મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવીસામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી
સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું.
ભારતીય સંસ્કૃતિમાં માનવીય જીવનમાં ગુરુ શિષ્ય પરંપરાને ખૂબ મહત્વ અપાય છે. ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુ પૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં  પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે ચાલવા સતત  પ્રેરણા માર્ગદર્શન આપી શ્રેષ્ઠ માનવીઓનું નિર્માણ કરવામાં પોતાનું જીવન સમર્પણ કરી દે છે. સ્થૂળ શરીર સિવાય પણ સાચાં ગુરુ પોતાની તપ શક્તિ , સંવેદના ભાવનાઓ સાથે પણ માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
      ગાયત્રી પરિવારના અગ્રણી હરેશ કંસારાના જણાવ્યાનુસાર આજ ૨૪ જુલાઈ, શનિવાર  ગુરુ પૂર્ણિમા પર્વ પર મોડાસા ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે હાલની પરિસ્થિતિ, સરકારશ્રીની ગાઈડ લાઈનના પાલન મુજબ ઉજવણી કરવામાં આવી. આવનાર દર્શનાર્થીઓનું સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું. યજ્ઞ શાળામાં સતત પ્રજ્જ્વલિત યજ્ઞ કુંડમાં સૌ એક પછી એક પોતાની આહુતિ સમર્પિત કરતા ગયાં જેથી ભીડ ના થાય. શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે એવા તુલસીના રોપા પોતાના ઘેર વાવવા માટે  આવનાર દર્શનાર્થીઓને યુવા ટીમ દ્વારા કુલ ૫૦૦ રોપા પ્રસાદ રુપે આપવામાં આવ્યા. 
   આ ઉપરાંત ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા સૌ સાધકોને આપેલ સોસીયલ મિડિયાના સંપર્ક દ્વારા માર્ગદર્શન મુજબ મોડાસા સહિતના આસપાસના ત્રીસ ગામોમાં સૌ સાધકો પોતાના ઘેર ઘેર  પરિવારજનો સૌ ધ્યાન, મંત્રજાપ, ગાયત્રી યજ્ઞ, દિપયજ્ઞમાં આહુતિ સમર્પિત કરવાનું આયોજન કરવામાં આવ્યું. સાધકો  ગુરુદિક્ષાના સંકલ્પોને યાદ કરી હવેથી વધુ શ્રદ્ધાં , ભક્તિ, સમર્પણ અને અનુશાસનની ભાવના વધુ જગાવી પોતાના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવી  માનવતાની સેવામાં વધુ પ્રયાસ કરવા સંકલ્પ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.
    અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ભલે સ્થૂળ શરીરની જીવનયાત્રા 1990 માં પૂર્ણ કરી સૂક્ષ્મ ચેતનામાં વિલિન થયાં છે. પરંતુ એમના બતાવેલા વિચાર ક્રાન્તિ અભિયાનના રાહ પર તેમના શિષ્યો- સાધકો સતત વધતાં જાય છે. હાલમાં પંદર કરોડથી પણ વધારે શિષ્યો વિશ્વભરમાં માનવજાતને શ્રેષ્ઠ માર્ગ  પર ચાલવા વિચારોની ક્રાન્તિ માટે તથા જન સેવામાં અવિરત પ્રયાસ કરી રહેલ છે. ગાયત્રી પરિવારના મુખ્યાલય ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શનમાં આજ ગુરુપૂર્ણિમા પાવન પર્વ મોડાસા સહિત અરવલ્લી જીલ્લામાં અને વિશ્વભરમાં ગાયત્રી પરિવારના તમામ સંસ્થાનો, શાખાઓ દ્વારા સ્થાનિક પરિસ્થિતિ અને નિયમોનુસાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
બ્યુરો રિપોર્ટ અરવલ્લી PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો