રહીશો વીફર્યા:પાટણમાં ચંદ્રસિંહનો મૃતદેહ આવતા ટોળાએ દીવાલ તોડી રસ્તો ખુલો કરી મૃતદેહ દીવાલના સ્થળે જ મૂકી અંતિમ ઈચ્છા પુરી કરીપાટણએક કલાક પહેલા
રહીશો વીફર્યા:પાટણમાં ચંદ્રસિંહનો મૃતદેહ આવતા ટોળાએ દીવાલ તોડી રસ્તો ખુલો કરી મૃતદેહ દીવાલના સ્થળે જ મૂકી અંતિમ ઈચ્છા પુરી કરી
પાટણએક કલાક પહેલા
મૃતદેહ દિવાલના સ્થળે જ મૂકી અંતિમ ઈચ્છા પુરી કરી
જુનો પૂજારી મંદિરમાં ન રહે તેવી શરતે સમાધાન કર્યું
રામજી મંદિર દીવાલ બનાવતા 3 ફૂટ રસ્તો સાંકળો બનતા રસ્તો ખુલો કરવાની માંગ સાથે યુવક સળગી ગયો હતો
પાટણમાં ચન્દ્રસિંહે આત્મવિલોપન કરતા સારવાર દરમિયાન મોત બાદ તેમના મૃતદેહને ઘરે લાવતા જ આક્રોશમાં આવી ટોળાએ દીવાલને લઇ સમગ્ર ઘટના બની હોઈ દીવાલને જ તોડી પાડી હતી. જગ્યા ખુલ્લી કરી દીવાલના સ્થળ પર જ મૃતદેહ મૂકી તેમની જમીનની માંગણી અને આરોપીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ ન કરવાનો નિર્ણય લેતા સ્થિતિ તંગ બની હતી. પોલીસ મધ્યસ્થી બની સમાધાન માટે સમાજ આગેવાનો સાથે મિટિંગ કરતા અંતે ટ્રસ્ટ જમીન આપવા સહીત અન્ય માંગણીઓ સ્વીકારતા સમાધાનના અંતે સાંજે અંતિમવિધિ કરાઈ હતી.
રહીશો દીવાલ તોડવા તૂટી પડ્યા
પાટણમાં બગેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં રહેતા ચંદ્રસિંહ સહીત 3 પરિવારોની પસાર થવાના રસ્તા પર રામજી મંદિર દ્વારા દીવાલ ચણતા રસ્તો સાંકળો બનતા અરજદાર ચંદ્રસિંહ દ્વારા મંગળવારે અગ્નિસ્નાન કરતા ગંભીર હાલત થતા સારવાર દરમિયાન તેમનું શુક્રવારે મોત થયું હતું.અને શનિવારે 12 વાગ્યા આસપાસ અમદાવાદથી પીએમ બાદ તેમના કુટુંબિક સ્નેહીઓ મૂર્તદેહ લઇ પાટણ ખાતે આવ્યા હતા. ત્યારે ઘટનાને પગલે સમાજના કેટલાક આગેવાનો ,ઠાકોર સેનાના હોદેદારો અને કાર્યકરો સહીત પરિવારોના સંબંધીઓના મોટી સંખ્યા ઘર આગળ ટોળા વળ્યાં હતા.ત્યારે મૂર્તદેહ ઘરે આવતા જ મૃતદેહ અંદર જાય એટલી જગ્યા ન હોઈ તેમની અંતિમ ઈચ્છા રસ્તો ખુલ્લો થાય માટેની હોઈ ટોળા દ્વારા આક્રોશમાં આવી હથોડા અને મશીન સહીત સાધનો લઇ દીવાલ તોડવા તૂટી પડ્યા હતા.
દીવાલ સ્થળે તેનો મૃતદેહ મૂકી અંતિમ વિધિની પ્રકિયા કરવામાં આવી હતી
દીવાલ સ્થળે તેનો મૃતદેહ મૂકી અંતિમ વિધિની પ્રકિયા કરવામાં આવી હતી
દીવાલ સ્થળે મૃતદેહ રાખી અંતિમ વિધિ કરાઈ
ટોળા દ્વારા ભારે જહેમત ઉઠાવી દીવાલ તોડી બાદમાં દીવાલ સ્થળે તેનો મૃતદેહ મૂકી અંતિમ વિધિની પ્રકિયા કરવામાં આવી હતી.અને ન્યાય અને માંગણીઓ સ્વીકાર્યા બાદ જ અંતિમવિધિ કરવામાં આવશે તેવો આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવતા મૃતદેહ પડી રાખ્યો હતો.બપોર બાદ વાગ્યા થી સાંજ ચાર વાગ્યા સુધી સમાધાન માટે સમાજના આગેવાનોની જુના સર્કિટ હાઉસ ખાતે સમાધાન માટેની મિટિંગ થઇ હતી.જેમાં ટ્રસ્ટ દ્વારા જમીન પરિવારોના રસ્તા માટે આપવામાં આવશે.સહિતની અન્ય નાની માંગણીઓ સ્વીકારતા અંતે સમાધાન થતા મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
અંતિમ વિધિ પહેલા અંતિમ ઈચ્છા પુરી કરાઈ
મૃતકના મૃતદેહને જોઈ સૌના મોઢા પર મૃતકે બનાવેલ આત્મવિલોપન પહેલા વીડિયોના શબ્દો જોવા મળ્યા હતા.ઘરમાંથી નનામી નીકળી શકે તેટલી જગ્યા ન હતી.જે માટે હું બળી જઈશ પછી નનામી આ રસ્તેથી જ નીકળશે.ત્યારે ભારે આક્રોશ સાથે ટોળાએ દીવાલ તોડી રસ્તો ખુલો કરી દીવાલની જગ્યા પર જ અંતિમ વિધિની પ્રકિયા કરી ઘર માંથી જ નનામી કાઢી તેની અંતિમ ઇચ્ચા પુરી કરી હતી.
દીવાલને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો.
દીવાલને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો.
સમાધાનની શરત : પરિવારને જમીન અને સહાય ટ્રસ્ટીઓ આપશે
ઠાકોર સમાજના અગ્રણી જીબાજી ઠાકોરે જણાવ્યું હતું કે આત્મ વિલોપન માટે જમીન મુદ્દો હતો જે ટ્રસ્ટ જમીન એમને આપશે.ઘરમાં પત્ની બાદ તેમનું મોત થતા બન્ને પુત્રો નિરાધાર હોઈ ટ્રસ્ટીઓ દ્વારા આર્થિક સહાય અપાશે.કેસ હાલમાં ચાલુ રહેશે અને કોર્ટમાં આવશે એટલે સમાધાન કરવામાં આવશે.પરિવારનું ભલું થાય તેવી શરતે સમાધાન કરવામાં આવ્યું છે.હવે કોઈ વિવાદ રહ્યો નથી.પરિવાર અને આગેવાનોને સાથે રાખી બધા સહમત થતા નિર્ણય લીધો છે.
યુવકના મોતથી રહીશો ગુસ્સે ભરાયા હતા.
યુવકના મોતથી રહીશો ગુસ્સે ભરાયા હતા.
મંદિરના ટ્રસ્ટે દીવાલ બનાવતા રસ્તા સાંકડો થઇ ગયો હતો
પાટણ શહેરમાં બગેશ્વર મહાદેવ મંદિરની પાછળ અવર જવરના કાયમી રસ્તા ઉપર રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ ચણી લેવાતાં રસ્તો 3 ફૂટ જેટલો સાંકડો થઇ ગયો છે. જે દીવાલ દૂર કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાયા ન હતા. તેથી ચંદ્રસિંહ અમુજી ઠાકોર (38)એ મંગળવારે સવારે ઘરમાં જ શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને સળગતી હાલતમાં જાહેર રસ્તા પર દોડતા દોડતો બહાર આવતાં લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. તે રેલવે સ્ટેશન તરફ દોડતાં તેના સ્વજનો ધાબળો અને કોથળા લઈ તેને બચાવવા પાછળ દોડ્યા હતા. જેને સંતોકબા હોલ પાસે લોકોએ પકડી જનતા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો. જે 85 ટકા દાઝી ગયો હોઇ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com