બનાસકાંઠામાં પાણી ચોરો સામે કડક કાર્યવાહી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ*
બનાસકાંઠામાં પાણી ચોરો સામે કડક કાર્યવાહી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરા
બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલની સૂચનાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ
અમીરગઢ 04, ભાભર 20, દાંતા 07, દાંતીવાડા 34, ડીસા 37, દિયોદર 23, ધાનેરા 27, પાલનપુર 17, સુઇગામ 69, થરાદ 52 અને વાવ 76 મળી કુલ 366 ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં પ્રજાજનોને પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી પાઇપલાઇન નાંખવામાં આવી છે. જોકે, કેટલાક શખ્સો આ પાઇપલાઇનમાં તોડફોડ કરી કાણા પાડી પાણીની ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા અને પાણી ચોરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલે સુચના આપતા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પગલે પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સાથે સાથે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ છેક અંતરિયાળ વિસ્તારના ગામડાઓ સુધી પાઈપ લાઈન નાખી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી મળતા લોકો રાહત અનુભવી રહ્યા છે. જોકે, કેટલાક શખ્સો આ પાઇપલાઇનમાં તોડફોડ કરી કાણા પાડી પાણીની ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા અને પાણી ચોરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે સુચના આપતા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૩૬૬ ગેરકાયદે કનેકશનો કાપી ૫૭ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અમીરગઢ 04, ભાભર 20, દાંતા 07, દાંતીવાડા 34, ડીસા 37, દિયોદર 23, ધાનેરા 27, પાલનપુર 17, સુઇગામ 69, થરાદ 52 અને વાવ 76 મળી કુલ 366 ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે સૂઇગામ તાલુકાના- 9 થરાદના- 20 તેમજ વાવના 28 મળી કુલ- 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ડી. એમ. બુબડીયાએ જણાવ્યું છે.
*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com