મુડેઠા ના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને 755 વર્ષથી વધુ આપેલો કોલ આજે પણ નિભાવી રહ્યાં છે....કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સાદગી રીતે વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિધિ યોજાઈ જેમાં 10 અશ્વો લઈને ધર્મની બહેનને ચુંદડી આપવા ગયા....
મુડેઠા ના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને 755 વર્ષથી વધુ આપેલો કોલ આજે પણ નિભાવી રહ્યાં છે....
કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સાદગી રીતે વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિધિ યોજાઈ જેમાં 10 અશ્વો લઈને ધર્મની બહેનને ચુંદડી આપવા ગયા....
બનાસકાંઠા ના ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને આપેલો કોલ ભાઈબીજના દિવસે ચુંદડી આપવાનો કોલ 755 વર્ષ થી વધુ આજેય પણ નિભાવી રહ્યાં છે જેમાં ભલાણીપાટી, ખેતાણીપાટી, દુદાણીપાટી, રાજાણીપાટી, ચાર પાટીઓ દર વર્ષે અલગ અલગ વારા મુજબ સવામણનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાનો કોલ (વચન) પુરુ કરવા અશ્વો ઉપર સવાર થઈ
ભાઈબીજના દિવસે પેપળુ મુકામે જાય છે અને પેપળુ ધામે રાત્રે રોકાણ કરે છે જેમાં દંત કથા અનુસાર આજથી 755 વર્ષો પહેલાં રાજસ્થાન માં આવેલાં જાલોર ના રાજા વિરમસિંહ ચૌહાણ ના રાજવી ના રજવાડા ઉપર દિલ્લી ના બાદશાહ એ ઈસ. 1300 ની સાલમાં અલાઉદ્દીન ખીલજી ના લશ્કરે જાલોર ના રાજવી વિરમસિંહ ના રજવાડા ઉપર હુમલો કર્યો હતો
તેમની વિરમસિંહ ની પોતાની કુંવરી ચોથબાને સુરક્ષિત માટે એક સાધુ મહાત્મા અંચળનાથ સાથે જવાનો આદેશ કર્યો હતો અને સાધુ મહાત્મા કુંવરી ચોથબાને લઈને ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતાં ફરતાં આવ્યાં હતાં તે સમયે લાખણી તાલુકાના પેપળુ ગામમાં રાજવી દેવુસિંહ વાઘેલા રાજા રાજ કરતાં હતાં એથી મહાત્મા અંચળનાથે કુંવરી ચોથબાના લગ્ન દેવુસિંહ વાઘેલા સામે પસ્તાવ મુકયો હતો જેમાં ચોથબાને ભાઈ ન હતાં જેથી મુડેઠા ના રાઠોડ પરિવાર ના ભાઈઓને ધર્મનો ભાઈ બનાવ્યા હતા
જેથી ચોથબા એ ભાઈબીજના દિવસે લોખંડનું સવામણનું બખ્તર પહેરી ચુંદડી લઈને આવવાનું વચન માગ્યું હતું દર વર્ષની જેમ ભાઈબીજના દિવસે બખ્તર પહેરી ચુંદડી લઈ લાખણી તાલુકાના પેપળુ ગામે જાય છે અને આ વર્ષો ની પરંપરા આજેય નિભાવી રહ્યાં છે જેમાં આ સાલ દુદાણીપાટી પાટીના રાઠોડ બાલુજી નારણજી એ બખ્તર ધારણ કરીને લાખણી તાલુકાના પેપળુ ગામે જઈને ચુંદડી અર્પણ કરી ને બહેનનો કોલ નિભાવ્યો હતો.....
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com