પોસ્ટ્સ

રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી,

છબી
રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી, આ નેશનલ ક્વોલિફાઈ ગેમનું આયોજન AFI તરફથી થયેલ હતું.એમાં અને ઓલ ઇન્ડિયા રનર આર્મીમેન હપુરસિંહ ઠાકોરે 8 કલાક 28 મિનિટ માં 100 કિલોમીટરની દોડ પુરી કરતા નેશનલ નેશનલ લેવલે બ્રોજ  મેડલ મેળવી ને *એશિયન , ઓશિયન* ગેમમાં પોતાનું કોલિફાય ફાઇનલ કરેલ છે  ઠાકોર હપૂરસિંહ બાબુજી ( પાલડીયા ) ભાભર તાલુકાના નાનકડા રૂની ગામના વતની છે,અને છેલ્લા 11 વર્ષ થી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી  રહ્યા છે, અને છેલ્લા  5 વર્ષ થી ઓલ ઇન્ડિયન આર્મી ટિમ માં રનિંગ ટિમના કોલિફાય ખેલાડી છે, અને કેટલીયે સ્પર્ધામાં વિવિધ મેડલ અને પ્રમાણપત્રો મેળવ્યા છે, બ્યુરો રીપોર્ટ પાટણ

શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું ભેટ આપ્યું

છબી
*શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું ભેટ આપ્યું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે . ૬૧ ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં ૧૪૦ કિ.લો. ૪૩૫ ગ્રામ સોનાનો ઉપયોગ થયેલ છે. આજે તા.૧૦/૮/૨૦૨૧ના રોજ પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને શ્રી હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે . તેમ શ્રી શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે. ચાવડાએ જણાવ્યું છે. રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

પ્રેમ આંધડો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય, ૭ બાળકોના પિતા પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટથી માંગી સુરક્ષાપ્રેમ હાધળો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય ૭ બાળકોના પિતા એ પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટ માં માંગી સુરક્ષા

છબી
પ્રેમ આંધડો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય, ૭ બાળકોના પિતા પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટથી માંગી સુરક્ષા પ્રેમ હાધળો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય ૭ બાળકોના પિતા  એ પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટ માં માંગી સુરક્ષા હરિયાણાના પલવલ જિલ્લાના પ્રેમ આંધડો હોય છે અને ઉંચ-નીચ, ઉમ્ર અને જાતિ નથી જોય પ્રેમ કોઈને પણ ક્યારે પણ થઈ શકે છે. પ્રેમમાં પડેલા પ્રેમી દર સ્થિતિમાં એક બીજાને મેળવવા માંગે છે આ માટે તેમને કોઈ પણ પડકારનો સામનો કેમ ન કરવો? પ્રેમીઓ રસ્તા ત્યારે વધુ મુશ્કેલ બને છે જ્યારે તેઓ પહેલેથી જ પરિણીત હોય અને બાળકો પણ હોય .હરિયાણાના પલવલ જિલ્લાના હાથિનમાં બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ લગ્નનો આવો જ એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 67 વર્ષીય વ્યક્તિએ 19 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા. હવે તે બન્ને તેમના સંબંધિત પરિવારોના ડરથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સુરક્ષાની માંગણી કરી છે. બ્યુરો રીપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

છબી
સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો    દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર હેઠળ ચાલતી અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજના દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંગેનો ઓનલાઇન કાર્યક્રમ તા. ૦૫/૦૮/૨૦૨૧ના રોજ યોજાયો જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત ૯૦૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો. અને આ કાર્યક્રમની શરૂઆત ડૉ. બી.એસ. દેઓરા, સંશોધન નિયામકશ્રી દ્વારા સ્વાગત ઉદ્દબોધનથી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજનાનાં રાષ્ટ્રીય પરિયોજના પ્રભારી ડૉ. એન. રવિશંકરે જૈવિક ખેતી જન જાગ્રુતતા  અભિયાન કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવતા જણાવેલ કે દેશનાં વિવિધ રાજ્યોના મુખ્ય ૨૦ નેટવર્ક પરિયોજના સાથે સંકળાયેલ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલ નવિન ટેકનોલોજીને ખેડુતો સુધી પહોંચાડવાનુ છે.         આ ક્રાર્યક્રમના અધ્યક્ષ મહોદય ડૉ. આર.એમ. ચૌહાણ, કુલપતિ,  સ.દા.કૃષિ યુનિવર્સિટીએ અધ્યક્ષીય ઉદ્દ્ભોદનમાં જણા

મોડાસાના ઉમિયા મંદિર ખાતે ગૃહરાજય મંત્રીશ્રીની ઉપસ્થિતિમા “ યુવા શકિત દિન" કાર્યકમ યોજાયો*****ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બેરોજગારીનું સ્તર બીજા રાજ્યો કરતા ઘણું નીચું છે*- *ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા*અરવલ્લી જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરાયા

છબી
*મોડાસાના ઉમિયા મંદિર ખાતે ગૃહરાજય મંત્રીશ્રીની ઉપસ્થિતિમા “ યુવા શકિત દિન" કાર્યકમ યોજાયો* *** *ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બેરોજગારીનું સ્તર બીજા રાજ્યો કરતા ઘણું નીચું છે* - *ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા* અરવલ્લી જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરાયા       રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષના સંદર્ભે ૬ ઓગસ્ટ શુક્રવારના રોજ “યુવા શક્તિ દિવસ” કાર્યક્રમ સુરત ખાતેથી ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે ૫૦ હજાર યુવાઓને નિમણુંક પત્રોનું વિતરણ તથા રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન “અનુંબંધમ”નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે શુભારંભ કરાયું. જેમાં રાજ્યના ૫૧સ્થળો પર કાર્યક્રમ યોજાયો હતો.        જે અંતર્ગત અરવલ્લી મોડાસાના ઉમિયા મંદિર ખાતેથી ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં  “યુવા શક્તિ દિવસ”નો કાર્યક્રમ યોજાયો જેમાં જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા.        આ પ્રસંગે ગૃહરાજ્ય મંત

દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓનો ત્રાસ આંખો દિવસ દારૂના નશામાં રહીને વધારે ભાવ લેવાની બુમરાડ

છબી
દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓનો ત્રાસ આંખો દિવસ દારૂના નશામાં રહીને વધારે ભાવ લેવાની બુમરાડ દાંતા કરતા ડબલ ભાવ લેવાની બુમરાડ કરતા ગ્રાહકો ગ્રાહકો ના છેતરાય તે માટે ગ્રાહ સુરક્ષા દ્વારા તપાસ કરવામાં આવે દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓ ડબલ ભાવ લેવાની બુમરાડ ઊઠવા પામી રહી છે ત્યારે નારગઢ ના આજુબાજુ ના ગામડાઓમાં રહેતા લોકો જ્યારે ફ્રુટ લેવા માટે દાંતા ન જવું પડે તે માટે ફુરુટ લેવા નારગઢ આવતા હોય છે ત્યારે નારગઢ જાહેર રોડ ઉપર ફુરુટની દુકાન ખોલી બેઠેલા વેપારીઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ફ્રુટ લેવાં આવતા ગ્રાહકો ને મોકો દેખી મને ફાવે તેમ લુંટી રહ્યા છે ત્યારે ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તેને લઈને જે પણ ઓફિસને લાગતું વળગતું તંત્ર વહેલી તકે જાગીને ફ્રુટ વેચનાર ની તપાસ કરવામાં આવે તો હમણાં ભાવ લઈને ગ્રાહકો ને છેતરાય અને નારગઢ બસ સ્ટેન્ડ આગળ ઘણા સમયથી અડીંગો જમાવી બેઠેલા વેપારીઓ ને ભાનમાં લાવે તેવી સમગ્ર દાંતા તાલુકાના ગ્રાહકોની માંગ ઉઠી રહી છે રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

દાંતા તાલુકાની સસ્તા અનાજની દુકાનો હજુ શંકાના દાયરામાં

છબી
દાંતા તાલુકાની સસ્તા અનાજની દુકાનો હજુ શંકાના દાયરામાં દાંતા તાલુકાની સસ્તા અનાજની દુકાનો દાંતા નારગઢ અભાપુરા નવાવાસ થાણા વેલવાડા પુંજપુર રતનપુર કુવારસી બામણીયા જેવા અનેક ગામોમાં સસ્તા અનાજની દુકાનોની તપાસ કરવામાં આવે તો મસ્ત મૌટુ કૌભાંડ બહાર આવવાની રાવ દાંતા તાલુકાના ઘણા એવાં સંચાલકો છે ગરીબ પ્રજાને આગળ થી અનાજ ઓછું આવે તેમ કહીને ગ્રાહકોને અનાજ ઓછું આપીને તેમના મળતીયાઓ અને તેમની ગાયો ભેંસોને અનાજ પુરુ પાડે છે તંત્ર દ્વારા સંચાલકોની ગાયો ભેંસો જોવા જાય તો તંત્ર પણ ખબર પડે કે સંચાલકોઓ ગરીબ પ્રજાના ભાગનું કેટલું અનાજ ગાયો ભેંસોને ખવડાવ્યું છે* દાંતા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોનું મૌટુ કૌભાંડ ઝડપાયું હતું ત્યારે દાંતા તાલુકાના અનેક એવા ગામોમાં પુરતું રાશન પણ આપવામાં આવતું નથી ત્યારે સસ્તા અનાજની દુકાનના સંચાલકો ને  પુછવામાં આવ્યું ત્યારે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો જણાવ્યું હતું કે આગળથી ઓછું આવવાનું જાણવ્યુ હતુ ત્યારે ગ્રાહકો નુ મંતવ્ય છે કે દર મહિને કેમ આગળથી જથ્થો ઓછો આવે છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે દર મહિને વારંવાર ગ્રાહકોને ઓછું આપતા ગ્રાહકો

31.07.2021**શનિવાર**આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ગીર સોમનાથ**વેરાવળ શહેર ની જનતા માટે 💉વેક્સિન 💉 માટે ની સાઈટ..*

*તા. 31.07.2021* *શનિવાર* *આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ગીર સોમનાથ* *વેરાવળ શહેર ની જનતા માટે  💉વેક્સિન 💉 માટે ની સાઈટ..* 🙏 *આવતીકાલે વેરાવળ શહેરમાં ફક્ત ત્રણ જ વેક્સિન માટે ની સાઈટ રાખવામાં આવેલ છે... જેની જાહેર જનતાએ નોંધ લેવી* 🙏  💉 *વેક્સિન સાઈટ ના નામ*💉  *ફર્સ્ટ અને સેકન્ડ બંને ડોઝ..* 1) CHC પાટણ. .. *કોવી શિલ્ડ 200 ડોઝ* 2) સિવિલ હોસ્પિટલ વેરાવળ...(જૂની બિલ્ડીંગ). .. *કોવિ શિલ્ડ 200 પહેલો ડોઝ +  બીજો ડોઝ* .... *(પેલા 200 આવેલ લાભાર્થી ને ટોકન આપવામાં આવશે.... અને ટોકન મેળવેલ વ્યક્તિ ને જ વેક્સિન મળી શકશે...)* 3) *ભીડિયા અર્બન હેલ્થ સેન્ટર (કોવી શિલ્ડ પહેલો તથા બીજો કુલ 200 ડોઝ)* *ઉપરોક્ત ડોઝ ના ઓનલાઇન અને ઓન સ્પોટ.... પૂરા થાય પછી વેક્સિન મળી શકશે નહિ.. જેની જાહેર જનતા એ નોંધ લેવા વિનંતી...🙏* *9173411624* 🙏આપના સહકાર ની અપેક્ષા સહ...🙏 *આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ગીર સોમનાથ*

જીલ્લામાં લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

છબી
જીલ્લામાં લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ પ્રજાલક્ષી કામોમાં જોડાઈને પ્રજાના નકારાત્મક પ્રશ્નોનોનો નિકાલ લાવવો -પ્રભારીમંત્રીશ્રી રમણ પાટકર       અરવલ્લી જીલ્લામાં લોકોના પ્રશ્નોનો ઝડપથી નિરાકરણ લાવવા માટે જીલ્લાના કલેકટર કચેરીના સભાખંડ ખાતે વન અને આદિજાતી વિકાસમંત્રીશ્રી તથા અરવલ્લી જીલ્લા પ્રભારીમંત્રીશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં તથા જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.       જેમાં આ બેઠકમાં ૭૨ જેટલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. તેમાં સામુહિકના ૩૨ પ્રશ્નો વ્યક્તિગત ૨૮ તથા તથા નીતિવિષયક ૧૨ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.જેમાં તાલુકાના જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત વિગત વાર કરાઈ.        જેમાં લોકો દ્વારા મોડાસાના બોરડી ગ્રામ પંચાયતના લીઝના બાબતે, મોડાસામાં વારંવાર વીજળી જતી રહેવા, મોડાસામાં સુજલામ સુફલામ યોજનાની પાઈપ લાઈનથી આજુબાજુના કિલોમીટરના અંતરના તમામ તળાવો ભરવા બાબતે, મોડાસાના મોટી બોરડી ખાતે સી.સી. રોડ મજુર કરવા બાબતે દાવલી ગ્રામ પંચાયતની હદમાં આવેલ શામપુર દાવલીના ડુંગર પર ખનીજ કોરી યુદ્ધના ધોરણે બંધ ક

*ગઢ પો.સ્ટે.ના સામઢી ગામની કેનાલમાંથી મળી આવેલ અજાણી લાશ નો અનડીટેક ખૂનનો ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી એલ.સી.બી.,પાલનપુર બનાસકાંઠા*

છબી
*તા.૨૮/૦૭/૨૦૨૧*   *ગઢ પો.સ્ટે.ના સામઢી ગામની કેનાલમાંથી મળી આવેલ અજાણી લાશ નો અનડીટેક ખૂનનો ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી એલ.સી.બી.,પાલનપુર બનાસકાંઠા*        💫 *પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* તથા *શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા** નાઓના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા તથા ગઢ પો.સ્ટે.ની હદમાં બનેલ મર્ડરના ગુનામાં લાશની ઓળખ કરી ખૂનનો ગુનો શોધી તેમાં સંડોવાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરેલ....  💫જે સુચના અન્વયે *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ પી.પરમાર* એલ.સી.બી.પાલનપુર તથા એલ.સી.બી.ટીમ દ્રારા જગ્યાની વિઝિટ કરવામાં આવેલ અને લાશની ઓળખ તથા ગુનો શોધી કાઢવા માટે સ્થાનિક પોલીસ તથા શ્રી *આર.જી.દેસાઇ પો.સબ.ઇન્સ* શ્રી, એલ.સી.બી. પાલનપુરના વડપણ હેઠળ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો ગઠીત કરવામાં આવેલ...        ઉપરોકત અજાણ્યા ઇસમના મર્ડર સબંધે તપાસ દરમ્યાન મરણ જનાર *જગદીશ ભાઇ ઉર્ફે જીગર વિષ્ણુભાઇ રામાનંદી (સાધુ)* રહે. વિરેન પાર્ક, ડીસાવાળા હોવાનુ જણાય આવેલ....  મરણજનાર ઇસમ સબન્ધમાં એલ.સી.બી. ટીમન

અંબાજી પોલીસ સ્ટેશન *ગબ્બર સર્કલ નજીકથી હોન્ડા સાઈન મોસામાંથી વિદેશીદારૂની છુટી બોટલો નંગ-૨૦૩ કુલ મુદામાલ કી.રૂ.૬૯,૯૫૦/-ના સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ*

છબી
અંબાજી પોલીસ સ્ટેશન   *ગબ્બર સર્કલ નજીકથી હોન્ડા સાઈન મોસામાંથી  વિદેશીદારૂની છુટી બોટલો નંગ-૨૦૩  કુલ મુદામાલ કી.રૂ.૬૯,૯૫૦/-ના  સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંબાજી પોલીસ*  ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર ઉપર કોની મહેરબાની છે તેને પાસાં હેઠળ નથી ધકેલવામાં આવતો પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોરથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પાલનપુર વિભાગ પાલનપુર નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ 💫 *શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઈન્સપેકટર અંબાજી નાઓની સુચના અન્વયે  અંબાજી પોસ્ટે ના અ.હેડ.કો. બાબુભાઈ મણીલાલ  તથા અ.પો.કો. સુરેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશકુમાર  તથા અ.પો.કો મગશીભાઈ  વિગેરે* નાઓની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *એક નંબર પ્લેટ વગરની હોન્ડા સાઈન નો ચાલક પોતાની મોસા માં બે કાળા કલરના થેલા લઈ ગબ્બર તરફથી આવતો હોઈ તેને હાથથી ઈસારો કરી રોકી થેલાઓમાં જોતા  ભારતીય બનાવટનો ઈગ્લીશદારૂ  અલગ અલગ બ્રાન્ડની

દાંતા પો.સ્ટે ના ગુમ થયેલ ઈસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા*

છબી
*દાંતા પો.સ્ટે ના ગુમ થયેલ ઈસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા*  💫 *અધિક પો.મહાનિદેશક શ્રી CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ ગુમ/અપહરણ થયેલ સ્ત્રી/પુરુષ/બાળકો ને શોધી કાઢવા સારું આપેલ ડ્રાઈવ આધારે*                                 💫  *IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ* તથા                                💫  *SP બનાસકાંઠા શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ હાલમા ગુમ થયેલ મહિલાઓ તેમજ બાળકો ને  શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય તેમજ  *શ્રી કે.કે.પાટડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર* પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ          * *એ.એસ.આઈ   સુમેરસિંહ, પ્રવિણસિંહ તથા હે.કો.મહેન્દ્રસિંહ તથા નિકુલસિહ* વિ પો.સ્ટાફના માણસો સાથે દાંતા પો.સ્ટે. વિસ્તારમાં પેરોલ/ફર્લો ફરારી તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન ટીમ ને મળેલ હકીકત આધારે દાંતા પો.સ્ટે.ગુમ રજી. ન.૦૧/૦૨૧ ના કામેં ગુમ થનાર *વિજયસિંહ અમસિંહ પરમાર  રહે.મોટસડા તા.દાંતા વાળા ને*  મોટસડા મુકામે થી શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા સારું દાંતા પોલીસ સ્ટેશન સોપેલ છે. રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

એક કદમ પર્યાવરણનું જતન તરફ* 🌳" *પર્યાવરણ બચાવવાનો એક જ તોડ, આળસ છોડી માંડો ડગલું અને વાવો છોડ*

છબી
એક કદમ પર્યાવરણનું જતન તરફ* 🌳 " *પર્યાવરણ બચાવવાનો એક જ તોડ, આળસ છોડી માંડો ડગલું અને વાવો છોડ ▶️પર્યાવરણના ભોગે જીવનને ક્યારેય સુખી ન બનાવી શકાય તે વાત ને ધ્યાનમાં રાખી આજ રોજ  લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા  પર્યાવરણની સુરક્ષા માટે છોડ વાવી સંકલ્પ લઈને  ▶️પર્યાવરણની જાળવણી અને સુરક્ષા તરફ વધુ એક ડગલું ભર્યું. ➡️ વડીયા ના યુવાનો એટલે કઈક નવું જ સંશોધન કરવાની શક્તિ ધરાવતા યુવાનો દર વર્ષ અલગ અલગ કાર્યક્રમ પ્રવૃતિ કરીને યાદગાર વર્ષ બનાવે☣️ ➡️ આજ રોજ વડીયા ગ્રામજનોના લોકભાગીદારીથી વડિયા યુવા ટીમ દ્વારા આજે સ્મશાનગૃહ, સગતમાતાના મંદિર, ખોડીયાર મંદિર, પંખીઘર, શિવ શંકર મંદીર ખાતે વૃક્ષારોપણનું યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું🌳🌳  *પર્યાવરણના જતન માટે આપ સૌ પણ છોડ વાવો તેવી વિનંતી.* 🎄🎍🪴🌱🌿☘️

ગાજણ-હનુમાનજી મંદિર પરિસરમાં ગાયત્રી પરિવારની યુથ ગૃપ, મોડાસા દ્વારા વૃક્ષારોપણ. વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે

છબી
ગાજણ-હનુમાનજી મંદિર પરિસરમાં ગાયત્રી પરિવારની યુથ ગૃપ, મોડાસા દ્વારા  વૃક્ષારોપણ.  વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે "પ્રાણવાન સન્ડે" આંદોલન. વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે "વૃક્ષ ગંગા અભિયાન". આ અભિયાન અંતર્ગત  ગાયત્રી પરિવાર યુથ ગૃપ ( GPYG) મોડાસા  દ્વારા પ્રાણવાન સન્ડે ના નામે યોજના બનાવી છે. જેમાં વર્ષાઋતુમાં  દર રવિવારે  વૃક્ષોના જતન માટે જનજાગૃતિ લાવવા આ યુવાનો સઘન પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વૃક્ષ વાવવા જ નહીં પણ તેનું સિંચન-ઉછેર જતન હેતું આંદોલન ચાલી રહ્યું છે.      25 જુલાઈ, રવિવારે આ ગાયત્રી પરિવાર યુથ ગૃપ દ્વારા મોડાસા શામળાજી રોડ પર આવેલા ગાજણ નજીક હનુમાનજી મંદિર પરિસરમાં લીમડો ,પીપળો અને વડ એવા આઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યા. જેમાં પ્રજ્ઞેશ કંસારા, વિરેન્દ્ર સોની, દેવાશિષ કંસારા, પ્રકાશ સુથાર ,યશ ભટ્ટ વિગેરે યુવાનોનું આ આયોજન સફળ બનાવવા માટે વિશેષ યોગદાન રહ્યું.બ્યુરો રિપોર્ટ અરવલ્લી પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી*

છબી
બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી પોતાને પાલનપુરના મોટા ડીલર અને મોબાઈલ નો મોટો હૉલસેલ વેપારી ગણાવતો જશું માળી અને સંજય કોણ ?*  જે ગ્રાહકોને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આપડેતો એનફોર નામની ખુદની ફેક્ટરી છે બે વર્ષમાં ગમેત્યારે પાછું લઇ આવો હું પાછું લઇ લઈશ અને જ્યારે ગ્રાહક આઠથી નવ મહિને ચાર્જર રિટર્ન કરવા જાય છે ત્યારે એને ધક્કો મારી દુકાન માંથી પાછો ધકેલી મુકવામાં આવે છે   તો આવા લુટારાઓને કોણ સમજાવશે અને કોણ કરશે આમના વિરુદ્ધ કાર્યવાહી ? જુના પાવરહાઉસમા ચાઈના મોબાઈલ એસેસરીઝનું દિવસનું લાખો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે એ પણ જી.એસ.ટી બિલ વગર તો એક તરફ એ સવાલ છે કે આ લોકોનું સરકારમાં જી.એસ.ટી.કેટલું..? *જો તંત્ર આ બાબતે ધ્યાન દોરે તો જુના પાવર હાઉસમાંથી અનલીગલી કોપી રાઈટ ચીજવસ્તુઓનો મોટા પ્રમાણમાં ભાંડો ફૂટે તેમ છે* વાત કરવામાં આવે પાલનપુર જુના પાવરહાઉસની તો ઘણા કેટલાય સમયથી મોબાઇલની મોટી મોટી હોલસેલની દુકાનો આવેલી છે જ્યાં આજુ બાજુ તાલુકાના લોકો અને વેપારીઓ

ડીસા પાસેથી ટ્રકમાં રાજસ્થાનથી હૈદરાબાદ કતલખાને લઈ જવાતા 40 ગધેડા બચાવ્યા..!ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં આશ્રય સ્થાન અપાયું, પોલીસે ગુનો નોંધ્યો

છબી
ડીસા પાસેથી ટ્રકમાં રાજસ્થાનથી હૈદરાબાદ કતલખાને લઈ જવાતા 40 ગધેડા બચાવ્યા..! ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં આશ્રય સ્થાન અપાયું, પોલીસે ગુનો નોંધ્યો ગધેડાને કતલખાને લઇ જવાતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના બાડમેરથી હૈદરાબાદ લઇ જવાતા 40 ગધેડા કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ ડીસા નજીક થી બચાવી લીધા છે તમામ ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. ડીસામાં જીવદયા પ્રેમીઓને ગધેડા કતલખાને લઇ જવાતા હોવાની જાણ થતાં હિમાલય ભાઇ સહિતના કાર્યકરોએ બનાસકાંઠા પોલીસ કંટ્રોલમાં જાણ કરી ગાડીનો પીછો કરી ડીસાના ગૌરક્ષક કેતન લીમ્બાચીયા કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલ શાહ ને જાણ કરી હતી જે બાદ ગાડીને ડીસા હિંગળાજ હોટલ પર રોકાવી હતી ગાડીમાં અંદર ખીચોખીચ 40 ગધેડાઓ ભરેલા હતા ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ૪૦ ગધેડાને કાંટ પાંજરાપોળ  લાવ્યા હતા. કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલ ભાઈએ જણાવ્યું કે મોટાભાગે ગધેડા નો ઉપયોગ કર્ણાટક હૈદરાબાદ સહિતના શહેરોમાં કામેચ્છા વધારવા તેના મિટ નો ઉપયોગ થાય છે હાલમાં રાજસ્થાન

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવીસામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું.

છબી
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું. ભારતીય સંસ્કૃતિમાં માનવીય જીવનમાં ગુરુ શિષ્ય પરંપરાને ખૂબ મહત્વ અપાય છે. ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુ પૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં  પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે ચાલવા સતત  પ્રેરણા માર્ગદર્શન આપી શ્રેષ્ઠ માનવીઓનું નિર્માણ કરવામાં પોતાનું જીવન સમર્પણ કરી દે છે. સ્થૂળ શરીર સિવાય પણ સાચાં ગુરુ પોતાની તપ શક્તિ , સંવેદના ભાવનાઓ સાથે પણ માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.       ગાયત્રી પરિવારના અગ્રણી હરેશ કંસારાના જણાવ્યાનુસાર આજ ૨૪ જુલાઈ, શનિવાર  ગુરુ પૂર્ણિમા પર્વ પર મોડાસા ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે હાલની પરિસ્થિતિ, સરકારશ્રીની ગાઈડ લાઈનના પાલન મુજબ ઉજવણી કરવામાં આવી. આવનાર દર્શનાર્થીઓનું સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું. યજ્ઞ શાળ

નાસાની ભવિષ્ણવાણી, ચાંદ પર હલચલથી વિશ્વમાં આવશે ભયાનક પૂર.PHN -July 15, 2021વોશિંગ્ટન: જલવાયુ પરિવર્તનને લઇને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે. કેટલાક દેશ તેની માર પણ ઝેલી રહ્યા છે. ઝડપથી ગ્લેશિયર પિઘળી રહ્યા છે અને દરિયાનું જળસ્તર સતત વધી રહ્યુ છે. આ વચ્ચે નાસાની ચેતવણી ડરાવનારી છે.15/07/2021

છબી
નાસાની ભવિષ્ણવાણી, ચાંદ પર હલચલથી વિશ્વમાં આવશે ભયાનક પૂર.PHN -July 15, 2021 વોશિંગ્ટન: જલવાયુ પરિવર્તનને લઇને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે. કેટલાક દેશ તેની માર પણ ઝેલી રહ્યા છે. ઝડપથી ગ્લેશિયર પિઘળી રહ્યા છે અને દરિયાનું જળસ્તર સતત વધી રહ્યુ છે. આ વચ્ચે નાસાની ચેતવણી ડરાવનારી છે. નાસાએ કહ્યુ કે હવામાન બદલાવ પાછળનું એક મોટુ કારણ ચાંદ પણ હોઇ શકે છે. નાસાએ ભવિષ્યમાં ચાંદના પોતાની ધરીથી ડગમગાવવાની સંભાવના વ્યક્ત કરી છે. પોતાના એક રિપોર્ટમાં અમેરિકાની સ્પેસ એજન્સીએ કહ્યુ કે જે રીતે જળવાયુ પરિવર્તનમાં વધારો થઇ રહ્યો છે અને દરિયાનું જળસ્તર વધી રહ્યુ છે એવામાં 2030માં ચાંદ પણ ડગમગાવી શકે છે. ચાંદના આ રીતના ડગમગાવવાથી ધરતી પર પ્રલયકારી પૂર સુધી આવી શકે છે. નાસા દ્વારા કરવામાં આવેલી આ શોધ ક્લાઇમેન્ટ ચેંજ પર આધારિત જર્નલ નેચરમાં ગત મહિને પબ્લિશ થયો હતો. આ રિસર્ચ રિપોર્ટમાં ચાંદ પર થતી હલચલને કારણે ધરતી પર આવનારી વિનાશકારી પૂરને ન્યૂસેન્સ ફ્લડ કહ્યુ છે. જોકે, જ્યારે ક્યારેય પણ ધરતી પર હાઇટાઇટ આવે છે તેમાં આવનારા પૂરને આ નામથી ઓળખવામાં આવે છે પરંતુ નાસાની શોધમાં કહેવામાં આવ્યુ કે
છબી
मोदी मंत्रिमंडल का विस्तार, यहां देखें नए मंत्रियों की पूरी लिस्ट लाइव हिन्दुस्तान ,नई दिल्ली Wed, 07 Jul 2021 मोदी मंत्रिमंडल का विस्तार, यहां देखें नए मंत्रियों की पूरी लिस्ट ऐप पर पढ़ें भारतीय जनता पार्टी (बीजेपी) की अगुआई वाली केंद्र की एनडीए सरकार ने बुधवार को मंत्रमिंडल का विस्तार किया। पीएम नरेंद्र मोदी के दूसरे कार्यकाल का यह पहला फेरबदल और विस्तार है। राष्ट्रपति रामनाथ कोविंद ने मोदी की टीम में शामिल किए गए नए मंत्रियों के साथ प्रमोट किए गए 7 मंत्रियों को भी शपथ दिलाई। कुल 15 कैबिनेट मंत्रियों ने शपथ ली है। पीएम मोदी के अलावा अब केंद्रीय कैबिनेट में 77 मंत्री हैं। विस्तार से पहले कैबिनेट के कुल सदस्यों की संख्या 53 थी। इनमें से 12 की छुट्टी कर दी गई और इस तरह कुल 41 सदस्य बचे। कैबिनेट फेरबदल में 7 को प्रोन्नति दी गई है तो 36 नए चेहरों को शामिल किया गया है। राष्ट्रपति ने कुल 43 सदस्यों को शपथ दिलाई है। सबसे पहले महाराष्ट्र के पूर्व मुख्यमंत्री नारायण राणे ने केंद्रीय कैबिनेट मंत्री के रूप में शपथ ली। असम के पूर्व मुख्यमंत्री सर्वानंद सोनोवाल ने केंद्रीय कैबिनेट मंत्

આબુરોડ.. સિરોહીમાં પોલીસે રાજસ્થાન થી અમદાવાદ જઇ રહેલી ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો કબજે કર્યો

છબી
આબુરોડ..  સિરોહીમાં પોલીસે રાજસ્થાન થી અમદાવાદ જઇ રહેલી ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો  કબજે કર્યો છે.  બાતમીના આધારે  ખાનગી બસ ચેક કરતા તલવારો  મળી આવી હતી  આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.  તેની પૂછપરછ ચાલી રહી છે. સિરોહી. મંગળવારે જિલ્લાની એબુરોડ  રિકો પોલીસે ખાનગી બસમાંથી તલવારોનો જથ્થો  પકડ્યો હતો.  પોલીસે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં જઇ રહેલી આ ખાનગી બસની તલાશી લેતા મોટી માત્રામાં તલવારો મળી આવી છે.  કલમ 102 હેઠળ કાર્યવાહી કરતી વખતે તલવારો જપ્ત કરવામાં આવી હતી.  આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.  બસ અમદાવાદ જઇ રહી હતી,જેને  પોલીસે પકડી પાડ્યો  એસપી ધર્મેન્દ્રસિંહ, એસએચઓ બલભદ્રસિંઘ, ચોકી પ્રભારી દેવરામની સૂચનાથી મહેન્દ્રસિંહ ટીમે માવલ ચોકી પર નાકાબંધી અને તલાશી શરૂ કરી હતી.  આ દરમિયાન અમદાવાદ જઇ રહેલી એક ખાનગી બસને અટકાવી હતી અને ડિગીની તલાશી લેવામાં આવી હતી.  ડિગીના છેડે તલવારોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે ડ્રાઇવરને આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે કોઈએ તેને પાર્સ