*ગઢ પો.સ્ટે.ના સામઢી ગામની કેનાલમાંથી મળી આવેલ અજાણી લાશ નો અનડીટેક ખૂનનો ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી એલ.સી.બી.,પાલનપુર બનાસકાંઠા*
*તા.૨૮/૦૭/૨૦૨૧*
*ગઢ પો.સ્ટે.ના સામઢી ગામની કેનાલમાંથી મળી આવેલ અજાણી લાશ નો અનડીટેક ખૂનનો ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી એલ.સી.બી.,પાલનપુર બનાસકાંઠા*
💫 *પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* તથા *શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા** નાઓના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા તથા ગઢ પો.સ્ટે.ની હદમાં બનેલ મર્ડરના ગુનામાં લાશની ઓળખ કરી ખૂનનો ગુનો શોધી તેમાં સંડોવાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરેલ....
💫જે સુચના અન્વયે *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ પી.પરમાર* એલ.સી.બી.પાલનપુર તથા એલ.સી.બી.ટીમ દ્રારા જગ્યાની વિઝિટ કરવામાં આવેલ અને લાશની ઓળખ તથા ગુનો શોધી કાઢવા માટે સ્થાનિક પોલીસ તથા શ્રી *આર.જી.દેસાઇ પો.સબ.ઇન્સ* શ્રી, એલ.સી.બી. પાલનપુરના વડપણ હેઠળ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો ગઠીત કરવામાં આવેલ...
ઉપરોકત અજાણ્યા ઇસમના મર્ડર સબંધે તપાસ દરમ્યાન મરણ જનાર *જગદીશ ભાઇ ઉર્ફે જીગર વિષ્ણુભાઇ રામાનંદી (સાધુ)* રહે. વિરેન પાર્ક, ડીસાવાળા હોવાનુ જણાય આવેલ....
મરણજનાર ઇસમ સબન્ધમાં એલ.સી.બી. ટીમના *હેડ.કોન્સ રાજેશકુમાર તથા યશવંતસિહ તથા બળવંતસિંહ તથા દીલીપસિહ,નિશાંત જોરાવરસિહ, ગજેન્દ્રદાન, ઈશ્વરભાઈ દેસાઈ તથા ટેકનીકલ સેલના મહેશભાઇ પરમાર* વિગેરે માણસોએ મરણજનાર બાબતે નાનામાં નાની વિગતો એકત્રિત કરી ટેકનીકલ તથા હ્યુમન સેન્સ આધારે *(૧) ભરતભાઇ ઉર્ફે રૂડો ઘેમરજી ઠાકોર (૨) અંકિતભાઇ ઉર્ફે બંટી સુભાષ ભાઇ પપારામ યાદવ (૩) રાકેશકુમાર હસમુખલાલ ખત્રીનુ* ઇન્ટ્રોગેશન કરતા ઉપરોકત ઇસમોની આ ગુનામાં સંડોવણી હોય તેમના પાસેથી ગુનાના કામે વપરાયેલ *મોબાઇલ તથા ઇકો ગાડી મળી કુલ રૂ.૨,૫૬,૦૦૦/-* નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.
ગુનાની હકીકત...
તા.૨૨/૦૭/૨૦૨૧ ના રોજ ગઢ પો.સ્ટે.ના સામઢી ગામ સીમમાંથી પસાર થતી બનાસ નદીની કેનાલમાંથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવેલ પ્રાથમિક તપાસ દરમ્યાન સદર અજાણ્યા ઇસમને મારી નાખી ફેકી દીધેલ હોવાનુ જણાય આવતા ગુનો દાખલ થયેલ જેની તપાસ ગઢ પોસઈશ્રી એલ.જે. વાળા કરી રહેલ છે.
ગુનાનુ કારણ-
💫 આ કામે મરણ જનાર *જગદીશભાઇ ઉર્ફે જીગર વિષ્ણુભાઇ રામાનંદી (સાધુ)* રહે. વિરેન પાર્ક, ડીસાવાળા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ એકબીજાના મિત્ર હોય અને બે વર્ષ અગાઉ મરણ જનાર આ ગુનાના *મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ શંકરજી ઠાકોર રહે.ડીસા* વાળાની પ્રેમિકાની દીકરીને ભગાડી લઇ ગયેલ જે પાછળથી મળી આવતા આ બાબતે સમાધાન થયેલ અને તેની અદાવત રાખી મુખ્ય આરોપીએ સહઆરોપીની મદદગારી વડે ભોયણ ગામે ભેગા થઇ ત્યાંથી અલગ અલગ વાહનોમાં ડીસા નદીના પટમાં અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી મોત નિપજાવેલ અને આરોપીઓ પકડાય ના જાય તે સારૂ સદર મરણજનારની લાશને સામઢી ગામની કેનાલમાં ફેકી નાસી ગયેલ હોવાનુ તપાસ કરતા જણાય આવેલ છે.
આ કામે મુખ્ય આરોપી *પ્રકાશ ઉર્ફે પપ્પુ શંકરજી ઠાકોર રહે.રીજમેન્ટ, ડીસા* વાળા તપાસ કરતા મળી આવેલ ના હોય તેમની ધરપકડ બાકીમાં છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com