની કાર્યવાહી ન થતા સમગ્ર ઠાકોર સમાજ મા રોષ જોવા મળી રહ્યો છે.....

*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.