ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા અરજદાર મેહુલભાઈ ખત્રી ને સાથે રાખી પત્રકાર એક્તા સંગથન ડીસા દ્વારા દક્ષિણ પોલીસ સહિત પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ.
ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા અરજદાર મેહુલભાઈ ખત્રી ને સાથે રાખી પત્રકાર એક્તા સંગથન ડીસા દ્વારા દક્ષિણ પોલીસ સહિત પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ.
ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. સરકાર દ્વારા પ્લાસ્ટિકને લઈ કડક કાયદા બનાવવામાં આવ્યા છે અને અગાઉ જ્યારે ૧૯ માઈક્રોન સુધીનું પ્લાસ્ટિક પ્રતિબંધિત હતું તે હવે ૫૧ માઈક્રોનનો માપદંડ કરી દેવામાં આવ્યો છે.. પરંતુ ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેકવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની હિમાયત કરી ચૂક્યા છે.. પરંતુ તેમ છતાં ડીસામાં જે રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે.. હવે જાણો પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે.. પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે કે જેનો નાશ કરવો લગભગ અશક્ય છે.. પૃથ્વી પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થઈ રહ્યો છે.. જે પર્યાવરન માટે ખૂબ જ ખતરનાક છે.. પર્યાવરન માટે ખતરનાક પ્લાસ્ટિકને અટકાવવા માટે ડીસા નગરપાલિકાની જે ઉદાસીનતા છે તે શરમજનક બાબત છે.. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા શહેરમાં પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.. પરંતુ વર્તમાન શાસનમાં તો પ્લાસ્ટિકનું જે રીતે વેચાણ થઈ રહ્યું છે તે ડીસા નગરપાલિકાની ઉદાસીનતા દર્શાવી રહી છે.. ડીસા નગરપાલિકા જ્યારે સ્વતંત્ર પર્વ પર આમંત્રણ પત્રિકાઓ છપાવે છે ત્યારે તેના પર મોટા ઉપાડે પ્લાસ્ટિક મુક્ત ડીસા લખે છે.. પરંતુ શહેરમાં પ્લાસ્ટિકનો આ કચરો જ દર્શાવી રહ્યો છે કે ડીસામાં પ્લાસ્ટિકનો વપરાશ કેટલો થઈ રહ્યો છે.. ડીસામાં પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માં પાલિકા દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે અને તે જ પાલિકાની મનસા પર સવાલ ઊભા કરી રહી છે. ડીસામાં મોટા ભાગનો કચરો પ્લાસ્ટિકનો કચરો જોવા મળી રહ્યો છે અને શહેરમાં ચડે ચોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે.. શહેરના રસ્તાઓ પર પણ મોટા પ્રમાણમા પ્લાસ્ટિકનો કચરો જોવા મળી રહ્યો છે. અને આજ પ્લાસ્ટિક રખડતા પશુ પણ આરોગી રહ્યા છે.. ખાસ કરીને અબોલ ગાયો મોટી સંખ્યામાં ભોગ બની રહી છે.
નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ડીસા શહેરમાં ૨૦ માઇક્રોનથી નીચી ગુણવત્તાનાં પ્લાસ્ટિક નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જે મુદ્દે એક પત્રકાર મેહુલભાઈ ખત્રી દ્વારા ફેસબુક પર લાઈવ કરી પ્લાસ્ટિકના વેપારીઓ સામે બાય ચડાવી હતી ત્યારે પ્લાસ્ટિકના વેપારી દ્વારા ધમકી આપવામાં આવતા પત્રકાર મેહુલભાઈ ખત્રી દ્વારા પ્લાસ્ટિક ની દુકાન માલિક સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે મુદ્દે આજે પત્રકાર એક્તા સંગથનના પ્રમુખ નટવરજી ઠાકોર ઉર્ફે ચકાભાઈ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ ત્રેવીદી સાથે મોટીસંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહીને ડીસા શહેર નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરને રૂબરૂમાં સરકારે આ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આજે બાંયધરી આપવામાં આવી હતી બ્યુરો રીપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com