મહિલા સશક્તિકરણના કારણે વધુંમાં વધું મહિલાઓ નોકરી અને વ્યવસાયના જુદા જુદા ક્ષેત્રોમાં નોધનીય સંખ્યામાં જોડાઇ છે. પરંતુ મહિલાઓના નોકરી અને વ્યવસાયના કામકાજના સ્થળે તેઓ નિર્ભયતાથી, કોઇ પણ જાતના ડર કે જાતિય સતામણી વગર પોતનુ કાર્ય કરી શકે તે માટે
મહિલા સશક્તિકરણના કારણે વધુંમાં વધું મહિલાઓ નોકરી અને વ્યવસાયના જુદા જુદા ક્ષેત્રોમાં નોધનીય સંખ્યામાં જોડાઇ છે. પરંતુ મહિલાઓના નોકરી અને વ્યવસાયના કામકાજના સ્થળે તેઓ નિર્ભયતાથી, કોઇ પણ જાતના ડર કે જાતિય સતામણી વગર પોતનુ કાર્ય કરી શકે તે માટે કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અધિનીયમ – ૨૦૧૩ અસ્તિત્વમાં છે. જે કાયદા અંતર્ગત કામકાજનું સ્થળ એટલે
(૧) કોઇપણ વિભાગ/ખાતું, સંગઠન, ઉપક્રમ, ઉધોગસાહસ, સંસ્થા, કચેરી વગેરે જેવી શાખા અથવા એકમ, જેની સ્થાપના, માલિક, નિયંત્રણ સંપુર્ણપણે કે આંશિક, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેની નાણા વ્યવસ્થા યોગ્ય સરકાર અથવા સ્થાનિક, સતાતંત્ર, સરકારી કંપની અથવા નિગમ અથવા સહકારી મંડળી દ્વ્રારા કરવામાં આવી હોય.
(૨) કોઇપણ ખાનગી ક્ષેત્ર, સંગઠન અથવા ખાનગી સાહસ, ઉપક્ર્મ ઉધોગસાહસ, સંસ્થા, ટ્રસ્ટ, બિનસરકારી સંગઠન, એકમ અથવા વાણિજ્યિક રીતે, વ્યવસાયિક રીતે, ધંધાદારી રીતે, શૈક્ષણિક રીતે, મનોરંજન, આરોગ્ય સેવાઓ, ઉત્પાદન, પુરવઠો, વેચાણ, વિતરણ વગેરે સહિત નાણાંકીય પ્રાવૃતિઓ દ્વ્રારા સેવાઓ પૂરી પાડનાર સર્વિસ પ્રોવાઇડર.
(૩) હોસ્પિટલો અથવા નર્સિંગહોમ
(૪) નિવાસી કે તાલીમ, ખેલકૂદ અથવા તેને લગતી પ્રવૃતિઓ માટે ઉપયોગમાં લેવાતી હોય કે ન લેવાતી હોય એવી કોઇપણ, ખેલકૂદ સંસ્થા, સ્ટેડિયમ, રમતગમત સંકુલ અથવા રમતગમતનું સ્થળ.
(૫) નિયોક્ત દ્વ્રારા પુરી પાડવામાં આવતી પરિવહન સેવાઓ, રોજગારને કારણે અથવા આવી મુસાફરી કરવા માટે રોજગારના સમય દરમ્યાન નિયોક્તા દ્વ્રારા મુલાકાત લેવામાં આવતી હોય એવું કોઇપણ સ્થળ.
આવા ઉપર જણાવ્યા મુજબના સ્થળો કે જ્યાં ૧૧ થી વધુ કર્મચારીઓ/કામદારો હોય તેવી જગ્યાઓએ મહિલા કર્મચારીઓ/કામદારોની જાતીય સતામણી સામે રક્ષણ માટે “ આંતરીક સમીતી ” ની રચના કરવી ફરજીયાત છે.
આંતરિક સમિતિની રચના કેવી રીતે કરવી ?
(૧) કામકાજના સ્થળના દરેક નિયોક્તાએ લેખિતમાં આદેશ આપીને “આંતરિક સમિતિ” તરીકે ઓળખાતી એક આંતરિક સમિતિની રચના કરવાની રહેશે.
પરંતુ, કામકાજનાં સ્થળોની કચેરીઓ અથવા વહીવટી એકમો જુદી જુદી જગ્યાએ અથવા વિભાગ અથવા પેટા વિભાગ સ્તરે આવેલાં હોય ત્યાં તમામ વહીવટી એકમો અથવા કચેરીઓ ખાતે આંતરિક સમિતિની રચના કરવાની રહેશે.
(૨) આ આંતરિક સમિતિ નિયોક્તા દ્વ્રારા નિમવાના નીચેના સભ્યોની બનેલી હશે. એટલે કે :-
(ક) એક પ્રમુખ અધિકારી, જે કામકાજના સ્થળે કામદારોમાંવરિષ્ઠ કક્ષા/ સ્તરે નિમાયેલા મહિલા કામદાર હશે.
પરંતુ, વરિષ્ઠ કક્ષા/સ્તરે નિમાયેલા મહિલા કામદાર ઉપલબ્ધ ન હોય એવા કિસ્સામાં, અન્ય કચેરીઓમાંથી અથવા પેટા ઉપરોક્ત (૧) માં નિર્દિષ્ટ કરેલા કામકાજના સ્થળના વહીવટી એકમોમાંથી આ પ્રમુખ અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે.
વધુમાં અન્ય કચેરીઓ અથવા કામકાજના સ્થળના વહીવટી એકમોમાં વરિષ્ઠ કક્ષા/ સ્તરે નિમાયેલા મહિલા કામદાર ઉપલબ્ધ ન હોય એવા કિસ્સામાં, તે જે નિયોક્તા અથવા કોઇ અન્ય કામકાજના સ્થળ અથવા અન્ય વિભાગ/ખાતા અથવા સંગઠનમાંથી આ પ્રમુખ અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે.
(ખ) કામદારો પૈકી ખાસ કરીને, મહિલાના ઉદ્દેશ્યો માટે કટિબધ્ધ અથવા જેઓ સામાજિક કાર્યનો અનુભવ અથવા કનૂની જાણકારી ધરાવતા હોય એવા બે થી ઓછા સભ્યો ન હોવા જોઇએ.
(ગ) એક સભ્ય, મહિલા ઉદ્દેશ્યો માટે કટિબધ્ધ બિનસરકારી સંગઠનો મંડળોમાંથી અથવા જાતિય સતામણીની સમસ્યાઓથી પરિચિત હોવો જોઇએ.
પરંતુ,આ રીતે નિયુક્ત કરેલા કુલ સભ્યોના ઓછમાં ઓછા અર્ધા સભ્યો મહિલાઓ હોવા જોઇએ.
(૩) પ્રમુખ અધિકારી અને આંતરિક સમિતિના દરેક સભ્યો, નિયોક્તા દ્વ્રારા નિર્દિષ્ટ કરવામાં આવે એ મુજબ, તેમની નામનિયુક્તિની તારીખથી ત્રણ વર્ષથી વધુ નહીં એટલી મુદ્દત સુધી આ પદ ધારણ કરશે.
(૪) બિનસરકારી સંગઠનો અથવા મંડળોમાંથી નિમાયેલ સભ્ય આંતરિક સમિતિની બેઠકો માટે નિયોક્તા દ્વ્રારા નિર્દિષ્ટ કરવામાં આવે એ મુજબની ફી અથવા ભથ્થા મેળવશે.(આ સાથે સામેલ કાયદામાં જણાવેલ જોગવાઇઓ મુજબ)
કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અધિનીયમ – ૨૦૧૩ અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લંઘન કરવા બદલ અધિનિયમની કલમ ૨૬(ગ) મુજબ રૂ.૫૦,૦૦૦/- સુધીનો દંડ થઇ શકે છે. અરવલ્લી જીલ્લામાં આવેલ ઉપર જણાવ્યા મુજ્બના તમામ કામકાજના સ્થળોએ મહિલાઓની જાતીય સતામણી નિવારવા માટે આંતરીક સમીતીની રચના કરવા અરવલ્લી જીલ્લા કલેક્ટરશ્રી દ્વારા પરીપત્ર કરી લાગતા વળગતા તમામ વિભાગોને સુચના આપવામાં આવી છે.બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com