જીલ્લામાં લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
પ્રજાલક્ષી કામોમાં જોડાઈને પ્રજાના નકારાત્મક પ્રશ્નોનોનો નિકાલ લાવવો
-પ્રભારીમંત્રીશ્રી રમણ પાટકર
અરવલ્લી જીલ્લામાં લોકોના પ્રશ્નોનો ઝડપથી નિરાકરણ લાવવા માટે જીલ્લાના કલેકટર કચેરીના સભાખંડ ખાતે વન અને આદિજાતી વિકાસમંત્રીશ્રી તથા અરવલ્લી જીલ્લા પ્રભારીમંત્રીશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં તથા જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.
જેમાં આ બેઠકમાં ૭૨ જેટલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. તેમાં સામુહિકના ૩૨ પ્રશ્નો વ્યક્તિગત ૨૮ તથા તથા નીતિવિષયક ૧૨ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.જેમાં તાલુકાના જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત વિગત વાર કરાઈ.
જેમાં લોકો દ્વારા મોડાસાના બોરડી ગ્રામ પંચાયતના લીઝના બાબતે, મોડાસામાં વારંવાર વીજળી જતી રહેવા, મોડાસામાં સુજલામ સુફલામ યોજનાની પાઈપ લાઈનથી આજુબાજુના કિલોમીટરના અંતરના તમામ તળાવો ભરવા બાબતે, મોડાસાના મોટી બોરડી ખાતે સી.સી. રોડ મજુર કરવા બાબતે દાવલી ગ્રામ પંચાયતની હદમાં આવેલ શામપુર દાવલીના ડુંગર પર ખનીજ કોરી યુદ્ધના ધોરણે બંધ કરાવવા બાબત, કસાણા ગમે પોલીસ ચોકીની મંજૂરી આપવા બાબત, ડામોર ફળિયામાં જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવા બાબત, મોડાસા કોલીવડ ખાતે નવી આંગણવાડી કાર્યરત કરવા બાબત, મેઘરજના ઇટવા ગમે ગૌચર જમીનમાં થયેલ દબાણ દુર કરવા બાબત, કંટાળુ ગામે કેનાલ ચાલુ કરવા બાબત, ભિલોડા બંધ બસો પુન: ચાલુ કરવા બાબત, ભિલોડા જુના મકાનને નવીન કરવા બાબત, મોંઘરી ગ્રામપંચાયતમાં નર્મદાના પાણી માટે અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની જરૂર હોઈ મંજૂર કરવા બાબત, આદિવાસી વિસ્તારમાં રોજગારની તકો ઉભી કરવા બાબત, માલપુર ગંદકી દુર કરવા બાબત જેવા પ્રશ્નોની રજૂઆત સામુહિક અને વ્યક્તિગત રીતે કરવામાં આવી.
જે અંતર્ગત વન અને આદિજાતી વિકાસમંત્રીશ્રી તથા અરવલ્લી જીલ્લા પ્રભારીમંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમ ભૂતકાળમાં સરકારશ્રીની સૂચના પ્રમાણે કામ કરવું, સંપાદનમાં આવેલ વળતરના રજૂઆત બાદ મળેલ હોવાથી પ્રશ્નોને પૂર્ણ કરવા, આજે તંત્રશ્રી દ્વારા લોકોના પ્રશ્નોને સાભળવા અને નિકાલ કરવા, રેશનકાર્ડના પ્રશ્નોનો પણ નિકાલ કરવો,પ્રજાલક્ષી કામોમાં જોડાઈને પ્રજાના નકારાત્મક પ્રશ્નોનો નિકાલ લાવવો, પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવું, આજે આવેલ પ્રશ્નોમાં જે પણ સબંધિત અધિકારીશ્રીઓએ આ પ્રશ્નોની નોંધ લેવી તથા પ્રજાને કોઈ પમ કામ માટે વારંવાર કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેનું ધ્યાન રાખવું તથા પ્રજાના દરેક પ્રશ્નોનો ઝડપથી નિરાકરણ લાવીશું તેમ પ્રજાને અનુરોધ કર્યો.
તેમણે વધુમાં જણાવ્યુ કે ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાશે જેમાં લોકોને અનાજ ન મળતું હોય તેવા લોકોની કાળજી લેવી તથા તેમણે સરકારની દરેક યોજનાઓનો લાભ મળતો રહે.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ , જીલ્લા અગ્રણી પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જીલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ, બાયડ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી શ્રીમાળી,પ્રયોજના વહીવટદારશ્રી, ડી.વાય.એસ.પી.શ્રી વિશાલ રબારી, આઈ.સી.ડી.એસ. અધિકારીશ્રી, પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી, સિંચાઇ અધિકારીશ્રી, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તથા જીલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા..
બ્યુરો રીપોર્ટ અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com