બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના શહીદ જવાન મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવદેહને વતન લવાયા બાદ રડતી આંખે અંતિમ વિદાય અપાઈ હતી.શહીદના પાર્થિવદેહને સન્માન સાથે વતન લવાતા લોકોએ પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં જવાનના પાર્થિવ દેહને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી અગ્નિ સંસ્કાર કરાતાં શાહિદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.
વીરને વિદાય : ગાર્ડ ઓફ ઓનર સાથે દેશભક્તિના માહોલ વચ્ચે શહીદ જવાનના અંતિમ સંસ્કાર, મોટા ગામ હિબકે ચઢ્યું
Prime Hindustan News channel,06/04/ 2021
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના શહીદ જવાન મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવદેહને વતન લવાયા બાદ રડતી આંખે અંતિમ વિદાય અપાઈ હતી.શહીદના પાર્થિવદેહને સન્માન સાથે વતન લવાતા લોકોએ પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં જવાનના પાર્થિવ દેહને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી અગ્નિ સંસ્કાર કરાતાં શાહિદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.
ઇન્ડિયન આર્મીમાં ઓરિસ્સા ખાતે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ હડિયલનું ફરજ સ્થળે જ આકસ્મિક મોત થયું હતું.
ડ્યુટી વખતે તબિયત ખરાબ થતા તેમને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ ન્યુમોનિયાની બીમારીના કારણે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.
દેશપ્રેમી જવાનનું મોત થતાં મોટા ગામ અને ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આજે શહિદ જવાનની અંતિમયાત્રા વખતે પણ મોટા ગામ હિબકે ચઢ્યું હતું અને દેશભક્તિના ગીતો વચ્ચે વીરને વિદાય અપાઈ હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com