મહુવા ભાવનગર નેશનલ હાઈ વે બિસ્માર થતા મહુવા ચેમ્બર ઓફ કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દવારા રસ્તા રોકો આંદોલન કરી કરવામાં આવેલ ચક્કાજામ◆

મહુવા ભાવનગર નેશનલ હાઈ વે બિસ્માર થતા મહુવા ચેમ્બર ઓફ  કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દવારા રસ્તા રોકો આંદોલન કરી કરવામાં આવેલ ચક્કાજામ
મહુવા ભાવનગર હાઈ વે ને ફોર ટ્રેક ફેરવવાની કામગીરી ગોકળ ગતિ એ થતી હોય અને તેને લઈ નેશનલ હાઈ પર વધુ ટ્રાફિક અને વરસાદ ને લઈ છેલ્લા ઘણા સમય થી હયાત મહુવા ભાવનગર રસ્તો એકદમ બિસ્માર બની જતા મુસાફરો ને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે અને છાશવારે અકસ્માત પણ આ રસ્તા પર વધુ ને વધુ જોવા મળે છે  
તેમજ વાહનો ને પણ પારાવાર નુકસાની નો સામનો કરવો પડતો હોય છે
આ દરેક રસ્તા ની સમસ્યા ને લઈ ઉચ્ચ લેવલે ચેમ્બર ઓફ કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ અસસીસીએશન દ્વારા વારંવાર રજુઆત કરતા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા ના છૂટકે સોમવાર ના રોજ રસ્તા રોકો આંદોલન કરી તંત્ર ની ઊંઘ ઉડાડવા નો પ્રયાસ કરવામાં આવેલ
તેને લઈ આંદોલન ની ગંભીરતા સમજી મહુવા પ્રાંત અધિકારી એ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી આગામી દિવસો માં રોડ રસ્તા નું મરામત કરી પડતી તકલીફ ને દૂર કરીશું
તેવી હૈયાધારના પ્રાંત અધિકારી દ્વારા અપાતા આંદોલન કારી દ્વારા
 આંદોલન સમેટી લેવામાં આવેલ છે
હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કામ થાઈ છે કે નહીં
 રિપોર્ટિંગ: રૂપેશ ધોળકિયા મહુવા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.