સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા દસ્તાવેજોની નોધણી તથા તેને આનુષાંગિક તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ કરેલ ‘’ gARVI 2.0 ‘’ વેબ એપ્લિકેશનમાં કરવાની રહેશે*
*સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા દસ્તાવેજોની નોધણી તથા તેને આનુષાંગિક તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ કરેલ ‘’ gARVI 2.0 ‘’ વેબ એપ્લિકેશનમાં કરવાની રહેશે
મોડાસા, ગુરૂવાર- હાલમાં રાજયની સબ રજીસ્ટાર કચેરીઓમાં રજુ થતા દસ્તાવેજોની નોંધણી તથા તેને આનુંષાંગિક કામગીરી નેશનલ ઇન્ફોમેટીક સેન્ટર (NIC ) દ્રારા સંચાાલિત ,ગરવી, સોફટવેર મારફત થાય છે હાલના ટેકનોલોજીના યુગમાં ગરવી સોફટવેરમાં જરૂરી સુધારા- વધારા કરી તેને અપ્રગેડ/રીવેમ્પ કરવુ જરૂરી જણાાતાં અને દસ્તાવેજ નોંધણીની પ્રકિયામાં વધુ પારદર્શકતા લાવવા તથા પક્ષકારોનો કિમતી સમય હેતુથી gARVI વેબ એપ્લિકેશન ને અપગ્રેડ /રીવેમ્પ કરેલ છે.
આથી સબ રજીસ્ટર કચેરીમાં આવતા અરજદારશ્રીઓ તથા સ.ર. કચેરીના કર્મચારીઓ દ્રારા દસ્તાવેજોની નોધણી તથા તેને આનુષાંગિક તમામ કામગીરી ફરજીયાતપણે અપગ્રેડ/ રીવેમ્પ કરેલ ‘’ gARVI 2.0 ‘’ વેબ એપ્લિકેશનમાં થાય તે અંગે શરૂઆતના તબકકે સબ રજીસ્ટ્રાર કચેરી ઉપલેટા જી. રાજકોટ, ધનસુરા, જી. અરવલ્લી, ઠાસરા જી. ખેડા .વિસાવદર,જી. જુનાગઢ, વિજાપુર જી. મહેસાણાા તથા લુણાવાડા જી. મહીસાગર એમ કુલ ૬ (છ) કચેરીઓમાં પ્રાયોગિક ધોરણે (પાયલોટ પ્રોજેકેટ તરીકે) તા. ૧ મે-૨૦૨૨થી અમલ કરવાનો રહેશે .
પક્ષકારે પોતાાના દસ્તાવોજોની નોંધીણી માટે https:// garvibeta Gujarat.gov.in વેબસાઇટ પર Registration મેનુના Citizen Appiication મેનુ મારફતે અરજદાર વ્યકિતનો પ્રકાર (દા.ત Individual, Advocate, Builder bank, Deed Writer ) નામ, સરનામું મોબઇલ નંબર , ઇ- મેઇલ આઇ.ડી, આઇ. ડી. પ્રૂફ નંબર વગેરે વિગતો દ્રારા લોગિન આઇ.ડી બનાવવાની રહેશે, પક્ષકાર પોતાાના લોગિન આઇ. ડી થી લોગિન થઇ તેઓની જરૂરીયાત મુજબ દસ્તાવેજની નોંધણી સંબંધિત તથા અન્ય અરજી કરી શકશે, દસ્તાવેજની નોંધણી માટે Pre- Registratlon for Document ઉપરથી New registraticn Appiication મારફત નવી અરજી કરવાની રહેશે, જરૂરી સૂચનાઓ વાંચી તેની સાથે સહમત થઇ દસ્તાવેજેની ભાષા સિલેકેટ કરી દસ્તાવેજનો પ્રકાર દસ્તાવેજ માં જણાવ્યા મુજબના આપનાર સંમતિ આપનાર પક્ષકારોની સંખ્યા લખી વિગતો સેવ કરવાની રહેશે, ત્યારબાદ દસ્તાવેજમાં જણાવ્યા મુજબ અાપનાર,લેનાર સંમતિ આપનાર તથા ઓળખાણ આપનાર વ્યકિતઓખના નામ સરનામાની વિગતો ભરી સાચવવાની રહેશે,પક્ષકારોની વિગતો ભર્યા બાદ દસ્તાવેજમાં જણાવ્યા મુજબાની મિલકતની વિગતો સેવ કરી સબ રજીસ્ટ્રાર કચેરી સિલેકટ કરવાની રહેશે, મિલકતની વિગતો સેવ કરી દસ્તાજવેજ રજુ કરનાર તથા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરનાર પક્ષકારની વિગતો સેવ કરી ત્યારબાદના સ્ટેપમાં અવેજની રકમ,બજાર કિંમત ,દસ્તાવેજના પાનાની સંખ્યા વિગેરે વિગતો ભરી રજીસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડયુટીનુ ઓનલાઇન પેમેન્ટ કરવાનુ રહેશે, પક્ષકારોશ્રીઓએ ઓનલાઇન પેમેન્ટ કરય બાદ તેની પ્રિન્ટ મેળવી, તેઓની પસંદગી મુજબ ઉપલબ્ધ તારીખ અને સમય ઓનલાઇન મેળવી મેળવેલ તારીખ અને સમય મુજબ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમા કરવાની રહેશે, અરજદારાએ તમામ વિગતો ઓનલાઇન ભરી ફોર્મ ન;- ૧ તથા જો કોઇ સુધારો જણાય તો Correction sheet પ્રિન્ટ કરી તેમાં જરૂરી સુધારો કરી અરજદારશ્રીઓની સહી સાથે કચેરીમાં રજુ કરવાનું રહેશે, ત્યારબાદ ઓનલાઇન મેળવેલ એપોઇન્ટમેન્ટ અનુસાર પક્ષકાર દ્રારા સંબંધિત સબરજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ રજુ થયેથી સબરજીસ્ટર શ્રીએ દસ્તાવેજ ની ચકાસણી કરી નોંધણીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે આ બાબતે વધુ માહિતી સંબધિત સબરજીસ્ટ્રાર કચેરી, જલ્લાની નોંધણી નિરીક્ષક કચેરી અને રાજયની નોંધણી સર નિરીક્ષકશ્રીની કચેરી માંથી અથવા ‘’GARVI ‘’ વેબસાઇટ પરથી પણ મેળવી શકાશે એમ નોંધણી નિરીક્ષક મોડાસા જી. અરવલ્લી ની એક અખબારી યાદી દ્રારા જણાવાયુ છે.બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com