અરવલ્લી જિલ્લાના ઓળખપત્ર મેળવવા ઈચ્છુક કલાકારોએ સાધનિક પુરાવા રજૂ કરવાના રહેશે

અરવલ્લી જિલ્લાના ઓળખપત્ર મેળવવા ઈચ્છુક કલાકારોએ સાધનિક પુરાવા રજૂ કરવાના રહેશે

મોડાસા, શનિવાર- કલાકાર કલ્યાણનિધિની વહીવટી સમિતિએ નક્કી કર્યા અનુસાર કલાકારની વ્યાખ્યામાં આવતા કલાકારો કે જે સંગીત, નૃત્ય, નાટ્ય, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, ગ્રાફિક્સ, તેમજ લોકશૈલીની પારંપારિક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકરોએ કે જેઓનું કોઈ ક્ષેત્રે કે એકથી વધારે ક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષ નોંધપાત્ર પ્રદાન કર્યુ હોય તેવા કલાકારોને તથા માન્ય કલા સંસ્થા જે પાંચ વર્ષ કે વધુથી કાર્યરત હોય તેવી સંસ્થાના વધુમાં વધુ ત્રણ હોદ્દેદારોને ઓળખપત્ર મળી શકશે. તેમજ માન્ય સંસ્થાએ નોંધણીના દાખલાની પ્રમાણિત નકલ તથા પ્રમુખ-ઉપપ્રમુખ મંત્રી વિ.હોદ્દેદારો (વધારેમાં વધારે ત્રણ)ની વિગતો મોકલવાની રહેશે.
જે કલાકાર દૂરદર્શન,આકાશવાણીની પેનલ પર પાંચ વર્ષથી સક્રિય હોય અથવા માહિતી ખાતાની પેનલ પર હોય અને માહિતી ખાતા અથવા રાજ્ય સરકારના કાર્યક્રમમાં પાંચ વર્ષથીસક્રિય હોય અથવા સરકારના કાર્યક્રમો સાથેપાંચ વર્ષથી સંકળાયેલા હોય અને તે અંગેના પુરાવા રજૂ કરશે તેવા કલાકારો ઓળખપત્ર મેળવી શકશે, અરવલ્લી જિલ્લાના ઓળખપત્ર મેળવવા ઈચ્છુક કલાકારોએ ઓળખપત્ર માટેના અરજી પત્રક (ફોર્મ) પેટે રૂ.૧૦/- આપવાના રહેશે. તેમજ તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ તથા બાયોડેટા અને જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અલગથી તેમજ જન્મતારીખના આધાર પુરાવા રજૂ કરી અરવલ્લી  જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,બ્લોક નં.એ.એસ.૧૪ બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા. અરવલ્લી અરજી પત્રક મેળવી લેવાનું રહેશે એમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અરવલ્લીની એક અખબારી યાદી દ્રારા જણાવાયુ છે.બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો