બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી*
બનાસકાંઠાના પાલનપુરમાં જુના પાવરહાઉસ મા મોબાઈલના મોટા વેપારીઓ ચાઈના એસેસરીઝની ગેરંટી આપી લોકો જોડે કરી રહ્યા છે છેતરપિંડી
પોતાને પાલનપુરના મોટા ડીલર અને મોબાઈલ નો મોટો હૉલસેલ વેપારી ગણાવતો જશું માળી અને સંજય કોણ ?*
જે ગ્રાહકોને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આપડેતો એનફોર નામની ખુદની ફેક્ટરી છે બે વર્ષમાં ગમેત્યારે પાછું લઇ આવો હું પાછું લઇ લઈશ અને જ્યારે ગ્રાહક આઠથી નવ મહિને ચાર્જર રિટર્ન કરવા જાય છે ત્યારે એને ધક્કો મારી દુકાન માંથી પાછો ધકેલી મુકવામાં આવે છે
જુના પાવરહાઉસમા ચાઈના મોબાઈલ એસેસરીઝનું દિવસનું લાખો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે એ પણ જી.એસ.ટી બિલ વગર તો એક તરફ એ સવાલ છે કે આ લોકોનું સરકારમાં જી.એસ.ટી.કેટલું..? *જો તંત્ર આ બાબતે ધ્યાન દોરે તો જુના પાવર હાઉસમાંથી અનલીગલી કોપી રાઈટ ચીજવસ્તુઓનો મોટા પ્રમાણમાં ભાંડો ફૂટે તેમ છે*
વાત કરવામાં આવે પાલનપુર જુના પાવરહાઉસની તો ઘણા કેટલાય સમયથી મોબાઇલની મોટી મોટી હોલસેલની દુકાનો આવેલી છે જ્યાં આજુ બાજુ તાલુકાના લોકો અને વેપારીઓ દુકાન માટે અથવા તો પોતાના મોબાઈલ ની એસેસરીઝ લેવા આવતા હોય છે ત્યારે જુના પાવર હાઉસમાં બેસેલા મોટા વેપારીઓ જોડે ચાઈના નો અઢળક સામાન હોય છે અને નાના વેપારીઓને સામાન મળી પણ જતો હોય છે વધુ મા જુનું પાવર હાઉસ ચાઈના માર્કેટ તરીકે પણ જાણીતું છે કેમ કે ચાઇનાની દરેક વસ્તુ મોટા મોટા પ્રમાણમાં ત્યાં મળી રહે છે જેવી કે બધી કોપી વસ્તુ સેમસંગ .એમ આઈ.રિયલમી.ઓપ્પો. વિવો.આવી બધી કંપનીની ડુપ્લીકેટ ચીજ વસ્તુ નું વેચાણ વધુ પ્રમાણમાં જુના પાવર હાઉસમાં થાય છે વધુ મા કે કોઈ સેમસંગ કે કોઈ પણ બીજા મોબાઈલનો કંપનીમાં ડિસ્પ્લે અથવા કોમ્બો નો ભાવ વધારે હોય તો જુના પાવર હાઉસમાં ચાઈની કોપી ડુપ્લીકેટ એના અડધા ભાવમાં મળી જાય
દાંતા તાલુકાના એક વેપારી જ્યારે જુના પાવરહાઉસ સંજય નામના વેપારી જોડે જાય છે સંજય કમિશન એજન્ટ બનીને એમના કાકા જશું માળી જોડે મોકલે છે ત્યાં તે દાંતા તાલુકાનો વેપારી જશું માળી ને રૂપિયા 35000 ફોન પે કરે છે અને ઉપરના પૈસા રોકડા ચૂકવે છે એ પણ જી. એસ.ટી.બિલ વગર જેનો પુરાવો ગ્રાહક ફોન પે ના ક્રીન શોર્ટ મા આપે છે વધુમાં જશું માળી ચાઈના પ્રોડકની ગ્રાહકને બે વર્ષની ગેરંટી આપે છે અને જ્યારે ગ્રાહક પાછો ગેરંટી આપેલો સામાન બદલવા જાય છે ત્યારે એને ચોખ્ખું ના પાડી દેવામાં આવે છે કે તારો સામાન બદલવામાં નહીં આવે રાત ગઈ બાત ગઈ હવે શું જા તારાથી જે થાય તે કરી લેવું તેમ કહીને ગ્રાહકને કાઢી મુકવામાં આવે છે હવે આ અહેવાલ બાદ જુના પાવર હાઉસ મા ઉગાડી લૂંટ બંદ થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતુજ રહેશે વધુમાં ગ્રાહક જણાવે છે જો આ બાબત ને ગંભીરતાથી નઈ લેવામાં આવે તો ભોગ બનનાર ગ્રાહક ગ્રાહક સુરક્ષામા પોતાની ફરિયાદ કરશે રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com