હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી મંદિર માં દર્શનાર્થીઓ ની ભીડ ઉમટી
યાત્રાધામ અંબાજી માં જગતજનની અંબા નું શક્તિ પીઠ આવેલું છે. માતાજી ના દર્શન કરવા રોજ દરરોજ હજારો ની સંખ્યા માઇભક્તો અંબાજી આવે છે. પણ વાર તવહારે યાત્રાધામ અંબાજી માં વિશેષ ભીડ જોવા મળતી હોય છે. આજે હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી માં લોકો ની ભારી ભીડ જોવા મળી હતી. હોળી ના મહાપર્વ પર આજે અંબાજી ખાતે સ્થાનિક અને બાહર થી આવતા લોકો ની ભારી ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર માં માતાજી ના દર્શન કરવા દર્શનાર્થીઓ ની ભીડ ઉમડી હતી.
હોળી ના પર્વ પર સ્થાનિક લોકો અને આજુ બાજુના આદિવાસી લોકો અંબાજી ના બજારો માં ખરીદારી કરવા આવી હોળી પર્વ ની ઉજવણી કરી હતી.રંગો ના ત્યોહાર હોળી ભાઈચારા નો પ્રતીક ગણાતો હોય છે. લોકો એક બીજા સાથે મળીને મનાવે છે. આજે અંબાજી માં હોળી ના દિવસે માતાજી દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com