આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું શ્રવણ

આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆
સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું  શ્રવણ 

આજરોજ મહુવાના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યા માં પરમ પૂજ્ય ભગતબાપુ ની ૩૩૬ મી રામકથા નો પ્રારંભ કરવામાં આવેલ
આ પ્રસંગે પોથી યાત્રા કીર્તન સાથે કથા પરિસર મા જ પરિક્રમા કરાવી વ્યાસપીઠ પર પધરાવી હતી ત્યારબાદ યજમાન દ્વારા વ્યાસપીઠ નું પૂજન કરવામાં આવેલ તેમજ
વિવિધ પાવક જગ્યા જેવી કે સિદ્ધ ગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુ ની જગ્યા ના ભરદ્વાજ ગીરીબાપુ, તેમજ નીંગાલા થી અમરદાસ બાપુ, વિજય હનુમાન થી શિવરામબાપુ, તથા મહુવા ના રામ પાસ રહો ની પાવક જગ્યા માંથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુ નું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ હતું ,તેમજ પૂજ્ય બાપુ પરિવાર અને યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાંઆવેલ આ સાથે
ઉપસ્થિત અમર દાસ બાપુ અને ભરદ્વાઝબાપુ દ્વારા આશીર્વચન પાઠવવવામાં પણ આવેલ હતા
આ પ્રસંગે મહુવાના વિવિધ ક્ષેત્ર ના આગેવાનો નું સન્માન  પણ પૂજ્ય નટુબાપુ દ્વારા કરવામાં આવેલ
ઘણા સમય પછી મહુવા ના નગરજનો ને  કથા નો લાભ ઘર આંગણે મળતા ખુશખુશાલ જોવા મળેલ અને તે ઓ ના ચહેરા પર ધન્યતા ની લાગણી પણ જોવા મળી હતી
પ્રથમ દિવસ કથા ના પ્રારંભે નવા વર્ષ ની શુભકામના સાથે કથા નો પ્રારંભ કરેલ અને  અંતે પૂજ્ય બાપુ એ  કહેલ કે કથા નો ભરપૂર આંનંદ લેજો પણ કોરોના થી સાવધ રહીએ અને મહામારી માંથી જલ્દી આપણે સૌ મુક્ત થઈ એ તેવી ખીમનાથ મહાદેવ ને પ્રાર્થના કરેલ હતી અને નગરજનો કથા શ્રવન માટે નું આમંત્રણ પણ વ્યાસપીઠ પર થી પાઠવવવામાં આવેલ
રિપોર્ટિંગ: રૂપેશ ધોળકિયા મહુવા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.