ડીસા પાસેથી ટ્રકમાં રાજસ્થાનથી હૈદરાબાદ કતલખાને લઈ જવાતા 40 ગધેડા બચાવ્યા..!ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં આશ્રય સ્થાન અપાયું, પોલીસે ગુનો નોંધ્યો
ડીસા પાસેથી ટ્રકમાં રાજસ્થાનથી હૈદરાબાદ કતલખાને લઈ જવાતા 40 ગધેડા બચાવ્યા..!
ગધેડાને કતલખાને લઇ જવાતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના બાડમેરથી હૈદરાબાદ લઇ જવાતા 40 ગધેડા કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ ડીસા નજીક થી બચાવી લીધા છે તમામ ગધેડાઓને કાંટ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.
ડીસામાં જીવદયા પ્રેમીઓને ગધેડા કતલખાને લઇ જવાતા હોવાની જાણ થતાં હિમાલય ભાઇ સહિતના કાર્યકરોએ બનાસકાંઠા પોલીસ કંટ્રોલમાં જાણ કરી ગાડીનો પીછો કરી ડીસાના ગૌરક્ષક કેતન લીમ્બાચીયા કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલ શાહ ને જાણ કરી હતી જે બાદ ગાડીને ડીસા હિંગળાજ હોટલ પર રોકાવી હતી ગાડીમાં અંદર ખીચોખીચ 40 ગધેડાઓ ભરેલા હતા ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ૪૦ ગધેડાને કાંટ પાંજરાપોળ લાવ્યા હતા.
કાંટ પાંજરાપોળના સંચાલક મદનલાલ ભાઈએ જણાવ્યું કે મોટાભાગે ગધેડા નો ઉપયોગ કર્ણાટક હૈદરાબાદ સહિતના શહેરોમાં કામેચ્છા વધારવા તેના મિટ નો ઉપયોગ થાય છે હાલમાં રાજસ્થાનમાં ખેતરોમાં ગધેડાનું ચલણ ઓછું થતાં તેમનું માસ 600 રૂપિયા કિલો વેચાતું હોવાથી હવે ભેજાબાજ લોકો વધુ કમાઈ લેવા ગધેડા હૈદરાબાદ કર્ણાટક આસપાસના કતલખાને લઈ જાય છે બ્યુરો રીપોર્ટ PHN NEWS banaskantha
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com