પોસ્ટ્સ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના શહીદ જવાન મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવદેહને વતન લવાયા બાદ રડતી આંખે અંતિમ વિદાય અપાઈ હતી.શહીદના પાર્થિવદેહને સન્માન સાથે વતન લવાતા લોકોએ પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં જવાનના પાર્થિવ દેહને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી અગ્નિ સંસ્કાર કરાતાં શાહિદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.

છબી
વીરને વિદાય : ગાર્ડ ઓફ ઓનર સાથે દેશભક્તિના માહોલ વચ્ચે શહીદ જવાનના અંતિમ સંસ્કાર, મોટા ગામ હિબકે ચઢ્યું Prime Hindustan News channel,06/04/ 2021 બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના શહીદ જવાન મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવદેહને વતન લવાયા બાદ રડતી આંખે અંતિમ વિદાય અપાઈ હતી.શહીદના પાર્થિવદેહને સન્માન સાથે વતન લવાતા લોકોએ પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં જવાનના પાર્થિવ દેહને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી અગ્નિ સંસ્કાર કરાતાં શાહિદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. ઇન્ડિયન આર્મીમાં ઓરિસ્સા ખાતે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ હડિયલનું ફરજ સ્થળે જ આકસ્મિક મોત થયું હતું. ડ્યુટી વખતે તબિયત ખરાબ થતા તેમને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ ન્યુમોનિયાની બીમારીના કારણે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. દેશપ્રેમી જવાનનું મોત થતાં મોટા ગામ અને ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આજે શહિદ જવાનની અંતિમયાત્રા વખતે પણ મોટા ગામ હિબકે ચઢ્યું હતું અને દેશભક્તિના ગીતો વચ્ચે વીરને વિદાય અપાઈ હતી.

અમદાવાદ / પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? Prime Hindustan News channel 05-01-2021 સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ

છબી
અમદાવાદ / પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ?Prime Hindustan News channel   05-01-2021  સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ પીધેલી હાલતમાં નકલી પોલીસ બની પહોંચ્યા અડ્ડા પર, કંટ્રોલરૂમમાં ફોન કરતા થયો પર્દાફાશ સરદારનગર વિસ્તારમાં નકલી પોલીસ બની રોફ જમાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે. દારૂના અડ્ડા પર વિજિલિયન્સની ટીમ કહી રેડ પાડવા ગયેલા બંને બહુરૂપીને દબોચી લેવામાં આવ્યા છે. તોડ કરવા આવેલા દેશી દારૂના અડ્ડા પર ફરિયાદી મહિલાને નકલી પોલીસ હોવાનું જાણ થતાં તેને કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા બંને નશાની હાલતમાં હતા. ઘટનાની વિગત મુજબ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલશન પાર્ટી પ્લોટની સામે સકોડી દારૂવાળાને ત્યાં  સુરેન્દ્રકુમાર ટીલવારી અને પ્રકાશ ચારણ નામના બે આરોપીઓ નક્લી પોલીસ બની તોડ કરવા પહોંચ્યા હતા. બન્ને બહુરૂપીએ ફ

ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

છબી
બનાસકાંઠા.Prime Hindustan News channel બનાસકાંઠા : કાશ્મીર જેવા માહોલથી કુદરતી કરફ્યુ નોં માહોલ Prime Hindustan News channel  05/04/2021 ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી  દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા માં ધુમ્મસ છવાયેલ વાતાવરણથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હયો.સવારના પહોરમાં વાહનચાલકોને લાઈટો ચાલું રાખવાની ફરજ પડી હતી.ધુમ્મસના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય પણ જોવા મળ્યો હતો.આજે સવારથી ધૂમમ્સ વચ્ચે કાશ્મીર જેવું ઠંડુંગાર વાતાવરણ હોવાથી લોકો સવારથી જ ઘરમાં પુરાઈ રહ્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો  દાંતીવાડા ડીસા ધાનેરા થરાદ લાખણી ના ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું.. વધારે પડતી ઠંડીથી એરંડા રાયડા અને બટાટાના પાકને નુકસાન થવાની ભીતિ..વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા હાઈવે ઉપર વાહનોમાં વિઝિબિલિટી ઘટ

અરવલ્લી :- અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા પાસે વાંટડા ટોલ પ્લાઝા પર વાહન ચેકીંગ દરમિયાન લક્ઝરી બસમાંથી બે પરપ્રાંતિય ખેપિયાઓ પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૦૮ સાથે રૂપિયા ૨૫,૫૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિય ખેપિયાઓને અરવલ્લી LCB પોલીસે દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

છબી
અરવલ્લીઃવાંટડા ટોલ પ્લાઝા પાસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને દબોચતી LCB પોલીસ.   04/01/2021 Prime Hindustan News channel અરવલ્લી :- અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા પાસે વાંટડા ટોલ પ્લાઝા પર વાહન ચેકીંગ દરમિયાન લક્ઝરી બસમાંથી બે પરપ્રાંતિય ખેપિયાઓ પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૦૮ સાથે રૂપિયા ૨૫,૫૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિય ખેપિયાઓને અરવલ્લી LCB પોલીસે દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ માહિતી મુજબ, અરવલ્લી LCB પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમ વાંટડા ટોલ પ્લાઝા પર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન આવી પહોંચેલી લકઝરી બસ ચેક કરતાં તેની ડેકીમાંથી પ્લાસ્ટિકની કોથળામાં પેક કરેલી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૦૮. કિંમત રૂપિયા ૫૪,૦૦૦/- તથા લકઝરી બસ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૫,૫૬, ૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાયેલા પરપ્રાંતિય ખેપિયાઓ ડ્રાઇવર ક્લીનર સુભાષ જાટ, ઘનશ્યામ મેઘવાલ બંને. રહે. રાજસ્થાનને જેલભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના “થરા” ગામની દીકરી કુ.રિપલબેન ભેમજીભાઇ પરમાર રાષ્ટ્રીયકક્ષાએ ગોવા ખાતે રમાયેલી (ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ) લોન્ગ જમ્પ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ નંબર મેળવી માત્ર થરા કે બનાસકાંઠા જ નહીં, આખા ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે.વ્હાલી દીકરી રિપલને Prime Hindustan News channel ખુબ ખૂબ અભિનંદન પાઠવે છે.

છબી
લોન્ગ જમ્પ : થરાની ‘જમ્પિંગ ગર્લ’ લાંબો કૂદકા માં વિશ્વમાં દેશનો ‘ડંકો’વગાડવા સજ્જડ Prime Hindustan News થરા ગામની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે બનાસકાંઠા જ નહીં,  પણ આપના ગુજરાતને ગૌરવ અપાવ્યું  અને હવે આ દીકરી વિશ્વભરમાં ડંકો વગાડવા સજ્જડ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના “થરા” ગામની દીકરી કુ.રિપલબેન ભેમજીભાઇ પરમાર રાષ્ટ્રીયકક્ષાએ ગોવા ખાતે રમાયેલી (ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ) લોન્ગ જમ્પ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ નંબર મેળવી માત્ર થરા કે બનાસકાંઠા જ નહીં, આખા ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે.વ્હાલી દીકરી રિપલને Prime Hindustan News channel  ખુબ ખૂબ અભિનંદન પાઠવે છે. હવે તેણી આંતરરાષ્ટ્રીય લેવલ પર આગામી સ્પર્ધામાં ભાગ લેવા મલેશિયા જનાર છે ત્યારે આ વૈશ્વિક પરીક્ષામાં પણ ડંકો વગાડી દેશનું નામ પણ રોશન કરે એવી શુભકામના સાથે ભગવાન ને  પ્રાર્થના કરીએ છીયે.  ખૂબ ખૂબ હભિનદન

બનાસડેરીમાં ૮૨ લાખ લિટર દૂધની આવકઆટલા મોટા દૂધના જથ્થાનો અવેર બનાસડેરી માટે પડકારરૂપ પરિસ્થિતિ.

છબી
બનાસડેરીમાં ૮૨ લાખ લિટર દૂધની આવકઆટલા મોટા દૂધના જથ્થાનો અવેર બનાસડેરી માટે પડકારરૂપ પરિસ્થિતિ. Prime Hindustan News રિપોર્ટ : પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી  સમાન બનાસડેરીમાં આજે વિક્રમજનક ૮૨ લાખ લિટર દૂધની આવક થતાં, ૫૫ લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસ ડેરી માટે દૂધનો અવેર અને વેચાણ કરવાની પડકારજનક સ્થિતિ સર્જાઈ છે.ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત રાજયની તમામ ડેરીઓનું કૂલ દૂધ સંપાદન ૨.૨૫ કરોડ લીટર છે, જેમાં માત્ર બનાસ ડેરીનું દૂધ સંપાદન ૮૨ લાખ લીટર થવા જાય છે, ત્યારે બનાસ ડેરી પણ તેના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલીડે ન રાખવો પડે તે પ્રમાણે પડકાર જનક સ્થિતિમાં દુધનો અવેર કરી રહી છે. બનાસડેરીમાં ૧૦૦૦ ટેન્કરો મારફતે દૂધનું વહન થઇ રહ્યું છે અને રાધનપુર તેમજ ખીમાણા દૂધ શીત કેન્દ્રો પણ કાર્યરત કરીને દૂધના જથ્થાને મેળવીને બહારની ડેરીઓને પણ દૂધનો પુરવઠો મોકલી રહી છે. જેમાં મધર ડેરીને દૈનિક ૧૪ લાખ લીટર દૂધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે, એ જ રીતે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા ખાતે પણ દૂધ મોકલાવી રહ્યા છીએ. બનાસ ડેરીની સમગ

આ વર્ષે પતંગ ઉત્પાદન પર મોટી અસર કોરોના નું ગ્રહણ લાગતાં વેપારીઓમા મંદી નો માહોલ

છબી
આ વર્ષે પતંગ ઉત્પાદન પર મોટી અસર કોરોના નું ગ્રહણ લાગતાં વેપારીઓમા મંદી નો માહોલ દર વર્ષ કરતા પતંગ નું ઉત્પાદન 40 ટકા ઓછું થયું જેમાં વેપારીઓ એ માલ સમાન ખરીદીને બેઠા છે પરંતુ કોવિડ ગાઈડલાઈન ના કારણે વેપારીઓમાં અસમંજસતા ને લઈને મુંજવણ માં મુકાયાં છે. મહિનાઓ પહેલા મળતાં ઓર્ડર આ વર્ષે મળ્યા નથી જેમાં પતંગ ના ભાવમાં 20-30 ટકા નો ભાવ વધારો જોવા મળ્યો છે. 20 ચિલ પતંગ ના ગતવર્ષે ભાવ 60 થી 80 રૂપિયા હતા . આ વર્ષે 100 થી 110 ભાવ ચાલી રહ્યા છે  મોટા પતંગ ના 120 રૂપિયા હતા, જે વધી ને 140-150 રૂપિયા થયાં હતાં.  કોરોના અને લોકડાઉન ના કારણે દોરી નુ ઉત્પાદન ઓછું થતાં દોરી નો ભાવ આસમાને જેવા મળી રહ્યો હતો. કલકતા થી આવતી વાંશના ભાવમાં ભાવ વધારાની અસર ઓપતંગ પર જોવા મળી રહી છે જેને લઈને વેપારીઓમાં મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે     તસવીર અહેવાલ .વજેરા મ જોષી ભીલડી.

રહીશો વીફર્યા:પાટણમાં ચંદ્રસિંહનો મૃતદેહ આવતા ટોળાએ દીવાલ તોડી રસ્તો ખુલો કરી મૃતદેહ દીવાલના સ્થળે જ મૂકી અંતિમ ઈચ્છા પુરી કરીપાટણએક કલાક પહેલા

છબી
રહીશો વીફર્યા:પાટણમાં ચંદ્રસિંહનો મૃતદેહ આવતા ટોળાએ દીવાલ તોડી રસ્તો ખુલો કરી મૃતદેહ દીવાલના સ્થળે જ મૂકી અંતિમ ઈચ્છા પુરી કરી પાટણએક કલાક પહેલા મૃતદેહ દિવાલના સ્થળે જ મૂકી અંતિમ ઈચ્છા પુરી કરી ટ્રસ્ટ પરિવારોને જમીન સાથે મૃતકના પુત્રોને આર્થિક સહાય આપશે જુનો પૂજારી મંદિરમાં ન રહે તેવી શરતે સમાધાન કર્યું રામજી મંદિર દીવાલ બનાવતા 3 ફૂટ રસ્તો સાંકળો બનતા રસ્તો ખુલો કરવાની માંગ સાથે યુવક સળગી ગયો હતો પાટણમાં ચન્દ્રસિંહે આત્મવિલોપન કરતા સારવાર દરમિયાન મોત બાદ તેમના મૃતદેહને ઘરે લાવતા જ આક્રોશમાં આવી ટોળાએ દીવાલને લઇ સમગ્ર ઘટના બની હોઈ દીવાલને જ તોડી પાડી હતી. જગ્યા ખુલ્લી કરી દીવાલના સ્થળ પર જ મૃતદેહ મૂકી તેમની જમીનની માંગણી અને આરોપીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ ન કરવાનો નિર્ણય લેતા સ્થિતિ તંગ બની હતી. પોલીસ મધ્યસ્થી બની સમાધાન માટે સમાજ આગેવાનો સાથે મિટિંગ કરતા અંતે ટ્રસ્ટ જમીન આપવા સહીત અન્ય માંગણીઓ સ્વીકારતા સમાધાનના અંતે સાંજે અંતિમવિધિ કરાઈ હતી. રહીશો દીવાલ તોડવા તૂટી પડ્યા પાટણમાં બગેશ્વર મહાદેવ મંદિર

બનાસકાંઠા માં BSNL ટાવર ની બેટરીઓની ચોરી કરતી ટોળકી ઝડપાઈ.

છબી
બનાસકાંઠા માં BSNL ટાવર ની બેટરીઓની ચોરી કરતી ટોળકી ઝડપાઈ.  બનાસકાંઠા જિલ્લામાં BSNL ટાવર ની બેટરીઓની તેમજ પ્લેટો ની ચોરી કરતી ટોળકીના પાંચ આરોપીઓની એલ.સી.બી. તેમજ એસ.ઓ.જીની પોલીસ સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે લાખણી સર્કિટ હાઉસ હાઈવે પાસે ઈક્કો ગાંડી નં.G.J.1.DX.2025 તેમજ ટેમ્પો ગાંડી નં G.J.8.AU.3054 આવતાં ગાડી રોકાવી તલાશી લેતાં અંદરથી બેટરીઓ,કાર્ડ મળી આવ્યા હતા.આ અંગે ટેમ્પો ગાડી ચાલક શકીલ અહેમદ મોલાનાસુબહાની શેખ ને પૂછપરછ કરાતાં અશોકભાઈ મોહનભાઈ વજીર રહે લાખણી તેઓએ ભરાવેલ વધુ પૂછપરછ અશોકભાઈ ને કરતા આ બેટરીઓ કાતરવા તેમજ જાલોઠા  BSNL ટાવર પરથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું બેટરીઓ તેમજ નાની-મોટી પ્લેટો ગાંડી કુલ મળી કિંમત રૂપિયા 6.44.100 મુદ્દામાલ કબ્જે કરી પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આજ રોજ ગરવી ગુજરાત ની ગાંધીનગર જિલ્લાની કારોબારીની મીટીંગ યોજાઈ ગઈ જેમાં મહિલા મોરચાની રચના કરવામાં આવી.મહિલા મોરચામાં મહિલાઓને અલગ અલગ હોદ્દા ની વહેચણી કરવામાં આવી

છબી
આજ રોજ ગરવી ગુજરાત ની ગાંધીનગર જિલ્લાની કારોબારીની મીટીંગ યોજાઈ ગઈ જેમાં મહિલા મોરચાની રચના કરવામાં આવી.મહિલા મોરચામાં મહિલાઓને અલગ અલગ હોદ્દા ની વહેચણી કરવામાં આવી  (૧) અંજનાબેન રાઠોડ – ગાંધીનગર શહેર મહિલા મોરચા પ્રમુખ (2) અમિતા કે પટેલ - ગાંધીનગર શહેર મહિલા મોરચા ઉપ પ્રમુખ (૩) ઋષિકાબેન ચક્રવતી - ગાંધીનગર શહેર મહિલા મોરચા મહા મંત્રી (૪) પ્રજ્ઞાબેન પંડ્યા - ગાંધીનગર શહેર મહિલા મોરચા મીડિયાસેલ કન્વીનર

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી લુંટમાં ગયેલ રોકડ રકમ રિકવર કરી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી થરાદ પોલીસ તથા એલ.સી.બી ટીમના માણસો* થરાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૦૧૧૬૮ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧, ૧૧૪ મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા *બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પુજા યાદવ, થરાદનાઓની સીધી રાહબરી હેઠળ તપાસ* દરમિયાન મરણ જનાર સંતોષકુમાર ઉર્ફ *સંજયભાઇની સ્વીફટ ગાડી બિનવારસી રાધનપુર* ખાતેથી મળી આવતાં સ્થળ ઉપર ફિંગર પ્રિન્ટ તથા એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ. તે જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી *સદરહુ ગુન્હામાં સંડોવાયેલ રમેશભાઇ નાંનજીભાઇ ચૌધરી રહે.ભેસાણા તા.દિયોદરવાળાને તપાસના કામે* લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે તથા *કિરણકુમાર વિનોદભાઇ દેહળાજી વિઠોદરા (ઠાકોર) રહે.ભીમબોરડી તા.ભાભર હાલ રહે. પ્રેમાજી મલાજી પટેલના ખેતરમાં, નાના ગોળીયા ભેસાણા તા.દિયોદર વાળાએ ભેગા મળી ખુન સાથે લૂટ કરેલની કબુલાત કરેલ.* રમેશભાઇ નાનંજીભાઇ ચૌધરીનાઓ મરણ જનાર સંતોષકુમાર ઉર્ફ સંજયભાઇ દેવનમલ માળી રહે.ડીસાવાળાને દાડમના વેચતા હોઇ જેથી તેઓ બે વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. ચાલુ વર્ષે દાડમ ખરીદવા મરણ જનાર સંજયભાઇએ રમેશભાઇને દિયોદર વિસ્તારમાં દાડમ ખરીદી કરતી વખતે સાથે રાખેલ. રમેશભાઇ સ્થાનિક માણસ હોઇ અને ખેતરો રસ્તા જોયેલ હોવાથી મરણ જનાર સંજયભાઇએ રમેશભાઇની મદદ લીધેલ. આ રમેશભાઇ ધણા દિવસથી મરણ જનાર સાથે તેની સ્વીફટ ડિઝાયર ગાડીમાં દાડમ ખરીદી કરવા સાથે જતો હોઇ તે દરમિયાન રમેશભાઇ ને જણાયેલ કે સંજયભાઇ પોતાની ગાડીમાં મોટી રકમ સાથે રાખે છે. જેથી તેમનુ મર્ડર કરી રૂપિયાની લુંટ કરવાનો રમેશભાઇ અગાઉથી પ્લાન બનાવી દોરડા લાવી પોતાની પાસે રાખેલ અને રમેશભાઇએ મર્ડર કરી રૂપિયાની લુટ કરવાના પ્લાનમાં કિરણકુમાર વિનોદભાઇ વિઠોદરા (ઠાકોર) વાળાને વાત કરી સામેલ કરેલ. તા.૨૧/૧૨/૨૦૨૦ ના રોજ સાંજે રમેશભાઇને મરણ જનાર સંજયભાઇ દાડમ ખરીદી સારૂ સાથે લેવા આવતાં આરોપીઓએ બનાવેલ પ્લાન મુજબ બંને જણા પોતાની સાથે દોરડા સંતાડી સ્વીફટ ગાડીમાં સાથે ગયેલ હતા. રાતના આશરે સાડા આઠેક વાગે સ્વીફટ ગાડીમાં રવેલ રામપુરા તરફ જતાં હતા તે વખતે રોડ ઉપર સંજયભાઇનો ફોન ચાલુ હોઇ ગાડી ઉભી રાખતા તે વખતે રમેશભાઇ તથા કિરણભાઇએ મોકો જોઇ ગળાના ભાગે પોતાની પાસેના દોરડાથી ટુપો આપી મારી નાખી તેમની લાશ નોખા વડીયા પુલોની વચ્ચે કેનાલમાં ફેકી બંને જણા સ્વીફટ ગાડી રાધનપુર મુકવા ગયેલ અને રસ્તામાં સ્વીફટ ગાડીમાં રહેલ રોકડ રકમ સિવાયની તમામ વસ્તુઓ તથા મરણ જનારના ફોન ફેકી દિધેલ. રાધનપુર સ્વીફટ ગાડી રાતના સમયે મુકી તેમાંથી રોકડ રકમનો થેલો લઇ ઘરે આવેલ અને રોકડ રકમનો થેલો રમેશભાઇના દાડમના ખેતર વચ્ચે ખાડો ખોદી દાટી દિધેલ હતો. આમ, બંને જણાએ પોતાના પ્લાન મુજબ પોતાનો ઇરાદો પાર પાડેલ હોઇ આરોપી *(૧) રમેશભાઇ નાનંજીભાઇ ચૌધરી રહે.નાના ગોળીયા, ભેસાણા તા.દિયોદર (૨) કિરણકુમાર વિનોદભાઇ દેહળાજી વિઠોદરા (ઠાકોર) રહે.ભીમબોરડી તા.ભાભર હાલ રહે. પ્રેમાજી મલાજી પટેલના ખેતરમાં, નાના ગોળીયા ભેસાણા તા.દિયોદર વાળાને ગુનાના કામે લાવી સદરહુ બંને આરોપીઓને સાથે રાખી ગુનાનુ રિકંટ્રક્શન કરી લુંટ કરેલ રોકડ રકમ રૂા.૬,૯૩,૩૦૦/-ની ગુનાના કામે રિકવર કરેલ છે.* આરોપીઓ ફેકી દિધેલ અન્ય દસ્તાવેજી આધારો તપાસના કામે રિકવર કરેલ છે. આમ, વણ ઉકેલ્યા ખુનના ગુનાનો ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પકડી પાડેલ છે.

*પ્રેસનોટ*   *તા.૨૫/૧૨/૨૦૨૦*   *થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી લુંટમાં ગયેલ રોકડ રકમ રિકવર કરી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી થરાદ પોલીસ તથા એલ.સી.બી ટીમના માણસો*  થરાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૦૧૧૬૮ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧, ૧૧૪ મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા *બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પુજા યાદવ, થરાદનાઓની સીધી રાહબરી હેઠળ તપાસ* દરમિયાન મરણ જનાર સંતોષકુમાર ઉર્ફ *સંજયભાઇની સ્વીફટ ગાડી બિનવારસી રાધનપુર* ખાતેથી મળી આવતાં સ્થળ ઉપર ફિંગર પ્રિન્ટ તથા એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ. તે જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી *સદરહુ ગુન્હામાં સંડોવાયેલ રમેશભાઇ નાંનજીભાઇ ચૌધરી રહે.ભેસાણા તા.દિયોદરવાળાને તપાસના કામે* લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે તથા *કિરણકુમાર વિનોદભાઇ દેહળાજી વિઠોદરા (ઠાક
*પ્રેસનોટ*   *તા.૨૫/૧૨/૨૦૨૦*   *થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી લુંટમાં ગયેલ રોકડ રકમ રિકવર કરી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી થરાદ પોલીસ તથા એલ.સી.બી ટીમના માણસો*  થરાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૦૨૦૧૧૬૮ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧, ૧૧૪ મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા *બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પુજા યાદવ, થરાદનાઓની સીધી રાહબરી હેઠળ તપાસ* દરમિયાન મરણ જનાર સંતોષકુમાર ઉર્ફ *સંજયભાઇની સ્વીફટ ગાડી બિનવારસી રાધનપુર* ખાતેથી મળી આવતાં સ્થળ ઉપર ફિંગર પ્રિન્ટ તથા એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ. તે જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી *સદરહુ ગુન્હામાં સંડોવાયેલ રમેશભાઇ નાંનજીભાઇ ચૌધરી રહે.ભેસાણા તા.દિયોદરવાળાને તપાસના કામે* લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે તથા *કિરણકુમાર વિનોદભાઇ દેહળાજી વિઠોદરા (ઠાક

જય માતાજી આજે વિસનગર મા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ના હોદ્દેદારો એ મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ વર્ષા બહેન ની મુલાકાત લીધી દિનભા ડેર મહેશસિહ પાટણ ભાવુભા ઠાકોર

છબી
જય માતાજી આજે વિસનગર મા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ના હોદ્દેદારો એ મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ  વર્ષા બહેન ની મુલાકાત લીધી દિનભા ડેર મહેશસિહ પાટણ ભાવુભા ઠાકોર આમ એક બિજાની સમયાંતરે મુલાકાત લઈ સમાજ ના દરેક ગામમાં સમાજ માટે લડત આપવા મજબૂત બની એક બીજા ની સલાહ સુચન થી આગળ વધશો

ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ.ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું.

છબી
ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ. ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું. ઠાકોર સમાજનો દિકરોઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ નુ નામ રોશન કરી રહી છે ત્યારે પ્રોફેસર બનવા માટે ની નેટ ની પરીક્ષા માં જીગરકુમાર ચીનુજી ઠાકોર ઉત્તીર્ણ થઇ સમગ્ર ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું છે  બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામ જીગરજકુમાર ઠાકોર થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પ્રોફેસરની પાત્રતા ધરાવતી સ્લેટની(state level eligibility test) પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયેલ છે અને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પ્રોફેસરની પાત્રતા ધરાવતી નેટની(Net-national eligibility test) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું અને ઠાકોર સમાજનું નામ રોશન કરતા તેમના મિત્રવર્તુળ તેમજ પરિવારમાં ખુશી જોવા મળી હતી. અહેવાલ : ભરતભાઈ ઠાકોર ભીલડી

ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા

છબી
--------------------------------------------––---------–------------  💫 *ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા* ----------------------------------------         💫 *બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં ચોરી ના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા           💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ   💫 *એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ.અરજણાજી,ઇશ્વરભાઇ,મહેશભાઈ,રાજેશકુમાર,નરેશભાઈ,પો.કો.મહેશભાઈ.ડી,શંકરભાઇ,દિનેશભાઇ,દિલીપસિંહ,પ્રકાશભાઈ નાઓ દાંતીવાડા*  પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત  સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત આધારે વાઘરોળ ગામના *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર*  ના ખેતરમાં આવેલ રહેણાંક ઘરે સદરે ઇસમ મળી આવેલ જેનું નામ ઠામ પુછત *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર રહે.વાઘરોળ, તા.દાંતીવાડા* વાળો હોવાનું જણાવેલ  જેની પાસેથી એક લીનોવા કમ્પની

આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું શ્રવણ

છબી
આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆ સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું  શ્રવણ  આજરોજ મહુવાના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યા માં પરમ પૂજ્ય ભગતબાપુ ની ૩૩૬ મી રામકથા નો પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે પોથી યાત્રા કીર્તન સાથે કથા પરિસર મા જ પરિક્રમા કરાવી વ્યાસપીઠ પર પધરાવી હતી ત્યારબાદ યજમાન દ્વારા વ્યાસપીઠ નું પૂજન કરવામાં આવેલ તેમજ વિવિધ પાવક જગ્યા જેવી કે સિદ્ધ ગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુ ની જગ્યા ના ભરદ્વાજ ગીરીબાપુ, તેમજ નીંગાલા થી અમરદાસ બાપુ, વિજય હનુમાન થી શિવરામબાપુ, તથા મહુવા ના રામ પાસ રહો ની પાવક જગ્યા માંથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુ નું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ હતું ,તેમજ પૂજ્ય બાપુ પરિવાર અને યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાંઆવેલ આ સાથે ઉપસ્થિત અમર દાસ બાપુ અને ભરદ્વાઝબાપુ દ્વારા આશીર્વચન પાઠવવવામાં પણ આવેલ હતા આ પ્રસંગે મહુવાના વિવિધ ક્ષેત્ર ના આગેવાનો નું સન્માન  પણ પૂજ્ય નટુબાપુ દ્વારા કરવામાં આવેલ

મુડેઠા ના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને 755 વર્ષથી વધુ આપેલો કોલ આજે પણ નિભાવી રહ્યાં છે....કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સાદગી રીતે વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિધિ યોજાઈ જેમાં 10 અશ્વો લઈને ધર્મની બહેનને ચુંદડી આપવા ગયા....

છબી
મુડેઠા ના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને 755 વર્ષથી વધુ આપેલો કોલ આજે પણ નિભાવી રહ્યાં છે.... કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સાદગી રીતે વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિધિ યોજાઈ જેમાં 10 અશ્વો લઈને ધર્મની બહેનને ચુંદડી આપવા ગયા.... બનાસકાંઠા ના ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને આપેલો કોલ ભાઈબીજના દિવસે ચુંદડી આપવાનો કોલ 755 વર્ષ થી વધુ આજેય પણ નિભાવી રહ્યાં છે જેમાં ભલાણીપાટી, ખેતાણીપાટી, દુદાણીપાટી, રાજાણીપાટી, ચાર પાટીઓ દર વર્ષે અલગ અલગ વારા મુજબ સવામણનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાનો કોલ (વચન) પુરુ કરવા અશ્વો ઉપર સવાર થઈ  ભાઈબીજના દિવસે પેપળુ મુકામે જાય છે અને પેપળુ ધામે રાત્રે રોકાણ કરે છે જેમાં દંત કથા અનુસાર આજથી 755 વર્ષો પહેલાં રાજસ્થાન માં આવેલાં જાલોર ના રાજા વિરમસિંહ ચૌહાણ ના રાજવી ના રજવાડા ઉપર દિલ્લી ના બાદશાહ એ ઈસ. 1300 ની સાલમાં અલાઉદ્દીન ખીલજી ના લશ્કરે જાલોર ના રાજવી વિરમસિંહ ના રજવાડા ઉપર હુમલો કર્યો હતો તેમની વિરમસિંહ ની પોતાની કુંવરી ચોથબાને સુરક્ષિત માટે એક સાધુ મહાત્

મહુવા ભાવનગર નેશનલ હાઈ વે બિસ્માર થતા મહુવા ચેમ્બર ઓફ કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દવારા રસ્તા રોકો આંદોલન કરી કરવામાં આવેલ ચક્કાજામ◆

છબી
મહુવા ભાવનગર નેશનલ હાઈ વે બિસ્માર થતા મહુવા ચેમ્બર ઓફ  કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દવારા રસ્તા રોકો આંદોલન કરી કરવામાં આવેલ ચક્કાજામ મહુવા ભાવનગર હાઈ વે ને ફોર ટ્રેક ફેરવવાની કામગીરી ગોકળ ગતિ એ થતી હોય અને તેને લઈ નેશનલ હાઈ પર વધુ ટ્રાફિક અને વરસાદ ને લઈ છેલ્લા ઘણા સમય થી હયાત મહુવા ભાવનગર રસ્તો એકદમ બિસ્માર બની જતા મુસાફરો ને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે અને છાશવારે અકસ્માત પણ આ રસ્તા પર વધુ ને વધુ જોવા મળે છે   તેમજ વાહનો ને પણ પારાવાર નુકસાની નો સામનો કરવો પડતો હોય છે આ દરેક રસ્તા ની સમસ્યા ને લઈ ઉચ્ચ લેવલે ચેમ્બર ઓફ કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ અસસીસીએશન દ્વારા વારંવાર રજુઆત કરતા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા ના છૂટકે સોમવાર ના રોજ રસ્તા રોકો આંદોલન કરી તંત્ર ની ઊંઘ ઉડાડવા નો પ્રયાસ કરવામાં આવેલ તેને લઈ આંદોલન ની ગંભીરતા સમજી મહુવા પ્રાંત અધિકારી એ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી આગામી દિવસો માં રોડ રસ્તા નું મરામત કરી પડતી તકલીફ ને દૂર કરીશું તેવી હૈયાધારના પ્રાંત અધિકારી દ્વારા અપાતા આંદોલન કારી દ્વારા  આંદોલન સમેટી લેવામાં આવેલ છે

ગુજરાતગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીમાં વિવિધ ક્ષેત્રની નામી હસ્તીઓ જોડવામાં આવી*અમદાવાદ ખાતે 1500 લોકોનું સંગઠન આમ આદમી પાર્ટીમાં જોડાયું*

છબી
08.11.2020 આમ આદમી પાર્ટી ગુજરાત ગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીમાં વિવિધ ક્ષેત્રની નામી હસ્તીઓ જોડવામાં આવી* અમદાવાદ ખાતે 1500 લોકોનું સંગઠન આમ આદમી પાર્ટીમાં જોડાયું *ધોળકા તાલુકાના ગામના માજી સરપંચ, માજી તલાટી, ભાજપના કાર્યકર અને કોંગ્રેસ યુથ કાર્યકર તેમના 150 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા* અમદાવાદ શહેર માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાકેશભાઈ ભારતીય દ્વારા ઘાટલોડિયા વોર્ડ કાર્યાલય અને જમાલપુર વોડૅ ઓફીસ નું ઉદ્ધાટન દિવસે ને દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધતો જાય છે. રોજ બરોજ સેંકડોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને દિલ્હી સરકારના જનતાલક્ષી કાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં નેતાઓ, સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. ગુજરાતના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રાકેશ