ગાજણ-હનુમાનજી મંદિર પરિસરમાં ગાયત્રી પરિવારની યુથ ગૃપ, મોડાસા દ્વારા વૃક્ષારોપણ. વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે

ગાજણ-હનુમાનજી મંદિર પરિસરમાં ગાયત્રી પરિવારની યુથ ગૃપ, મોડાસા દ્વારા  વૃક્ષારોપણ. 
વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે "પ્રાણવાન સન્ડે" આંદોલન. વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે "વૃક્ષ ગંગા અભિયાન". આ અભિયાન અંતર્ગત  ગાયત્રી પરિવાર યુથ ગૃપ ( GPYG) મોડાસા  દ્વારા પ્રાણવાન સન્ડે ના નામે યોજના બનાવી છે. જેમાં વર્ષાઋતુમાં  દર રવિવારે  વૃક્ષોના જતન માટે જનજાગૃતિ લાવવા આ યુવાનો સઘન પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વૃક્ષ વાવવા જ નહીં પણ તેનું સિંચન-ઉછેર જતન હેતું આંદોલન ચાલી રહ્યું છે. 
    25 જુલાઈ, રવિવારે આ ગાયત્રી પરિવાર યુથ ગૃપ દ્વારા મોડાસા શામળાજી રોડ પર આવેલા ગાજણ નજીક હનુમાનજી મંદિર પરિસરમાં લીમડો ,પીપળો અને વડ એવા આઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યા. જેમાં પ્રજ્ઞેશ કંસારા, વિરેન્દ્ર સોની, દેવાશિષ કંસારા, પ્રકાશ સુથાર ,યશ ભટ્ટ વિગેરે યુવાનોનું આ આયોજન સફળ બનાવવા માટે વિશેષ યોગદાન રહ્યું.બ્યુરો રિપોર્ટ અરવલ્લી પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું