પોસ્ટ્સ

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે આ સાલ કલેશહર માતાજી નો મેળો ભરાસે

છબી
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે આ સાલ કલેશહર માતાજી નો મેળો ભરાસે  થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે કોરોના ના કારણે પાછલા ત્રણ વર્ષથી મેળો કોરોના ના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આ સુખ શાંતિ હોવાથી આ સાલ મેળો નુ લુવાણા કળશ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને હોળી પછી સાતમ આઠમ અને નમ આ ત્રણ દિવસ મેળો રહેશે અને લુવાણા કળશ ના આજુબાજુના ગામના લોકો રાધન છઠના દિવસે  પ્રસાદ બનાવવામાં આવે છે અને સાતમના દિવસે તે બનાવેલ ઠંડો પ્રસાદ બાજરી બનાવલ ઘે અને દહી અને માતર અને એક મિઠાની થેલી શીતળા માતાજીને ચઢાવવામાં આવે છે અને સાતમ ના પુરા દિવસે તમામ ભાવિ ભક્તો અને સનાતન ધર્મ પ્રેમી ઓ તે દિવસે ઠંડો પ્રસાદ આરોગ્ય છે અને આ શીતળા માતાજી આ મંદિર પ્રાચીન કાળ વખતનો આવેલ છે હજારો વર્ષ જુનુ આ  મંદિર છે અને વર્ષમાં બે વખત ભવ્ય મેળો ભરાય છે ગોકુળ આઠમ પહેલા સાતમના દિવસે અને બીજો ફાગણ વદ સાતમ આઠમ અને નામનો ભરાય છે અને આ મેળામાં ની  આ મેળા ની અંદર ચકડોળ અને મોત કુવો અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ચાલતા ચકડોળ હીચકા હોય છે અને પૂરા ગુજરાત ભરના ભાવિ ભક્તો માતાજીના દર્શનનો લાભ લે છે અને આ માતાજી

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ માટે સતત 73મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ માટે સતત 73મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો  11મુખી હનુમાનજી સ્થાન તથા અન્નક્ષેત્ર ભૂરિયા  સતત આ પંથકમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આવા હલાહલ કળિયુગમાં પણ 11મુખી હનુમાન દાદા ના  પરમ ભક્ત સંત ઘેવરદાસ બાપુ વિશ્વ કલ્યાણ માટે સવા વર્ષ સુધી દર શનિવારે સુંદર કાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ જે પુર્ણ થયા પછી પણ ભકતજનોના અદભૂત સાથ સહકાર તથા માંગના કારણે  જેનો શાસ્ત્રોમાં ખૂબ ખૂબ મોટો મહિમો બતાવેલ છે  તેવા સુંદરકાંડનો પાઠ માનસ કથાકાર  વિક્રમભાઈ દવે સ્વરમાં માલી પૂનમાભાઈ માલાજી માલી તથા રમેશભાઈ માંનાજી માલી મુ ભૂરિયા તા થરાદ  ના સૌજન્યથી 73મો કરવામાં આવેલ જેમા બહોળી સંખ્યામાં ભક્તજનો એ શ્રવણનો લાભ લીધેલ તેમાં ગણમાન્ય લોકો એ હાજરી આપેલ  74મા સંગીતમય સુંદરકાંડનો પાઠ તા 26/3/22 ને શનિવારે ડો. ભરતભાઈ સાંમાજી ઠાકોર મુ જડિયાલી ના સૌજન્યથી યોજાશે .ટુંક સમયમાં આ સ્થાને આ વિસ્તારના એકમાત્ર 11મુખી હનુમાન દાદા ની પથ્થરમાંથી નિર્મિત 31ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા 150 ટનથી વધુ વજનની નિર્માણ થશે કળિયુગમાં

પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ

છબી
*_પત્રકાર એકતા સંગઠન_* પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ ગુજરાતના 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓની કારોબારીની રચના કરવા અંગેની ની મિટિંગ હોટેલ રાજવીના હોલ ખાતે યોજાઇ હતી. આ મિટિંગ માં  પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયાની રાહબરી હેઠળ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા , પ્રદેશ અગ્રણી શ્રી અંબારામ રાવલ, ઝોન-6ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન-6ના સહપ્રભારી દિનેશભાઈ કલાલ, ઝોન-8ના પ્રભારી હેમૂભા વાઘેલા, ઝોન-8ના સહપ્રભારી કમલેશભાઈ પટેલ તથા પાટણ જિલ્લા સંગઠનના મહામંત્રી નિલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. બેઠકનું સંચાલન પીઢ પત્રકાર અને જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ જયંતિભાઈ માંડલિક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભવોનું હાજર તમામ મહેસાણા જિલ્લાના  તેમજ તમામ તાલુકાના  પત્રકાર મિત્રોએ પુષ્પ અર્પણ કરી સન્માન કર્યું હતું. પત્રકાર એકતા સંગઠન ના

આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

છબી
આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા, 19 માર્ચ: મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી જન જાગૃતિ માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી રહેલ છે. એમાંય "આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર" આંદોલન આ મોડાસા પંથકમાં ક્રાન્તિ કરી રહ્યું છે. ગત દિવસ એવો એક કાર્યક્રમ થયો જેમાં નવ દંપતિ જેમને ગર્ભ ધારણ થયેલ નથી. તેઓને પોતાની આગલી પેઢી  જન્મથી જ સંસ્કારવાન બને તે માટેના સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અગિયાર નવ દંપતિ એ આ પ્રિ-પ્લાનીંગ- શ્રેષ્ઠ ગર્ભ ધારણ સંસ્કાર માટે જોડાયા હતા.       આ ગર્ભ ધારણ સંસ્કાર  કરાવનાર દંપતિએ ગર્ભ રહેતા પહેલાં પોતાની આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું ? એવું ખૂબ જ ઝીણવટથી સમજાવવામાં આવે છે. આવા શ્રેષ્ઠ માર્ગદર્શન પછી જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારે જે સંતાન જન્મ ધારણ કરે તે ખૂબ જ તંદુરસ્ત , ખૂબ જ સંસ્કારવાન હોય જે આગળની પેઢીમાં શ્રેષ્ઠ સાબિત થાય. 

ડીસામાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરાઈ....*

છબી
*ડીસામાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરાઈ...       ડીસા શહેરમાં નાના-મોટા બધા ભેગા મળીને પરિવાર સાથે તેમજ મહોલ્લામાં આનંદ-ઉલ્લાસ સાથે ધૂળેટીની મજા નો સર્વ લોકોએ ધામધૂમથી રંગો સાથે આનંદભેર ઉત્સવ મનાવ્યો હતો.                     PHN NEWS 

લોકનિકેતન વિનયમંદિર લવાણા શાળાનું ઇનોવેશન રાજ્ય કક્ષાએ પ્રદર્શિત કરાયું...

છબી
લોકનિકેતન વિનયમંદિર લવાણા શાળાનું ઇનોવેશન રાજ્ય કક્ષાએ પ્રદર્શિત કરાયું. .. જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઇડર દ્વારા આયોજિત સાતમો રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ઇડર મુકામે યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી પ્રથમ ક્રમે રહેલ લોકનિકેતન વિનયમંદિર લવાણાના શિક્ષક શ્રી  મનોજકુમાર એસ.ચોખાવાલાએ પોતાનો નવતર પ્રયોગ ' હેતુલક્ષી પ્રશ્નોનું સ્વ મૂલ્યાંકન' રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ પરિષદ બનાસકાંઠાના ડી.આઈ.સી. ડૉ.દેસાઈ સાહેબ કે.આર.પી. શ્રી પંકજભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ, શિક્ષણ સચિવશ્રી વિનોદભાઈ રાવ સાહેબ,ડાયેટના પ્રાચાર્યશ્રી પોરાણિયા  સાહેબ, ડૉ.નિષાદ ઓઝા સાહેબ, 33 જિલ્લાના ઇનોવેટિવ શિક્ષકો અને આચાર્યશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાપન પ્રસંગે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા PHN NEWS 

દાંતા તાલુકાના નાગેલ ગામમાં કાપેલા ઘઉં માં આગ લાગતાં લાખોનુ અનાજ બળીને ખાખ થઇ ગયું*

છબી
દાંતા તાલુકાના નાગેલ ગામમાં કાપેલા ઘઉં માં આગ લાગતાં લાખોનુ અનાજ બળીને ખાખ થઇ ગયું* નાગેલ ગામમાં કોઈ કારણસર બે ખેતરમાં આગ લાગતાં અનાજ બળીને ને ખાખ થયું દાંતા તાલુકો એક પછાત તાલુકા તરીકે ઓળખાય છે અને દાંતા તાલુકામાં ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે અને દાંતા તાલુકામાં બાજરી મકાઈ અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે ત્યારે દાંતા તાલુકાના નાગેલ ગામમાં કોઈ કારણસર કાપેલા ઘઉંમાં આગ લાગતાં ખેતર માલિક દ્વારા આગને કાબુમાં લાવવા અનેક પ્રયત્નો કર્યા હતા છતાં પણ આગ કાબુમાં ન આવતાં ખેતરમાં કાપેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે ખેતર માલિક દ્વારા પુછતા જણાવ્યું હતું કે કોઈ કારણસર ખેતરમાં આગ લાગી છે અને અમારે લાખોનુ નુકસાન થયું હતું અને ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળતાં ખેતર માલિક ના આંખ માં આંસુ આવી ગયાં હતાં અને આગ ક્યાં કારણસરે લાગી હતી એ હજુ ચોક્કસ પણે જાણવા નથી મળ્યું ત્યારે લાખોનો ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતાં ખેતર માલિક ને રોવાનો વારો આવ્યો અને ચાર મહિનાની મહેનત ઉપર ખેતર માલિક ને પાણી ફરી વળતાં ખેતર માલિક ઉપર રોષ ફેલાયો જોવા મળ્યો હતો રિપોર્ટર જ્યોતિ ઠાક

ડીસામાં હોલિકા દહન* વર્ષો જૂની પરંપરાગત રીતે આજે ડીસા ખાતે તારીખ 17/3/2022 ને શુક્રવારે ગાંધી ચોક માં, હોલીકા દહન

છબી
*ડીસામાં હોલિકા દહન      વર્ષો જૂની પરંપરાગત રીતે આજે ડીસા ખાતે તારીખ 17/3/2022 ને શુક્રવારે ગાંધી ચોક માં, હોલીકા દહન કરવામાં આવશે હોલીકા દહન નો સમય સાંજે સાત કલાક નો રાખવામાં આવેલ છે અને ડીસા ના અનેક વિસ્તારોમાં હોલીકા દહન નો કાર્યક્રમ યોજાયોશે જેમકે ખાડિયા, રાજપુર,રીસાલા બજાર, તેમજ શેરી મહોલ્લાઓ માં ગ્રામજનો દ્વારા હોળી પૂજન કરી સાંજે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે તેમજ લોકોએ હોળી ના સ્થાને વાજતે ગાજતે  ઢોલ શરણાઈ ને ડીજેનાતાલે અનેક નાના બાળકોને ઢુઢાડવા ની વર્ષો જૂની પરંપરા અને આજે પણ નિભાવી અને અનેક નાના બાળકોને લઈ હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ ધાણી વગેરે પવિત્ર મા વસ્તુઓ હોમી અને પૂજન કરવામાં આવેલ           બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી મંદિર માં દર્શનાર્થીઓ ની ભીડ ઉમટી

છબી
હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી મંદિર માં દર્શનાર્થીઓ ની ભીડ ઉમટી. યાત્રાધામ અંબાજી માં જગતજનની અંબા નું શક્તિ પીઠ આવેલું છે. માતાજી ના દર્શન કરવા રોજ દરરોજ હજારો ની સંખ્યા માઇભક્તો અંબાજી આવે છે. પણ વાર તવહારે યાત્રાધામ અંબાજી માં વિશેષ ભીડ જોવા મળતી હોય છે. આજે હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી માં લોકો ની ભારી ભીડ જોવા મળી હતી. હોળી ના મહાપર્વ પર આજે અંબાજી ખાતે સ્થાનિક અને બાહર થી આવતા લોકો ની ભારી ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર માં માતાજી ના દર્શન કરવા દર્શનાર્થીઓ ની ભીડ ઉમડી હતી.  હોળી ના પર્વ પર સ્થાનિક લોકો અને આજુ બાજુના આદિવાસી લોકો અંબાજી ના બજારો માં ખરીદારી કરવા આવી હોળી પર્વ ની ઉજવણી કરી હતી.રંગો ના ત્યોહાર હોળી ભાઈચારા નો પ્રતીક ગણાતો હોય છે. લોકો એક બીજા સાથે મળીને મનાવે છે.  આજે અંબાજી માં હોળી ના દિવસે માતાજી  દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ડીસા શહેરમાં મારવાડી લોકો ની વસ્તી વધુ હોઈ હોળી- ધુળેટી ના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે

છબી
રાજસ્થાની સિંધી ગેવર ની બોલબાલા ડીસા શહેરમાં મારવાડી લોકો ની વસ્તી વધુ હોઈ હોળી- ધુળેટી ના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે રંગોથી ધુળેટી નો તહેવાર જોરદાર રીતે મનાવવામાં આવી રહ્યો છે હોળી ધુળેટી ના તહેવારમા મહેમાનો ધરે આવતા હોવાથી તેમનુ સ્વાગત કરવામાં મો મીઠું કરાવવા માટે રાજસ્થાની સિંધી મારવાડી ગેવર નો‌ વધુ પડતો ઉપયોગ થતો હોઈ ડીસામાં મીઠાઈ ની દુકાનો પર‌ હોળી- ધુળેટી ના તહેવારમા મારવાડી સિંધી ગેવર બનાવતા હોઈ લોકો આ મારવાડી સિંધી ગેવર ખરીદતા હોય છે ત્યારે મારવાડી ગેવર બનાવતા કારીગરો નજરે પડે છે. બ્યુરો રિપોર્ટ PHN News બનાસકાંઠા

અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓના ત્રાસથી યાત્રિકો હેરાન પરેશાન દારૂના નશામાં ધૂત રહી જાહેર માર્ગ ઉપર દબાણો કરીને યાત્રિકો સાથે ગંદી ભાષાનો ઉપયોગ કરતા લારીઓ તાત્કાલિક હટાવવાની માંગ

છબી
અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓના ત્રાસથી યાત્રિકો હેરાન પરેશાન  દારૂના નશામાં ધૂત રહી જાહેર માર્ગ ઉપર દબાણો કરીને યાત્રિકો સાથે ગંદી ભાષાનો ઉપયોગ કરતા લારીઓ તાત્કાલિક હટાવવાની માંગ અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અને અંબાજીમાં દિવસના હજારો યાત્રિકો માં થી દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ અંબાજીમાં દેશી વિદેશી દારુની રેલમછેલ થઇ રહી અને અંબાજીના ભાટવાસ અને આઠ નંબર વિસ્તાર તો જ્યારે રાજસ્થાન માં છુટી છે તેજ રીતે આ વિસ્તારોમાં દેશી દારુના સ્ટેન્ડ આપવામાં આવ્યા ત્યારે અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓ દારૂના નશામાં ધૂત રહીને સોડાની લારીઓ લઈને ઊભા રહે છેત્યારે બસ સ્ટેન્ડ આગળ થી મંદિર જતા યાત્રિકો સાંભળતાં હોય ત્યારે મન ફાવે તેમ ગંદી ભાષાનો ઉપયોગ કરતા હોય ત્યારે અંબાજી મંદિર નું નામ ખરાબ ન થાય તે પહેલાં તાત્કાલિક ધોરણે લારીઓ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી અને મળતી માહિતી મુજબ સોડાની લારીઓ ની હાડમા દારુનું પણ બસ આ આગળ થતું હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે તો પોલીસ દ્વારા વહેલી ત

લુવાણા ક પ્રાથમિક શાળામાં આજ તારીખ 16/3/2022 ના રોજ 12 થી 14 વર્ષ ના બાળકો ને કોરોના વેક્સિન આપવાનું પારંભ કરવામાં આવ્યો

છબી
લુવાણા ક પ્રાથમિક શાળામાં આજ તારીખ 16/3/2022 ના રોજ 12 થી 14 વર્ષ ના બાળકો ને કોરોના વેક્સિન આપવાનું પારંભ કરવામાં આવેલ, આ ઉદઘાટન પ્રસંગે ગામના લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, નાનજીભાઈ ઝાલા જી ડેપ્યુટી સરપંચ શ્રી, વાઘેલા દેવરાજ ભાઈ મંડળી ના મંત્રી શ્રી,જી ટી પટેલ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઇઝર શ્રી, ડુગરાભાઈ તથા સંજય ભાઈ મલેરીયા તથા શુભાગબેન આશાવર્કર  ગીતાબેન,તથા જમનાબેન શાળા આચાર્ય શ્રી કેસાભાઈ પરબત ભાઈ માસ્તર અને ગૌભક્ત શાસ્ત્રી  નરસી એચ દવે તથા શાળા ના સ્ટાફે હાજરી આપી બાળકોને રસી અપાવી.  બ્યુરો ચીફ પ્રધાન સિંહ પરમાર PHN NEWS 

શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી

છબી
- શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન એમ.એલ.ચૌધરી એ તપાસ કમીટીની કરી હતી રચના - બનાસ બેંક માં 40 અધિકારી-કર્મચારીઓની ખોટી ભરતી કરી હોવાનું ખુલ્યું તપાસમાં આપણી બેંક બનાસ બેંક" ના જનરલ મેનેજર અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ અશોક ચૌધરી ને ભરતી કૌભાંડ સહિત માં સંડોવણી બહાર આવી છે. જેથી બનાસ બેંક ની વહીવટી કમિટી એ અશોક ચૌધરી ની હકાલપટ્ટી કરતાં ચહલ પહલ વ્યાપી જવા પામી હતી.  ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન તેમજ બનાસ બેંક ના તત્કાલીન ચેરમેન શંકર ચૌધરી ના એક હથ્થુ શાસન અને સગાવાદ તેમજ પરીવારવાદ ઉભો કરીને બનાસ ડેરી તેમજ બનાસ બેંક માં બોગસ ભરતી ઓ કરી જીલ્લા બહારના ઉમેદવારો ને પણ પોતાના હિત માટે નોકરીઓની લ્હાણી કરી હોવાની જીલ્લા ભરમાં બૂમરાડ ઉઠવા પામી હતી. બનાસ બેંક માં પણ પણ શંકર ચૌધરી એ પોતાના ભાણેજ ને જનરલ મેનેજર તરીકે બેસાડી એકહથ્થુ શાસન ચલાવતા સહકારી આગેવાનો સહિત કર્મચારીઓમાં પણ કચવાટ ઉભો થયો હતો તેમજ તાજેતરમાં જ યોજાયેલી બનાસ બેંક ની ચૂંટણી અગાઉ જ બોગસ ભરતી કરવામાં આ

દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ ડ્રાઈવમાં એક વાહનને ૨૦૭ મુજબ ડીટેન કરવામાં આવ્યું ત્યારે ૪૫ વાહનને એનસી મેમાં આપવામાં આવ્યા હતા

છબી
*દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ ડ્રાઈવમાં એક વાહનને ૨૦૭ મુજબ ડીટેન કરવામાં આવ્યું ત્યારે ૪૫ વાહનને એનસી મેમાં આપવામાં આવ્યા હતા દાંતા પોલીસની કામગીરી ૬ થી ૧૫ તારીખ સુધીની ટ્રાફિક ડ્રાઇવ* ગુજરાત રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ કરવાં માટે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ વડા તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષકને પત્ર લખીને ૬ માર્ચથી ૧૫ માર્ચ સુધીમાં હેલ્મેટ થતાં સીટ બેલ્ટના ભંગનાં કેસો કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન સીટ બેલ્ટ આને હેલ્મેટનાં વધુમાં વધુ કેસ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી તેમાં એક વાહનને બસો સાત મુજબ ડીટેન કરવામાં આવ્યું હતું અને પીસ્તાલીસ જેટલા વાહનોને એની મેમાં આપી કાયદાનું ભાન કરાવ્યું હતું જેમ દાંતા જાદવ પીએસઆઇ અને દાંતા પોલીસની સુંદર કામગીરી થી દાંતા વિસ્તારના લોકો એ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે દાંતા પોલીસ નિયમોના ભંગ કરનારાઓમાં ઉપર લાલ આંખ કરતાં વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને પોલીસની સુંદર કામગીરી ના કારણે અકસ્માત થતાં અટકાય અન

બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ?

છબી
*બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ? દાંતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દવાખાના ચલાવવા દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હોવાની રાવ*  દાંતા મોકડી નવાવાસ હડાદ જીતપુર જેવાં વિસ્તારોમાં  ઠેર ઠેર બોગસ તબીબો મનુષ્ય જીવન સાથે ચેડા કરીને દાખલ કરતા નજરે જોવા મળી રહ્યા તેમજ ડિગ્રી વગરના હાર્ડવેર પણ પોતાનું એક્સરે મશીન લઈ લોકો જોડેથી પાટા પેટ્ટી ના નામે હાજારો રૂપિયા ખંખેરી રહ્યા છે દાંતા ગામ મા અને આખા તાલુકામાં જ્યા જુઓ ત્યાં ડિગ્રી વગર ના બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે તેમ છતાં તંત્ર અજાણ દાંતા તાલુકામાં રોજનો એક બોગસ ડોક્ટર પોતાનું દવાખાનું ખોલી બેસી જતો હોય છે અને જાણે પોતે એમબીબીએસ હોય તેમ મનુષ્ય જીવન સાથે ચેડા કરી પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે આમ જોવા જઈએ તો દાંતા તાલુકા ની ઘણના એક પછાત એરિયામા થાય છે .અહીંના લોકો ને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ના હોવાથી આવા બોગસ ડૉક્ટરો પાસે જવા મજબુર થવું પડતું હોય છે અને આનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ડૉક્ટરો લૂંટતા હોય છે વધુ મા

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.!

છબી
બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.! બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની જિલ્લાની કારોબારી ની મીટીંગ આજરોજ કુંડળ ધામ ખાતે યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનાર મહા સંમેલનમાં જોડાવાની જાણકારી અને આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. ગત ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર એકતા સંગઠનની પ્રદેશ કારોબારી મિટિંગમાં પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોના હિત માટેનાં વિવિધ 14 મુદ્દાઓની માંગ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ હકારાત્મક પ્રતિસાદ પણ સપડાયો હતો.જયરાજ બોટાદ જિલ્લા કારોબારીમાં તેની જાણકારી આપવામાં આવી હતી. ભાવનગર થી પધારેલા પ્રદેશ પ્રતિનિધિ શ્રી જલ્દીપ ભાઈ ભટ્ટ, નિર્મળ ગુજરાતના પેપર ના તંત્રીશ્રી દ્વારા પત્રકારત્વ ને લગતી મહત્વની જાણકારી આપી હતી તેમજ જિલ્લાની કારોબારીમાં સ્થાનિક પ્રશ્નો ની પણ ચર્ચા કરવામાં આવી હતી.  આ બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન કારોબારી મિટિંગમાં પ્રભારી રાજેશભાઈ શાહ ,જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, બોટાદ તાલુકા પ્રમુખ

ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે

છબી
ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન  મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા  નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે . ડીસા શહેરના ગાયત્રી વિસ્તાર, જલારામ મંદિર, બેકરી વ્હોળામાં તેમજ બજારો વિગેરે વિસ્તારોમાં રાજસ્થાનના સફેદ માટલાનો જંગી જથ્થાના ઢગ ખડકાઈ રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે ગરમીનુ પ્રમાણ દિન પ્રતિદિન વધારો થવા લાગતા ગરમીમાં ઠંડા પાણી આપતુ આ રાજસ્થાની સફેદ માટલા માટે લોકો ખરીદી કરતા હોઈ આવા રાજસ્થાની સફેદ માટલા ડીસા શહેરમાં નજરે પડવા લાગ્યા છે. બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા

થરાદ તાલુકાના ભૂરિયા મૂકામે જગત કલ્યાણ માટે 72મો સુંદરકાંડ પાઠ યોજાયો

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મૂકામે જગત કલ્યાણ માટે  72મો સુંદરકાંડ પાઠ યોજાયો  રામચરિત માનસ નુ પાંચમુ સોપાન સુંદરકાંડ જેના હનુમાનજી સમક્ષ પાઠ કરવાથી આધી વ્યાધિ ઉપાધી નો નાશ થઈ મનોકામના પૂર્ણ થાય થાય ,શની પનોતી ના નડે નોકરી, ધંધા માં બરકત થાય તેવો સંતો તથા કથાકારોનો મત છે થરાદ તાલુકાના ભૂરિયા મૂકામે 11મુખી હનુમાનજી આશ્રમના મહંત સંત ઘેવરદાસ બાપુ ગુરુશ્રી 1008 જગતગુરુ વાસુદેવાચાર્યજી  મહારાજ પંચ નિર્માણી અખાડા હનુમાન ગઢી અયોધ્યા આચાર્ય ગાદી કુબાજી દ્રારા પીઠાધિશ જીથડા (રાજ.) જગત કલ્યાણ માટે સવા વર્ષ સુધી દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ જે તા 22/1/22ને શનિવારે પૂર્ણ થયેલ પરંતુ ભકતજનોની માંગને ધ્યાનમાં લઈને સંત ઘેવરદાસ બાપુ દ્રારા જયાં સુધી સુંદરકાંડના સૌજન્ય દાતાઓ ચાલુ રહેશે ત્યાં સુધી દર શનિવારે સુંદર કાંડ પાઠ ચાલુ રહેશે નો નિર્ણય લેવાતાં સતત 72મા શનિવારે જગત કલ્યાણ માટે સુપ્રસિદ્ધ રામાયણ, ભાગવત, શિવકથાકાર કમલેશભાઈ શાસ્ત્રી કરબુણવાલા ના સુમધુર સ્વરમાં ઠાકોર ગણાભાઈ કરસનજી મુ છનાસરા તા થરાદ ના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો ની હાજરીમાં સંપન

લુવાણા કળશ ની એસ બી આઈ બેંક ની અંદર નોકરી કરતા ચેતનભાઇ ગેલોત રાજસ્થાનના કેશિયર તરીકે લુવાણા કળશ ની બેંકમાં ફરજ બજાવતા હતા તેમનો આજે વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહ મા લુવાણા ગામ ના વતની શાસ્ત્રી મદનભાઈ અને શાસ્ત્રી નરસી એચ દવે મંત્ર ઉચ્ચાર થી માન-સન્માન સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કેશિયર ચેતનભાઇ ગેલોત નુ સન્માન કર્યું હતુ

છબી
લુવાણા કળશ ની એસ બી આઈ બેંક ની અંદર નોકરી કરતા ચેતનભાઇ ગેલોત રાજસ્થાનના કેશિયર તરીકે લુવાણા  કળશ ની બેંકમાં ફરજ બજાવતા હતા તેમનો આજે વિદાય સમારોહ યોજાયો હતો   આ વિદાય સમારોહ મા લુવાણા ગામ ના વતની શાસ્ત્રી મદનભાઈ અને શાસ્ત્રી  નરસી એચ દવે મંત્ર ઉચ્ચાર થી માન-સન્માન સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કેશિયર ચેતનભાઇ ગેલોત નુ  સન્માન કર્યું  હતુ તેમાં ઉપસ્થિત બેંક મેનેજર પરસોત્તમ ભાઈ સાહેબ શ્રી ફિલ્ડ ઓફિસર પિયુષભાઈ કે પટેલ જીતેન્દ્રભાઈ અને એસ બી આઈ સ્ટાફ ભાવેશભાઈ તથા શીવાભાઈ અને વાલજીભાઈ અને શામળસીગ રાજપુત અને દશાભાઈ અને દૂધ ડેરીના મંત્રી જી ટી પટેલ અને મઘજી ઠાકોર અને ગ્રામજનો ઉપસ્થિત રહીને ચેતનભાઈ એ જે પાછલા પાંચ વર્ષથી બેન્ક ની અંદર કેશિયર તરીકે સેવા આપી એ બદલ બેંકના સ્ટાફ  ગ્રામજનો દ્વારા તેમનો સન્માન કરી પછી વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો અને કેશિયર ચેતનભાઇ ગેલોત એ બેંક સ્ટાફ અને  ભૂદેવોનો અને ગ્રામજનો સ્ટાફ મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

ગુજરાત રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં કામ ધંધા અર્થે રાજસ્થાનના વતની અને આદીવાસીઓ મોટા પ્રમાણમાં વસાહત કરતા હોય છે જો તે મારવાડી લોકો તેવો દિવાળી ગમે ત્યાં તહેવાર ઉજવતા હોય છે

છબી
ડીસામાં હોળી-ધુળેટી પર્વે ધાણી,ખજુર, હારડા, તેમજ પીચકારીઓથી* *બજારો ધમધમી ઊઠી દિવાળી અટેકટે પણ હોળી તો મોરા ધરે...... ગુજરાત રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં કામ ધંધા અર્થે રાજસ્થાનના વતની અને આદીવાસીઓ મોટા પ્રમાણમાં વસાહત કરતા હોય છે જો તે મારવાડી લોકો તેવો દિવાળી ગમે ત્યાં તહેવાર ઉજવતા હોય છે પરંતુ હોળી- ધુળેટી નો તહેવાર જરૂર થી પોતાના વતન રાજસ્થાનમાં જઇને ઉજવતા હોય છે અને આને કારણે મારવાડી માં કહેવત છે કે દિવાળી તો અઠે કઠે પણ હોળી ધુળેટી તો ધેર જ એટલે ગુજરાતમાં વસતા રાજસ્થાની આવા પરિવારો તેમજ આદીવાસીઓ હોળી ધુળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવવા પોતાના વતન તરફ રવાના થતાં હોય છે આને કારણે ડીસા શહેરમાં હોળી ધુળેટી પર્વ ને લઈને બજારમાં લોકોની ભરચક ભીડ જોવા મળી છે તો બીજી બાજુએ તહેવારોને લઈને ખજુર, હારડા,પતાસા, ધાણી પીચકારીઓ તેમજ રંગોની દુકાનો, લારીઓ નજરે જોવા મળી રહી છે.                   બનાસકાંઠા જિલ્લામાં હોળી-ધુળેટી ના તહેવારને લઈને લોકોમાં આનંદ નો માહોલ જોવા મળી રહ્યો છે આ તહેવારને‌ સાથે ભારતીય સંસ્કૃતિના રીતી રીવાજો જોડાયેલા હોય છે. નાના બાળકોના ઢુઢના પ્રસંગો,સગાઈ ધરાવતા યુગલોના પ

બનાસકાંઠા ના વડગામ તાલુકાની તેનિવાડા ગામ ની યુવતીના લગ્ન 15 વર્ષ અગાઉ દાંતા ના નવાવાસ ગામે રહેતા યુવાન સાથે થયા હતા,લગ્ન ના થોડા વર્ષો પછી પણ યુવતીને સંતાન ની પ્રાપ્તિ ના થતા સાસરિયાઓ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા ત્રાસી ગયેલી પરણીતાએ એ સાસરિયાઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી..

છબી
દાંતા તાલુકાના નવાવાસ ગામ  ની પરિણીતાને     શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા  સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ..... બનાસકાંઠા ના વડગામ તાલુકાની તેનિવાડા ગામ ની યુવતીના લગ્ન 15 વર્ષ અગાઉ દાંતા ના નવાવાસ ગામે રહેતા યુવાન સાથે થયા હતા,લગ્ન ના થોડા વર્ષો પછી પણ  યુવતીને સંતાન ની પ્રાપ્તિ ના થતા સાસરિયાઓ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા ત્રાસી ગયેલી પરણીતાએ એ સાસરિયાઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.. પ્રાપ્ત વિગત મુજબ છાપી ના  તેનિવાડા ના શ્રીમાળી ( સ્વ) નરસિંહ ભાઈ ને સંતાન માં ત્રણ દીકરીઓ છે એમ બીજા નંબર ની  દીકરી નીતાબેન ના લગ્ન આશરે 15 વર્ષ અગાઉ દાંતા તાલુકાના નવાવાસ ખાતે રહેતા શ્રીમાળી નાગર ભાઈ ખેમાં ભાઈ ના પુત્ર હર્ષદ  સાથે થયા હતા ...લગ્ન ના થોડા સમય સુધી સાસરિયાઓ દ્વારા સારું રાખવામાં આવતું ...લગ્ન ના થોડા સમય પછી નીતાબેન એમના પતિ સાથે કામ ધંધા માટે અમદાવાદ રહેવા ગયા હતા ...ત્યાં એમના પતી કોઈ કામ ધંધો કરતો ન હોય એ વારંવાર નીતા બેન પાસે પૈસા ની માગણી ને લઈને મારઝૂડ કરતો ,દરરોજ ના ઘર કંકાસ - ઝગડા ને લઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

છબી
*"આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ની ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે ઉજવણી કરાઈ* આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં   મહિલા જાગૃતિ અભિયાનના તાલુકા સંયોજક મંજુલાબેન ચૌહાણ તથા કન્યા-કિશોર કૌશલ્યના તાલુકા સંયોજક કિરણબેન ભાવસારે દિપ પ્રજ્વલિત કરી મહિલા સંમેલનનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ જશોદાબેન પટેલ, કપિલાબેન પટેલ અને રેખાબેન સુથાર દ્વારા દેવ પૂજન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહિલાઓ પર પુષ્પ વર્ષા કરી સમગ્ર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.  ત્યારબાદ ગાયત્રી પરિવારમાં મહિલાઓ દ્વારા ચાલતા  નારી જાગરણ અભિયાન, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર,   બાળ સંસ્કાર કેન્દ્રો, કન્યા-કિશોર કૌશલ્ય આંદોલન વધુ વેગવાન બનાવવા આ વિષયો પર ચિંતન મંથન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી એવા મંજુલાબેન ચૌહાણ, અમિતાબેન પ્રજાપતિ, વિલાસિનીબેન પટેલ , કિરણબેન ભાવસાર, ર

તારીખ 04/03/2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા પોષ અર્બન હોટલના હોલમાં CSC વર્ક શૉપનું આયોજન કરવામાં આવ્યું

છબી
તારીખ 04/03/2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા પોષ અર્બન હોટલના હોલમાં CSC વર્ક શૉપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેન્કિંગ, કલ્ચર સર્વે,ઇનસ્યોરન્સ,ટેલે લો, ડિમેટ,આધાર,જેવા ખાતાના અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા હતા.તેમની સાથે ૧૦ મોટી કંપની પાર્ટીસિપેટ કરવામાં આવી હતી. જેમ કે રેનોટ,મહિન્દ્રા,ટાટા, એક્સિસબેન્ક, એચડીએફસી બેન્ક,બજાજ ટોપ લેવલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અરવલ્લીજિલ્લા ડિસ્ટ્રીક મેનેજર મિહિર પંચાલ, કૌશલ સોની District coordinator અર્પણ બારીયા દ્વારા CSC ની અંદર ૩૦૦થી વધારે સર્વિસ આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં સૌથી મહત્વની સર્વિસ આયુષમાન,ઇ-શ્રમ,પી એમ કિસાન જે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો ને ખુબજ ઉપયોગી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી PHN NEWS