મોડાસાના ઉમિયા મંદિર ખાતે ગૃહરાજય મંત્રીશ્રીની ઉપસ્થિતિમા “ યુવા શકિત દિન" કાર્યકમ યોજાયો*****ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બેરોજગારીનું સ્તર બીજા રાજ્યો કરતા ઘણું નીચું છે*- *ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા*અરવલ્લી જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરાયા

*મોડાસાના ઉમિયા મંદિર ખાતે ગૃહરાજય મંત્રીશ્રીની ઉપસ્થિતિમા “ યુવા શકિત દિન" કાર્યકમ યોજાયો*
***
*ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બેરોજગારીનું સ્તર બીજા રાજ્યો કરતા ઘણું નીચું છે*
- *ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા*
અરવલ્લી જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરાયા
      રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષના સંદર્ભે ૬ ઓગસ્ટ શુક્રવારના રોજ “યુવા શક્તિ દિવસ” કાર્યક્રમ સુરત ખાતેથી ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે ૫૦ હજાર યુવાઓને નિમણુંક પત્રોનું વિતરણ તથા રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન “અનુંબંધમ”નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે શુભારંભ કરાયું. જેમાં રાજ્યના ૫૧સ્થળો પર કાર્યક્રમ યોજાયો હતો.
       જે અંતર્ગત અરવલ્લી મોડાસાના ઉમિયા મંદિર ખાતેથી ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં  “યુવા શક્તિ દિવસ”નો કાર્યક્રમ યોજાયો જેમાં જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા. 
      આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પ્રજા સુધી સરકારની ૫ વર્ષની કરેલ કામગીરી પહોંચે તે અંતર્ગત ૧ થી ૯ ઓગસ્ટ સુધી જુદા-જુદા સ્થળોએ રાજ્યમાં દરેક જગ્યાએ કાર્યક્રમો થઇ રહ્યા છે. અમે સરકારના યુવાધનને કૌશલ્યમાં વર્ધન થાય તે માટે સરકાર અતિ મહત્વના નિર્ણયો હાથ ધર્યા છે. યુવા પેઢીને આગળ વધારવા તથા સામાન્ય પરીવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી શિક્ષણની યોજના થકી સહાય સરકાર કરી રહી છે. રાજય સરકાર જોબ પ્લેસમેન્ટ યોજીને બેરોજગારોને રોજગારી પૂરી પાડી રહી છે. ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બેરોજગારીનું સ્તર બીજા રાજ્યો કરતા ઘણું નીચું છે. રાજ્યના સર્વાંગી વિકાસમાં, ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવામાં શ્રમ અને રોજગાર વિભાગનું મહત્વનું પ્રદાન છે. સૌના જીવનમાં શ્રમ અને કૌશલ્ય બંનેનું મહત્વ છે અને બંને આ વિભાગની અગત્યની જવાબદારી છે. શ્રમ-રોજગાર ક્ષેત્ર વધુ સુદઢ અને સરળ બને તેવી નવી ઘણી જ ભવિષ્યલક્ષી યોજનાઓ આ પ્રગતિશીલ સરકાર દ્વારા ઘડવામાં આવી છે. જેમાં રોજગાર દિવસ અંતર્ગત યુવાઓને રોજગારી પુરી પાડવાનો પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે.    
      તેમણે વધુ ઉમેરતા જણાવ્યું કે, ૨૦૧૪ માં જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારત દેશનો પદભાર સંભાળ્યો ત્યારથી આજ સુધી લઈને તેમણે ગુજરાતના વિકાસમાં વધારો થાય તેવા અનેકવિધ કાર્યો હાથ ધર્યા છે અને વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. વિકાસ માટે શિક્ષણ, વીજળી,કાયદો,સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. રાજ્યમાં કાયદો વ્યવસ્થા યોગ્ય ન હોય તો કોઈ એક રૂપિયાનું રોકાણ ન થઇ શકે. ગુજરાતમાં કાયદાની ઉત્તમ પરિસ્થિતિ છે. રોજગારીના કારણે સમૃદ્ધિ છે.ગુજરાતમાં રોજગારી માટેના નવા નવા દ્વાર ખુલતા જાય છે. સરકાર દ્વારા ૧૦ હજાર સખી મંડળોને આત્મનિર્ભર બનાવવા લોન સહાય અપાઇ છે.તો લોકડાઉન દરમિયાન અન્ન વિતરણ કરી ગરીબોના ઘરના ચુલાને બુઝાવા દીધો નથી ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રિના ઉજાગરા બંધ થાય છે. છેલ્લા ૨૫ વર્ષથી પ્રજાના આશીર્વાદ મળતા આ સરકાર વિકાસના કાર્યો કરી છે.
      તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા રાજ્યમાં નર્મદાના નીર ગામે ગામે સુધી પહોંચાડીને ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બંનાવ્યા છે. ખેડૂત ત્રણ પાક લઈને રાજયને સમૃદ્ધ બનાવી રહ્યા છે. સરકારે સરદારશ્રી વલ્લભભાઈ પટેલની પણ સૌથી ઉંચી પ્રતિમા બનાવી સાચી શ્રધ્ધાજંલિ આપી છે. કેન્દ્રની સરકારના સહયોગથી રાજયના વિકાસને વેગ મળ્યો છે. રાજય સરકાર દ્વારા સી.સી.ટી.વી.ના માધ્યમથી ગુના પકડી શકાય તે માટે કામ કરી રહ્યા છે. સરકાર દ્વારા લવ જેહાદ કાયદા હેઠળ બહેન દીકરીઓને ધર્માંતરણ ન કરવું પડે માટે કાયદો બનાવ્યો.
આ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં ૧૩૬ અને જીલ્લા શિક્ષણાધિકારી મોડાસા દ્વારા ૧૩૬, ૧૭ ખાનગી,૪ વિધુત સહાયક, ૩૨ એપ્રેન્ટીસ તથા અન્ય જુદા-જુદા વિભાગો દ્વારા કાયમી નિમણુંક, કરાર, આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે  જીલ્લાના રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરાયા.
    આ સાથે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ શામળાજી ખાતે શામળિયા ભગવાનના દર્શન કર્યા હતા. 
   આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણે તથા જીલ્લા અગ્રણીશ્રી રાજેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું 
   આ પ્રસંગે મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર, જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ, જીલ્લા સંગઠન પ્રભારી શ્રીમતી જયશ્રીબેન, જીલ્લા પ્રભારી મંત્રીશ્રી જગાણીયા,  જીલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, , અન્ય અધિકારીશ્રીઓ તથા યુવા રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ અરવલ્લી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો