ભિલોડાના માંકરોડા ફાયરીંગ બટ વિસ્તારમાં ૩૧ મેં સુધી પ્રતિબંધ*****

ભિલોડાના માંકરોડા ફાયરીંગ બટ વિસ્તારમાં  ૩૧ મેં  સુધી પ્રતિબંધ
      અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ગામમાં ફાયરીંગ બટ આવેલો છે. આ બટ માં ઓ.એન. જી.સી. જિ.મહેસાણા ખાતેના રા.અ.પો, દળ, જુથ–૧૫ ના અધિકારી / જવાનોનું સને-૨૦૨૨ના વર્ષના પ્રથમ તબક્કાનું ફાયરીંગ પ્રેક્ટીસ કરવાનું હોઈ પોલીસ અધિક્ષકશ્રી,અરવલ્લી મોડાસા દ્વારા તા.૩૧ માર્ચ  ૨૦૨૨ થી  મંજુરી પત્ર આપેલ છે. 
     જે અંતર્ગત  સેનાપતિશ્રી, રા.અ.પો , દળ , જુથ – ૧૫ ઓ.એન. જી.સી. જિ.મહેસાણા તા.૬ એપ્રિલ  ૨૦૨૨ પત્રથી મંજૂરી આપેલ છે. જેથી આ બટ વિસ્તારની હદમાં રહેતા આજુબાજુનાં પ્રજાજનોની સલામતી જાળવવા ગુજરાત પોલીસ અધિનિયમન ૧૯૫૧ અન્વયે તા.૦૧  મેં થી  તા. ૩૧ મેં  ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. 
      જે અંતર્ગત શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીના, જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી-મોડાસા સને ૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૭ (૪) થી  મળેલ સત્તાની રૂએ  અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ખાતેના  બટમાં વર્ષના પ્રથમ તબક્કાનું ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોઈ ઉક્ત બટ વિસ્તારની આજુબાજુની વ્યકિતઓએ ઉપરોકત જમીનની આજુબાજુ ૧.૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં તા.૦૧  મેં થી  તા. ૩૧ મેં  ૨૦૨૨ સુધી સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી પ્રવેશ કરવો નહિં તથા ઉકત વિસ્તારમાં દર્શાવેલ દિવસો અને સમયે ઢોર ઢાંખર લઇને પ્રવેશ કરવો કે કરાવવો નહીં. 
      આ  જાહેરનામાનાનો ભંગ કરનાર ઉકત કલમ-૧૩૫ હેઠળ અને  ભારતના ફોજદારી અધિનિયમની  કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો