મેઘરજ તાલુકાના મોટીમોરી ગામે નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવા માટે તા. ૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે
મેઘરજ તાલુકાના મોટીમોરી ગામે નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવા માટે તા. ૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે
મોડાસા, શનિવાર- સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના ઠરાવ ક્રમાંક વભદ/ ૧૦/૨૦૧૫/ ૨૬૨૪/ક, તા. ૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇ પ્રમાણે અરવલ્લી જિલ્લાનામેઘરજ તાલુકાના મોટીમોરી ગામે (અ ) વધુ અંતરના કારણે (બ ) જન સંખ્યાના ધોરણે ( ક) રાજીનામાના કારણે (ડ ) પરવાનો રદ થવાના કારણે બંધ થયેલ દુકાન માટે ધનસુરા તાલુકાના નાણાં ગામે નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવાની થાય છે.
અ દુકાન ખોલવા માટે જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવુ કે પંચાયત , મહિલાઓનુ સ્વસહાય જૂથ, સ્વસહાય જૂથ ( અન્ય ) સહકારી મંડળી અરજી કરી શકશે દુકાનનુ સંચાલન મહિલાને અથવા મહિલાઓને સાંપવાનુ રહેશે આમ સંસ્થા/મંડળી/ જુથ ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા રોજગાર અથવા શિક્ષિત પુરૂષ બેરોજગાર પણ અરજી કરી શકશે આ અંગેના નિયત નમુનામાં કોરા અરજી પત્રકો કે જે તાલુકા મામલતદાર કચેરી મેઘરજ થી રૂબરૂમાં વિના મૂલ્યે મળી શકશે. અરજી પત્રકો કચેરી કામકાજના કલાકો દરમ્યાન તા. ૧૭ મે -૨૦૨૨ સુધીમાં ( જાહેર રજાના દિવસો સિવાય ) મામલતદાર કચેરી મેઘરજ માંથી મેળવી લેવાના રહેશે, સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરેલા અરજી પત્રકો તે જ કચેરીમાં તા. ૧૭ મે -૨૦૨૨ સુધીમાં પહોંચાડવાના રહેશે અરજીપત્રક ઉપર રૂા. ૨૦ /- ની કિમંતનો નોનજયુડીશીયલ એડહેસીવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે.મુદત બહાર તેમજ અધુરી વિગતે રજૂ કરેલ અરજી પત્રકો રદ બાતલ ગણવામમાં આવશે.
શરુ થનાર તમામ વાજબી ભાવના દુકાનના સંચાલકે/સંસ્થાએ ફરજિયાતપણે કોમ્પ્યુટર/ લેપટોપ /હેન્ડહેલ્ડ ટર્મીનલ / પ્રિન્ટર અને બાયોબેટ્રીક ડિવાઇસ તથા ઇલેકટ્રીક વજન કાંટો વસાવવાનો રહેશે.
આ જાહેરાતથી જે દુકાનો માટે અરજી આવશે તેની ફાળવણી ઉપરદર્શાવેલ અગ્રતા ક્રમ મુજબ જ કરવામાં આવશે શિક્ષિત મહિલા બેરોજગાર અને પુરૂષ બેરોજગાર માટે અનામત ટકાવારીના નિયમો વિભાગના તા. ૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવ મુજબ યથાવત રહેશે, એમ અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્ર કુમાર મીનાની એક અખબારી યાદી દ્રારા જણાવાયુ છે.બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com